લૉકડાઉનમાં લગ્ન હવે ફિક્કા નહીં રહે! જ્વેલરે વર-કન્યા માટે તૈયાર કર્યા ખાસ ડિઝાઇનર ચાંદીના માસ્ક

News18 Gujarati
Updated: May 19, 2020, 2:29 PM IST
લૉકડાઉનમાં લગ્ન હવે ફિક્કા નહીં રહે! જ્વેલરે વર-કન્યા માટે તૈયાર કર્યા ખાસ ડિઝાઇનર ચાંદીના માસ્ક
એક જ સપ્તાહમાં 100 ચાંદીના માસ્ક વેચાયા, રોજેરોજ ડિમાન્ડમાં આવી રહ્યો છે ઉછાળો, જાણો શું છે કિંમત

એક જ સપ્તાહમાં 100 ચાંદીના માસ્ક વેચાયા, રોજેરોજ ડિમાન્ડમાં આવી રહ્યો છે ઉછાળો, જાણો શું છે કિંમત

  • Share this:
શરત શર્મા કલાગરુ, બેલગામઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ની મહામારી (Pandemic)નો સામનો કરવા માટે લૉકડાઉન 4.0 (Lockdown 4.0) લાગુ છે અને તેમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં અનેક છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગોને પણ 50 લોકોની હાજરીમાં આયોજિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. લૉકડાઉનના કારણે લગ્ન ન કરી શરતાં જોડા અને તેમના પરિવારો હવે લૉકડાઉનની ગાઇડલાઇનને અનુસરીને લગ્ન સમારોહ આયોજિત કરવામાં લાગી ગયા છે. લગ્ન સમયે સોશિયલ ડીસ્ટન્સિંગ રાખીને માસ્ક ફરજિયાત પહેરવાની સાથે જરૂરી સેનિટાઇઝેશનની તકેદારી રાખવાનું કહેવામાં આવ્યું છે. આવા સમયે વર-કન્યાને આકર્ષવા માટે કોલ્હાપુરના એક જ્વેલરે ચાંદીના ડિઝાઇનર માસ્ક (Designer Silver Mask) તૈયાર કર્યા છે અને તેની ખૂબ જ ડિમાન્ડ જોવા મળી રહી છે.

લૉકડાઉનના સમયે વર-કન્યાને આકર્ષવા માટે કોલ્હાપુરના જ્વેલર સંદીપ સરગાવોકરે આ ડિઝાઇનર માસ્ક તૈયાર કર્યા છે. લગ્નમાં વર-કન્યા માટે ડિઝાઇનર માસ્ક તૈયાર કરવા બાબતે સંદીપે જણાવ્યું કે આ માસ્કનું ઘણું આકર્ષણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે તેમના બિઝનેસમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલ આ ચાંદીના માસ્કની ખૂબ જ ડિમાન્ડ વધી ગઈ છે.


News18 સાથે વાત કરતાં સંદીપે જણાવ્યું કે, આ મહામારીના સમયમાં દરેક ધંધા પર નકારાત્મક અસર પડી છે, મારો ધંધો પણ તળીયે બેસી ગયો હતો. ત્યારે મને ચાંદીના માસ્કનો વિચાર આવ્યો અને મેં તેની ડિઝાઇન બનાવી સેમ્પલ તૈયાર કર્યા. આ ચાંદીના માસ્ક ગ્રાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે અને લોકો પોતાના પ્રિયજનોને ભેટ આપી રહ્યા છે. જેમાં વર અને કન્યા તેમાં મુખ્ય છે.

25થી 35 ગ્રામના ચાંદીના માસ્કની અંદાજિત કિંમત 2500થી 3500 રૂપિયા સુધીની છે. સારી ગુણવત્તાવાળા N-95 માસ્કનો ભાવ પણ તેની આસપાસનો જ હોય છે. સંદીપે જણાવ્યું કે જો કોઈને આ માસ્ક જોઈતા હોય તો તેમણે થોડા દિવસ અગાઉથી ઓર્ડર નોંધાવવો પડે છે તો જ તેમને સમયસર માસ્ક મળી રહે છે.
સંદીપ આ ચાંદીના માસ્કના આઈડિયાથી આકર્ષાઈને આ વિસ્તારના અન્ય જ્વેલર્સ પણ આ પ્રકારના ચાંદીના માસ્ક તૈયાર કરવા લાગ્યા છે. પરંતુ તે પૈકી કોઈએ સોના કે અન્ય મેટલના માસ્ક બનાવ્યા નથી કારણ કે તેનો ભાવ ઘણો વધી જાય અને 25થી 30 હજારની કિંમતના માસ્ક ખરીદવા કોઈ ગ્રાહક આવશે જ તેની કોઈ ગેરન્ટી પણ નથી.

આ પણ વાંચો, કોરોનાની પહેલી વેક્સીન બનાવવાનો દાવો, હ્યૂમન ટ્રાયલમાં રહી સફળ

સંદીપે જણાવ્યું કે, 2500થી 3500 રૂપિયાનો માસ્ક બહુ મોંઘો ન કહી શકાય. પરંતુ જો અમે સોનું વાપરીએ તો તેનો ભાવ ઘણો વધી જાય અને કોઈ ગ્રાહક પણ ન મળે. લોકો ચાંદીના માસ્કનો એક વાર ઉપયોગ કરે તેથી તેના પર વધુ ખર્ચ કોઈ પણ ન કરે. મારે આ માસ્ક તૈયાર કરે એક સપ્તાહ થયો છે અને મેં અત્યાર સુધીમાં 100 માસ્ક વેચ્યા છે અને રોજ નવા ઓર્ડર મળી રહ્યા છે.
કોરોના વાયરસના આ કપરા કાળમાં સંદીપની નોખી વેપાર કળાને સૌ બિરદાવી રહ્યા છે. હવે તેના ચાંદીના માસ્કની ડિમાન્ડ મહારાષ્ટ્રના બીજા જિલ્લાઓની સાથોસાથ કર્ણાટકમાં પણ વધી ગઈ છે.

આ પણ વાંચો, લૉકડાઉનમાં છૂટ મળ્યા બાદ કોરોના સાથે જોડાયેલા આ સવાલોના જવાબ જાણવા ખૂબ જરૂરી


 
First published: May 19, 2020, 2:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading