ગુજરાતના ટૂર ઓપરેટર્સોએ તૈયાર કર્યું ખાસ ચૂંટણી પેકેજ, શું છે ખાસ

News18 Gujarati
Updated: March 25, 2019, 7:34 AM IST
ગુજરાતના ટૂર ઓપરેટર્સોએ તૈયાર કર્યું ખાસ ચૂંટણી પેકેજ, શું છે ખાસ
ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ રીતે દેશના ચારે ભાગો માટે અલગ-અલગ પેકેજ ઓફર કરવામાં આવી રહ્યું છે

ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ રીતે દેશના ચારે ભાગો માટે અલગ-અલગ પેકેજ ઓફર કરવામાં આવી રહ્યું છે

  • Share this:
લોકસભા ચૂંટણી નજીક છે અને દુનિયાભરની નજર ભારતીય ચૂંટણી પર છે. પરંતુ, ગુજરાતના ટૂર ઓપરેટર્સોએ ચૂંટણીની સાથે સાથે ટૂરીઝમને પણ આકર્ષિત કરવાનો પ્લાન તૈયાર કરી લીધો છો. તેના માટે એક ખાસ પેકેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ખાવાનું, પીવાનું અને રહેવાનું સામેલ તો છે. સાથે ટૂરિસ્ટોને નેતાઓ સાથે મુલાકાત પણ કરાવામાં આવશે.

ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ રીતે દેશના ચારે ભાગો માટે અલગ-અલગ પેકેજ ઓફર કરવામાં આવી રહ્યું છે. સાથે વ્યવસ્થામાં કોઈ અછત ન રહે તે માટે, ગુજરાતના ટૂર ઓપરેટર્સો દ્વારા ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ટૂર ઓપરેટર્સોએ અલગ-અલગ જગ્યાઓના સ્થાનિક ટૂર ઓપરેટર્સોને પોતાની સાથે જોડ્યા છે. ઈલેક્શન ટૂરિઝમમાં ટૂર ઓપરેટર્સનું ભારતીય તરફ તો ધ્યાન છે જ, પરંતુ યૂરોપ, અમેરિકા અને યૂકેના લોકો પર તેમનું ખાસ ફોકસ છે. 11 એપ્રિલથી શરૂ થનારી ચૂંટણી માટે અત્યાર સુધીમાં 1200 વિદેશી લોકો બુકિંગ કરાવી ચુક્યા છે.

હાલમાં 6થી 7 દિવસ માટે ઓફર કરવામાં આવેલા આ પેકેજમાં વિદેશથી આવવા-જવાની ટિકિટનો ખર્ચ અલગથી થશે. સાથે ભારતમાં રહેવાનું, ખાવાનું અને ફરવા માટે ગીડીની વ્યવસ્થા ઓપરેટર્સ તરફથી કરવામાં આવશે, જેના માટે રોજ 20 હજારથી 50 હજાર રૂપિયા સુધીનો ખર્ચ દરેક પ્રવાસીએ ઉઠાવવાનો રહેશે.

(મનીષ દેસાઈ - CNBC આવાજ)
First published: March 24, 2019, 9:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading