Home /News /business /અહીં FD કરાવશો તો મળશે 10%થી પણ વધારે વ્યાજ, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને અઢળક નફો
અહીં FD કરાવશો તો મળશે 10%થી પણ વધારે વ્યાજ, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને અઢળક નફો
FD પર મળી રહ્યુ છે 10%થી પણ વધારે વ્યાજ
ભારતીય ગ્રાહકો માટે Shri Ram Finance તરફથી ફ્કિસ ડિપોઝીટ પર 9.5 ટકા સુધી વ્યાજ આપવામાં આવી રહ્યુ છે. આમાં સૌથી ખાસ વાત તો એ છે કે, અન્ય બેંકોની તરફથી આ કંપનીને પણ સારી રેટિંગ મળેલી છે
નવી દિલ્હીઃ વધતી મોંઘવારીને કાબૂમાં લાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ બાદ બધી જ બેંકોએ તેમના એફડી દરોમાં વધારો કર્યો છે અને લોકોને ફ્કિસ ડિપોઝીટ પર વધારે વ્યાજ મળવાનું શરૂ થઈ ગયું છે. જ્યારે બીજી તરફ લોકોને મોંઘી લોન ભરવી પડી રહી છે અને ઈએમઆઈ હવે વધારે ભરવો પડી રહ્યો છે.
FD કરનારા લોકો શોધી રહ્યા છે યોગ્ય જગ્યા
Fixed Deposit ના વ્યાજ દરો વધારવામાં આવ્યા છે. પરંતુ મોટી પ્રાઈવેટ બેંકો અને સરકારી બેંક 7 ટકા અને 7.5 ટકા સુધી વ્યાજ પ્રદાન કરી રહી છે, આવી સ્થિતિમાં લોકો નવા પ્રાઈવેટ બેંક, NBFC, Small Finance Bank તરફ વળ્યા છે. જ્યાં 8 ટકા કે તેનાથી ઉપર વ્યાજ મળી રહ્યું છે.
ભારતીય ગ્રાહકો માટે Shri Ram Finance તરફથી ફ્કિસ ડિપોઝીટ પર 9.5 ટકા સુધી વ્યાજ આપવામાં આવી રહ્યુ છે. આમાં સૌથી ખાસ વાત તો એ છે કે, અન્ય બેંકોની તરફથી આ કંપનીને પણ સારી રેટિંગ મળેલી છે અને તેને ICRA]AA+ (Stable)” by ICRA and “IND AA+/Stable” by India Ratings and Research આપવામાં આવ્યો છે.
વિશેષ રૂપથી વરિષ્ઠ નાગરિકો માટે આ ફાઈનાન્સ કંપની 0.5 ટકા અને મહિલાઓ માટે 0.10 ટકા વ્યાજ આપી રહી છે.
જો તમે Cumulative Modeમાં FD 60 મહિના માટે કરો છો તો, તમને 10 ટકા વ્યાજ મળશે. જ્યારે Senior Citizen ને 10.5 ટકા વ્યાજ મળશે. પરંતુ આ સ્થિતિમાં તમે 60 મહિના રૂપિયા નીકાળી શકો નહિ.
જો તમે Shri Ram Financeના Cumulative modeમાં માત્ર 5 હજાર રૂપિયાની એફડી કરો છો, તો માત્ર 60 મહિનામાં જ સરળતાથી 60 મહિનામાં જ તમને 7.5 હજારની રકમ પ્રાપ્ત થશે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર