Loan Moratorium: લોન પર વ્યાજની છૂટ અંગે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, તમારા એકાઉન્ટમાં પરત આવશે તફાવતની રકમ

News18 Gujarati
Updated: October 24, 2020, 10:10 AM IST
Loan Moratorium: લોન પર વ્યાજની છૂટ અંગે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, તમારા એકાઉન્ટમાં પરત આવશે તફાવતની રકમ
પ્રતિકાત્મક તસવીર

આ લાભ પહેલી માર્ચ, 2020થી 31 ઓગસ્ટ, 2020 માટે રહેશે. જે પ્રમાણે જે લોન ધારકો પર 29 ફેબ્રુઆરી સુધી બે કરોડથી વધારે ઋણ નથી, તેઓ આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય ગણાશે.

  • Share this:
નવી દિલ્હી: નાણા મંત્રાલયે (Ministry of Finance) લોન મોરેટોરિયમ સાથે જોડાયેલા વ્યાજમાં છૂટ આપવા અંગે ગાઇડલાઇન જાહેર કરી છે. કોવિડ 19ના સંક્ટને કારણે ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) તરફથી લોન લેનાર લોકોને હપ્તા ચૂકવવામાં સમય આપવામાં આવ્યો હતો. આ માટે મોરેટોરિયમની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, લોન મોરેટોરિયમ (Loan Moratorium) સમયગાળો પૂર્ણ થયા બાદ બેંકોને મોરેટોરિયમ સમયગાળા દરમિયાનનું વ્યાજ મૂળ રકમમાં જોડી દીધું હતું. જે બાદમાં ગ્રાહકોએ વ્યાજ પર વ્યાજ ચૂકવવું પડી રહ્યું છે. સરકારની જાહેરાત પ્રમાણે બે કરોડ રૂપિયા સુધીની લોન માટે છ મહિના સુધીની આપવામાં આવેલી છૂટ પર વ્યાજ પરના વ્યાજ અને સામાન્ય વ્યાજ પરનો તફાવત સરકાર ભોગવશે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બે કરોડ રૂપિયા સુધીની લોન પર વ્યાજના વ્યાજ પર આપવામાં આવેલી છૂટનો લાભ ગ્રાહકોને ઝડપથી આપવાનો આદેશ આપ્યો હતો. જે બાદમાં સરકારે આ માટે નિર્દેશ બહાર પાડ્યા છે.

સમયગાળો શું રહેશે?

નાણકીય સેવા વિભાગ (Department of Financial Services) તરફથી જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશ પ્રમાણે લોન ધારકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ લાભ પહેલી માર્ચ, 2020થી 31 ઓગસ્ટ, 2020 માટે રહેશે. જે પ્રમાણે જે લોન ધારકો પર 29 ફેબ્રુઆરી સુધી બે કરોડથી વધારે ઋણ નથી, તેઓ આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય ગણાશે.

આ લોન પર મળશે લાભ

હોમ લોન, શિક્ષણ લોન, ક્રેડિટ કાર્ડ પર બાકીની રકમ, વાહન લોન, MSME વગેરે માટે લેવામાં આવેલી લોનને વ્યાજ પર વ્યાજના છૂટનો લાભ મળશે.લોન એકાઉન્ટરમાં પૈસા પરત આવશે

જાહેર કરવામાં આવેલા નિર્દેશ પ્રમાણે બેંકો આ માટે યોગ્ય લોન ધારકોના ખાતમાં સામાન્ય વ્યાજ અને વ્યાજ પરના વ્યાજની રકમ વચ્ચેનો તફાવત હશે એટલી રકમ તેમના લોન ખાતામાં જ જમા કરશે. આ યોજનાનો લાભ એ તમામ લોન ધારકોને મળશે જેમણે આરબીઆઈ તરફથી 27મી માર્ચ, 2020ના રોજ જાહેર કરેલી લોન મોરેટોરિયમ સ્કિમનો આંશિક કે પૂર્ણ લાભ લીધો હતો.

આ પણ જુઓ-

નાણાકીય સંસ્થાઓ લોન ધારકોના ખાતામાં પૈસા જમા કરાવીને ચૂકવણી માટે કેન્દ્ર સરકાર સમક્ષ દાવો કરશે. સૂત્રો પ્રમાણે આ યોજનાને કારણે સરકારની તિજોરી પર આશરે 6,500 કરોડ રૂપિયાનો વધારાનો ભાર પડશે.
Published by: Vinod Zankhaliya
First published: October 24, 2020, 9:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading