Loan Moratorium: દિવાળી પર સરકાર સામાન્ય લોકોને આપશે ખાસ ભેટ! ખાસ લોન પર વ્યાજ માફ કરવા માટે તૈયાર

Loan Moratorium: દિવાળી પર સરકાર સામાન્ય લોકોને આપશે ખાસ ભેટ! ખાસ લોન પર વ્યાજ માફ કરવા માટે તૈયાર
દિવાળી પર સરકાર સામાન્ય લોકોને આપશે ખાસ ભેટ! ખાસ લોન પર વ્યાજ માફ કરવા માટે તૈયાર

સૂત્રોએ જણાવ્યું કે CCEAની બેઠકમાં આજે લોન પર વ્યાજ માફીની મંજૂરી મળી ગઈ છે

  • Share this:
    લક્ષ્મણ રોય, નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ મિટિંગ અને ઇકોનોમિક અફેયર્સની (CCEA- Cabinet Committee on Economic Affairs)બેઠકમાં આજે મોટો નિર્ણય થયો છે. CNBC આવાજને સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે ખાસ લોન પર વ્યાજ માફીને લઈને સહમતિ બની ગઈ છે. જોકે સૂત્રો બતાવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર હાલ તેની જાહેરાત કરશે નહીં. કારણ કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં લંબિત છે. તમને જણાવી દઈએ કે લોન મોરેટોરિયમ (Loan Moratorium)દ્વારા તમે પોતાની ઇએમઆઈ કેટલાક સમય માટે રોકી શકો છો. કોરોનો મહામારી દરમિયાન જ્યારે મોટી સંખ્યામાં લોકો આર્થિક સંકટમાં ફસાયા હતા ત્યારે રિઝર્વ બેંક (RBI)તરફથી લોન મોરેટોરિયમની રજુઆત કરી હતી. લોકોએ માર્ચથી ઓગસ્ટ સુધી મોરેટોરિયમ યોજનાનો એટલે કે ઇએમઆઈ ટાળવાની છૂટનો લાભ લીધો હતો. જોકે તેમની ફરિયાદ હતી કે બેંક બાકી રકમ પર વધારાનું વ્યાજ એટલે કે વ્યાજ પર વ્યાજ લગાવે છે. આ પછી મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.

    હવે શું થયું? સૂત્રોએ જણાવ્યું કે સીસીઈએની બેઠકમાં આજે લોન પર વ્યાજ માફીની મંજૂરી મળી ગઈ છે. જોકે બેઠકમાં ખાસ લોન પર જ વ્યાજ માફીની મંજૂરી મળી છે. જેનો ફાયદો 2 કરોડ રૂપિયા સુધી લોન લેનાર લોકોને મળશે.





    પ્રસ્તાવ પ્રમાણે ખાસ લોન પર વ્યાજનું વ્યાજ માફ કરવામાં આવશે. સરકાર વ્યાજ પર વ્યાજનું Ex gratia Payment કરશે. 2 કરોડ રૂપિયા સુધીની લોનના EMIના વ્યાજનું વ્યાજ માફ કરવાનો પ્રસ્તાવ છે.

    આ પણ વાંચો - પ્રાઇવેટ નોકરી કરનારા માટે મોટા સમાચાર, દિવાળી પહેલા સરકાર કરી શકે છે નવી સ્કીમની જાહેરાત

    14 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે વ્યાજ પર વ્યાજ માફી સ્કીમને જલ્દીથી જલ્દી લાગુ કરવી જોઈએ. આ માટે કેન્દ્ર સરકારને એક મહિનાનો સમય કેમ જોઈએ છે. 2 નવેમ્બર સુધી સ્કીમ પર સર્કુલર જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:October 21, 2020, 15:36 pm

    ટૉપ ન્યૂઝ