IPOની વણજાર: હવે લોઢા ડેવલપર્સ લાવશે રૂપિયા 2,500 કરોડનો આઈપીઓ

પ્રતીકાત્મક તસવીર

Lodha developers IPO: લોઢા ડેવલપર્સના ચર્ચિત પ્રોજેક્ટમાં મુંબઈનું ટ્રમ્પ ટાવર અને લંડનનું ગ્રોસવર્નર સ્ક્વેર ખૂબ પ્રસિદ્ધ છે.

 • Share this:
  મુંબઈ: આજકાલ આઈપીઓ (IPO)ની વણજાર ચાલી રહી છે. હવે આ યાદીમાં વધુ એક ખ્યાતનામ કંપનીનું નામ જોડાવા જઈ રહ્યું છે. અગાઉ લોઢા ડેવલપર્સના અને હવે માક્રોટેક ડેવલપર્સ નામે ઓળખાતી રિયલ એસ્ટેટ જાયન્ટ કંપનીએ તેના આઈપીઓ માટે અરજી કરી છે. મનીકન્ટ્રોલને મળેલી માહિતી અનુસાર, લોઢા ડેવલપર્સ (Lodha Developers)એ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI) પાસે આઈપીઓ બહાર પાડવા માટે જરૂરી દસ્તાવેજ જમા કરાવ્યા છે. કંપની IPO થકી અંદાજે 2500 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે.

  6ઠ્ઠી જાન્યુઆરીના મનીકંટ્રોલના અહેવાલમાં જ જણાવાયું હતું કે, રિયલ એસ્ટેટ સેક્ટરે ફરી તેજી પકડતા લોઢા સહિતની કંપનીઓ માર્કેટમાં આવવાની તૈયારી કરી રહી છે અને માર્ચ સુધીમાં સેબી પાસે આઈપીઓ માટેની અરજી પણ કરી શકે છે. અગાઉ 2018માં આઈપીઓ માટેની અરજી વખતે લોઢાએ કહ્યું હતુ કે, પૈસા એકત્ર કરીને દેવું ઘટાડવામાં આવશે પરંતુ, 2021ના આઈપીઓ પ્લાનિંગ અનુસાર IPO થકી એકત્ર કરવામાં આવનાર પૈસાથી દેવું ઘટાડાશેય નવી જમીનનું અધિગ્રહણ અને નવા પ્રોજેક્ટ માટે કરવામાં આવશે.

  આ પણ વાંચો: અદાણી ગેસ અને ટ્રાન્સમિશનમાં રોકાણકારોએ શું કરવું? BoIની તેજી ટકી રહેશે? જાણો Expert View

  આ અગાઉ 2009માં અને 2018માં કંપનીએ આઈપીઓ માટેની તૈયારી આદરી હતી. પરંતુ માર્કેટની સ્થિતિ સારી ન રહેતા યોજના પડતી મુકી હતી. લોઢા ડેવલપર્સના ચર્ચિત પ્રોજેક્ટમાં મુંબઈનું ટ્રમ્પ ટાવર અને લંડનનું ગ્રોસવર્નર સ્કવેર ખૂબ પ્રસિદ્ધ છે.

  કંપનીના આઈપીઓ માટે 10 ઈન્વેસ્ટમેન્ટ બેંકો કાર્યરત છે. એક્સિસ કેપિટલ, જેપી મોર્ગન અને કોટક મુખ્ય સલાહકારો છે અને બાદમાં આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એડલવીસ સિક્યોરિટીઝ, આઇઆઇએફએલ સિક્યોરિટીઝ, એસબીઆઈ કેપિટલ, જેએમ ફાઇનાન્સિયલ, યસ સિક્યોરિટીઝ અને બેંક ઓફ બરોડા કેપિટલ આઈપીઓના મુખ્ય સલાહકારો છે.

  આ પણ વાંચો: રાજકોટ: વિધવા બહેન સંતાનોને છોડીને તેના પ્રેમી સાથે ભાગી જતાં ભાઈએ માર્યાં છરીના ઘા

  કાયદાકીય સંસ્થા સિરિલ અમરચંદ મંગલદાસ(Cyril Amarchand Mangaldas) કંપનીના કાયદાકીય સલાહકાર છે અને અને ઈન્ડૅસ લો બેંકર્સના સલાહકાર છે. સિડલી ઓસ્ટિન આંતરરાષ્ટ્રીય કાનૂની સલાહકાર છે. આઈપીઓ માટે લોન્ચ કરવાની ચોક્કસ ટાઈમલાઈન નક્કી નથી તેમ ત્રીજા વ્યક્તિએ મનીકંટ્રોલને કહ્યું. ચોથા વ્યક્તિએ પણ ડીઆરએચપી ફાઇલ કરવાની પુષ્ટિ કરી છે. આ સેક્ટરની બીજી એક કંપની મુંબઈ સ્થિત રિયલ્ટી પ્લેયર પુરાણિક બિલ્ડર્સ(Puranik Builders)ને આઈપીઓ માટે સેબી મંજૂરી મળી ગઈ છે.

  આ પણ વાંચો: પાટણ: જાનૈયા નાચવામાં વ્યસ્ત હતા અને ઘોડા વરરાજાને લઈને ભાગી ગયો!

  લોઢા જૂથ: આંકડાકીય માહિતી પર એક નજર

  લોઢા ડેવલપર્સની સ્થાપના 1995માં થઈ હતી. તેનો કારોબાર મુંબઇ, પૂણે અને લંડનમાં છે. માર્ચ 2020 સુધીમાં તેના ભારતમાં 23 મિલિયન ચોરસફૂટના કાર્યક્ષેત્ર સાથે 38 પ્રોજેક્ટ્સ અને 54 મિલિયન ચોરસફૂટના કાર્યક્ષેત્રવાળા 19 પ્રોજેક્ટ્સ પાઈપલાનમાં હતા.

  લોઢા ડેવલપર્સે નાણાકીય વર્ષ 2020માં ભારતમાં 6.2 મિલિયન ચોરસફૂટ જમીનનું વેચાણ કર્યું હતું. રિપોર્ટ્સ અનુસાર લોઢા ગ્રુપે ડિસેમ્બર ક્વાર્ટરમાં આશરે 2,500 કરોડની ઇન્વેન્ટરી વેચી હતી અને સમગ્ર વર્ષમાં અંદાજે 6000 કરોડ રૂપિયાનું વેચાણ નોંધાવ્યું હતું. છેલ્લા બે વર્ષમાં કંપનીએ તેનું ફોકસ પ્રીમિયમ, લક્ઝરી પ્રોજેક્ટ્સથી અફોર્ડેબલ હાઉસિંગ તરફ શિફ્ટ કર્યું છે.

  આ પણ વાંચો: કોટક બોન્ડ શોર્ટ ટર્મ ફંડ રિવ્યૂ: શું તમારે રોકાણ કરવું જોઈએ?

  નાણાંકીય વર્ષ 2021ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા અનુસાર કંપનીની કોન્સોલિડેટે આવક વાર્ષિક ધોરણે 4.6% વધીને રૂ.11,936 કરોડથી 12,486 કરોડ થઈ છે. જોકે વિદેશી પ્રોજેક્ટની ખોટ અને ફોક્સ શિફ્ટિંગને કારણે માર્જિન દબાતા નફો 1647 કરોડથી 54.97% ઘટી 742 કરોડે પહોંચ્યો છે.

  લોઢાના નાણાંકીય વર્ષ 2019-20ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા અનુસાર કુલ દેવું 17,176 કરોડ છે. માર્ચ 2020માં કોરોના મહામારી દરમિયાન કંપનીની યુકે સબસિડૅયરીએ દેવાના અમુક ભાગના રીફાઈનાન્સિંગ માટે બોન્ડ્સ વેચીને 225 મિલિયન ડોલર એકત્રિત કર્યા હતા.

  નવેમ્બર 2020માં રેટિંગ એજન્સી મૂડીઝે (Moody’s) લિક્વિડિટીની સ્થિતિમાં સુધારો અને કંપનીના ઓપરેટિંગ પ્રદર્શનમાં ક્રમશ સુધારા અને રિકવરી વધતા રેટિંગ નેગેટીવથી સુધારીને સ્ટેબલ કર્યું હતુ,જે કંપનીના પરિણામોમાં ઉંચી આવક અને રોકડ હાથ પર હોવાના સકારાત્મક સંકેતો સૂચવે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: