રાહત પેકેજમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે મજૂરો અને ખેડૂતો માટે કરી આ મોટી જાહેરાત

News18 Gujarati
Updated: May 14, 2020, 5:29 PM IST
રાહત પેકેજમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે મજૂરો અને ખેડૂતો માટે કરી આ મોટી જાહેરાત
ફાઈલ તસવીર

નાણ મંત્રી નિર્મલા સીતારમણ સતત બીજા દિવસે 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજ સાથે સંકળાયેલી જાણકારીઓ આપી રહ્યા છે.

  • Share this:
નવી દિલ્હીઃ નાણ મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister of India Nirmala Sitharaman) સતત બીજા દિવસે 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજ (Relief package) સાથે સંકળાયેલી જાણકારીઓ આપી રહ્યા છે. 8 કરોડ પ્રવાસી મજૂરો માટે 35,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મોદી સરકારોને બે મહિના સુધી અનાજ અને દાળ ઉપલબ્ધ કરાવશે. રાશન કાર્ડ વગરના લોકોને પણ મફત અનાજ આપશે. આ ઉપરાંત દેશના ત્રણ કરોડ ખેડૂતોને 4.22 લાખ કરોડ રૂપિયાની મદદ આપવામાં આવશે.

નાણા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ઓછામાં ઓછું વેતન વધારવા માટે સરકાર નવા પગલાં ઉઠાવશે. હવે કંપનીઓ કર્મચારીઓના હેલ્થ ચેકઅપ કરાવશે. લેબર રિફોર્મ ઉપર મોટા પગલાં ભરશે.

તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો માટે સરકાર સતત પગલાં ઉઠાવી રહી છે. બીજા પેકેજ અંતર્ગત 9 મોટા એલાન થશે. 3 કરોડ ખેડૂતોને 4.22 લાખ કરોડ રૂપિયા લોન આપશે. એગ્રી સેક્ટર અંતર્ગત 86600 કરોડ રૂપિયાની લોન આપી છે. ક્રોપ લોન અંતર્ગત વ્યાજ ઉપર છૂટ ચાલું રહેશે. 25 લાખ નવા ખેડૂત ક્રેડિટ કાર્ડ લોન આપવામાં આવી છે.

પ્રવાસી મજૂર અને શહેરી ગરીબ :-
કેન્દ્ર સરકાર કોરોના વાયરસ સંકટમાં 11 હજાર કરોડ રૂપિયાની સહાયતા આપી છે. શહેરી ગરીબો માટે 2 મહિનામાં 11,000 કરોડ રૂપિયા આપ્યા છે. કો. ઓપરેટિવ, રિઝનલ બેન્કોને 29,500 કરોડ આપ્યા છે.

કોવિડ-19 પછી આ પ્રકારની થશે સીધી મદદઃ-ત્રણ કરોડ ખેડૂતોને 4.22 લાખ કરોડ રૂપિયાની મદદ આપવામાં આવશે. આ લોનમાં ત્રણ મહિના સુધી છૂટ મળશે. કૃષિ લોન ઉપર રિપેમેન્ટની છૂટ 1 માર્ચથી 31 મે 2020 સુધી ચાલું રહેશે. 25 લાખ નવા ખેડૂતોને ક્રેડિટ કાર્ડની સુવિધા મળશે. આ માટે 25,000 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

રાજ્યોને પાક ખરીદવા માટે 6700 કરોડ આપ્યા છે. માર્ચમાં 4200 કરોડ રૂપિયાનું ગ્રામિણ ફંડ આપવામાં આવ્યું છે. શહેરી ગરીબો માટે 7200 નવા સેલ્ફ હેલ્પ ગ્રૂપ બન્યા છે.
First published: May 14, 2020, 5:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading