લૉકડાઉન પાર્ટ-2માં ખેડૂતોને મળી મોટી રાહત, હવે આ કામોને મળી છૂટ

News18 Gujarati
Updated: April 15, 2020, 12:07 PM IST
લૉકડાઉન પાર્ટ-2માં ખેડૂતોને મળી મોટી રાહત, હવે આ કામોને મળી છૂટ
મોદી સરકાર તરફથી ખેડૂતોને લૉકડાઉનમાં શું છૂટ આપવામાં આવી છે?

મોદી સરકાર તરફથી ખેડૂતોને લૉકડાઉનમાં શું છૂટ આપવામાં આવી છે?

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે લૉકડાઉનને 3 મે સુધી લંબાવી દીધું છે. પરંતુ લૉકડાઉન (Lockdown Phase 2)માં સરકારે અનેક છૂટ આપવાની જાહેરાત કરી છે. સરકાર તરફથી જાહેર નવી ગાઇડલાઇન્સ મુજબ, ખાદ્ય પદાર્થ અને દવા બનાવતી તમામ ઇન્ડસ્ટ્રીઝ ખુલી રહેશે. તેની સાથે જ ગ્રામીણ ભારતમાં તમામ કારખાના શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. નવી ગાઇડલાઇન્સ મુજબ મનરેગાના કાર્યોને પણ મંજૂરી આપવામાં આવી છે જે હેઠળ કહેવામાં આવ્યું છે કે સિંચાઈ અને જળ સંરક્ષણને પ્રાથમિકતા આપવામાં આવી છે.

20 એપ્રિલથી લૉકડાઉનમાં તમામ સ્વાસ્થ્ય સેવાઓ પર છૂટ મળશે. ખેતી સાથે જોડાયેલા કામ ઉપર પણ છૂટ મળશે. આર્થિક સંસ્થાઓને પણ છૂટમાં સામેલ કરવામાં આવશે. બેંક, ATM કામ કરી શકશે. પણ તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક પાલન કરવાનું રહેશે.

સરકાર તરફથી ખેડૂતોને લૉકડાઉનમાં શું છૂટ આપવામાં આવી છે?

(1) કૃષિ ઉપજની ખરીદી અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય સુનિશ્ચિત કરવામાં લાગેલી એજન્સીઓને છૂટ મળી ગઈ છે.
(2) APMC દ્વારા સંચાલિત મંડળીઓને છૂટ આપવાની જાહેરાત થઈ છે. દિશા-નિર્દેશ કહે છે કે MSP સંચાલન સહિત કૃષિ ઉત્પાદોની ખરીદીમાં લાગેલી તમામ એજન્સીઓને કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવશે.
(3) ખેડૂતો એન ખેત મજૂરોને ખેતરોમાં કામ કરવાની પણ છૂટ મળી છે. આ ઉપરાંત APMC દ્વારા સંચાલિત મંડળીઓ કે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર દ્વારા અધિસૂચિત (મંડળીઓ)ને સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવશે. દિશા-નિર્દેશ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર કે ઉદ્યોગ દ્વારા સીધા ખેડૂતો/ખેડૂતોના સમૂહ સાથે સીધું વેચવાની મંજૂરી આપે છે. રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ ગ્રામ્ય સ્તરે વિકેન્દ્રીકૃત માર્કેટિંગ અને વેચાણને પ્રોત્સાહન આપી શકે છે. 

આ પણ વાંચો, ગરમ દેશોમાં બમણી ગતિએ ફેલાઈ રહ્યો છે કોરોના, ભારત-બ્રાઝિલ બન્યા ઉદાહરણ

(4)   ખેતી-ખેડૂતોના કામ આવનારા મશીનોને નાના અને છેવાડાના ખેડૂતોને પૂરા પાડનારા કસ્ટમ હાયરિંગ સેન્ટરને મંજૂરી આપવામાં આવશે.
(5) ખાતર, કીટ નાશકો અને બીજોનું ઉત્પાદન અને પેકેજિંગ યૂનિટ્સને છૂટ મળી છે. કૃષિ મશીનરીની દુકાનો, તેના સ્પેરપાર્ટ્સ અને રિપરિંગને છૂટ મળશે.
(6) વાવણી અને લલણીના કામમાં આવનારા મશીનોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. પશુ ચિકિત્સા હૉસ્પિટલોને ખોલવાની પણ છૂટ મળી ગઈ છે.
(7) નવી ગાઇડલાઇન્સ સિંચાઈ અને ખેતી ઉપકરણોની વાવણી અને લલણીથી સંબંધિત મશીનોને લાવવા લઈ જવા (રાજ્ય અને રાજ્યની બહાર) લઈ જવાની મંજૂરી મળી છે.

આ પણ વાંચો, મુંબઈમાં કોરોનાથી થતાં મોતનો આંકડો કેમ વધતો જઈ રહ્યો છે? સામે આવ્યું મહત્ત્વનું કારણ

 
First published: April 15, 2020, 11:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading