રિઝર્વ બેન્ક (RBI)એ વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2022-23 માટે સેન્ટ્રલ બેંક RBIની છેલ્લી MPC બેઠકનો નિર્ણય આવ્યો છે. RBIએ રેપો રેટમાં 25 bps (0.25 ટકા) વધારો કરવાનો નિર્ણય લીધો છે. MPC (મોનેટરી પોલિસી કમિટી)ના 6માંથી 4 સભ્યોએ રેપો રેટ વધારવાની તરફેણમાં મત આપ્યો હતો. 0.25 ટકાના વધારા બાદ હવે તે 6.50 ટકા થઈ ગયો છે. ગયા વર્ષે મે 2022 થી રેપો રેટમાં છ વખત 2.25 ટકાનો વધારો થયો છે. જેના કારણે લોન હવે વધુ મોંઘી થઇ છે. અહીં ગણતરીથી જાણો કે તમારી ઇએમઆઇ (EMI) કેટલી વધી છે.
20 વર્ષ માટે 20 લાખ રૂપિયાની લોન
ભારતીય સ્ટેટ બેંક 8.6 ટકાના દરે હોમ લોન આપી રહી છે. ધારો કે તમે 20 વર્ષ માટે 20 લાખ રૂપિયાની લોન એક જ દરે લીધી છે, તો પછી દરોમાં વધારો થયા પછી લોનના સંપૂર્ણ સમયગાળામાં ચૂકવવામાં આવેલા તમારા ઇએમઆઈ અને વ્યાજ પર કેટલી અસર થશે?
હાલના દર પર
0.25 ટકાના વધારો
વધારો
ઇએમઆઇ (રૂ.)
17483
17804
319
કુલ વ્યાજ (રૂ.)
21.95 લાખ
22.72 લાખ
7700
50 લાખની લોન 20 વર્ષ માટે
જો તમે એસબીઆઇમાંથી આ દર પર 50 લાખ રૂપિયાની લોન 20 વર્ષ માટે લેશો તો દરોમાં 0.25 ટકાનો વધારો તમારા ખિસ્સા પર અસર કરશે.
હાલના દર પર
0.25 ટકાનો વધારો
વધારો
ઇએમઆઇ (રૂ.)
43708
44505
797
કુલ વ્યાજ (રૂ.)
54.89 લાખ
56.81 લાખ
1.92 લાખ
ઊંચા દરે લોન
જો તમે પહેલાથી જ ઊંચા દરે લોન લીધી છે, તો નવા દરોમાં વધારાની અસર જાણવા માટે, ચાલો જોઈએ કે 10 ટકાના દરે લોનમાં 0.25 ટકાનો વધારો 20 વર્ષ માટે 50 લાખ રૂપિયાની લોનને કેવી રીતે અસર કરશે.