ખુશખબર! લૉકડાઉનમાં સમયસર EMI ચૂકવનાર લોનધારકોના ખાતામાં દિવાળી પહેલા જમા થશે રકમ, સરકારે આપી જાણકારી

News18 Gujarati
Updated: October 26, 2020, 3:25 PM IST
ખુશખબર! લૉકડાઉનમાં સમયસર EMI ચૂકવનાર લોનધારકોના ખાતામાં દિવાળી પહેલા જમા થશે રકમ, સરકારે આપી જાણકારી
સરકાર દિવાળી પહેલા લાભ આપશે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javdekar) જણાવ્યું કે, જે લોકોએ સમયસર EMI ચૂકવ્યા છે તેમને વ્યાજ પર વ્યાજના પ્રમાણમાં કેશબેક મળશે. જો લોકો EMI સમયસર નથી ચૂકવી શક્યા તેમનું વ્યાજ પરનું વ્યાજ સરકાર ચૂકવશે.

  • Share this:
નવી દિલ્હી: શું તમે પણ લૉકડાઉન દરમિયાન લોન મોરેટોરિયમ (Loan moratorium)ની સુવિધાનો ફાયદો નથી લીધો અને તમામ હપ્તા (EMI) સમયસર ચૂકવ્યા છે? જો હા, તો સરકાર દિવાળી (Diwali 2020) પહેલા તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે. લૉકડાઉન (Lockdown)માં સમયસર લોનના હપ્તા ચૂકવાનાર ગ્રાહકોને કેન્દ્ર સરકાર તરફથી આ ઑફર આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે લૉકડાઉન દરમિયાન લોનના વ્યાજ પર વ્યાજ અંગે પૂરતી માહિતી આપતા આ વાત કરી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javdekar) જણાવ્યું કે, જે લોકોએ સમયસર EMI ચૂકવ્યા છે તેમને વ્યાજ પર વ્યાજના પ્રમાણમાં કેશબેક મળશે. જો લોકો EMI સમયસર નથી ચૂકવી શક્યા તેમનું વ્યાજ પરનું વ્યાજ સરકાર ચૂકવશે.

કયા લોકોને કેશબેક મળશે?

સરકારે કહ્યુ છે કે લોન લેનાર જે લોકોએ લોન મોરેટોરિયમ સુવિધાનો ફાયદો નથી લીધો અને સમયસર પોતાના લોનના હપ્તા ભર્યાં છે તેમને કેશબેક મળશે. આવા લોનધારકોને છ મહિનાના સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેના તફાવતનો લાભ મળશે.

પ્રકાશ જાવડેકરનું ટ્વીટ

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું કે, જેમણે સમયસર CMI ભર્યો છે, તેમને વ્યાજ પર વ્યાજના હિસાબથી કેશબેક મળશે. આ ઉપરાંત જે લોકો EMI નથી ભરી શક્યા તેમનું વ્યાજ પરનું વ્યાજ સરકાર ભરશે.

આ પણ વાંચો: કોરોના ઇફેક્ટ: અમદાવાદ હીરાના કારખાનાઓમાં દિવાળી વેકેશન 22ની જગ્યાએ 7 દિવસ કરાયુંતમામ લોન ધારકોને મળશે ફાયદો

આ યોજના અંતર્ગત હોમ લોન, એજ્યુકેશન લોન, ક્રેડિટ કાર્ડ પર બાકી રકમ, વ્હીકલ લોન, MSME લોન, કંઝ્યૂમર ડ્યૂરેબલ લોન ધારકોને લાભ મળશે.

RBIએ છ મહિના સુધી લોન મોરેટોરિયમની સુવિધા આપી હતી

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી દરમિયાન RBIએ પોતાના ગ્રાહકોને છ મહિના સુધી લોનનો હપ્તો નહીં ભરવાની સુવિધા આપી હતી. મહામારી દરમિયાન જે લોકો EMI ભરી શક્યા ન હતા તેમણે આનો લાભ લીધો હતો.

31 ઓગસ્ટ સુધી સુવિધા મળી

બેંકોએ પહેલી માર્ચ, 2020થી લઈને 31મી ઓગસ્ટ, 2020 સુધી આ સુવિધા આપી હતી. આ સમયગાળા દરમિયાન વ્યાજ પરના વ્યાજનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જે બાદમાં સરકારે જાહેરાત કરી હતી કે ગ્રાહકોએ વ્યાજ પરનું વ્યાજ નહીં ભરવું પડે. આનાથી સરકારી તિજોરી પર 7,000 કરોડનો બોઝ પડશે.

આ પણ જુઓ-

વ્યાજ પર વ્યાજમાં છૂટ મળશે

ઉલ્લેખનીય છે કે સરકારે બે કરોડ રૂપિયા સુધીની લોન લેનાર ગ્રાહકોને લોન મોરેટોરિયમની સુવિધાનો ફાયદો આપ્યો છે. સરકાર પ્રમાણે છ મહિનાના લોન મોરેટોરિયમના સમયમાં બે કરોડ રૂપિયા સુધીની લોન પર વ્યાજ પરના વ્યાજની છૂટ આપવામાં આવશે.
Published by: Vinod Zankhaliya
First published: October 26, 2020, 3:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading