Relianceએ લોન્ચ કરી JioFiber બ્રોડબેન્ડ સર્વિસ, 699 રુપિયાથી શરુ થશે પ્લાન

News18 Gujarati
Updated: September 5, 2019, 9:32 PM IST
Relianceએ લોન્ચ કરી JioFiber બ્રોડબેન્ડ સર્વિસ, 699 રુપિયાથી શરુ થશે પ્લાન
Live Updates: Relianceએ લોન્ચ કરી JioFiber બ્રોડબેન્ડ સર્વિસ

જિયો ફાઇબર સેવા પ્રમાણે ગ્રાહકોને સૌથી ઓછો 699 રુપિયાનો પ્લાન મળશે

  • Share this:
Relianceએ પોતાની જિયો ફાઇબર સર્વિસ લોન્ચ કરી દીધી છે. જિયો ફાયબર લોન્ચ કરવાની જાહેરાત 12 ઓગસ્ટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એન્યુલ જનરલ મીટિંગ (એજીએમ)માં કરવામાં આવી હતી. જિયો ફાઇબરનું કનેક્શન મેળવવા માટે તમારે પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

મોબાઇલ ડેટા નેટવર્કે જિયો ફાઇબર લોન્ચની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સર્વિસ દેશના 1600 શહેરોમાં લોન્ચ કરવાની યોજના છે. હાલ ભારતમાં એવરેજ ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ સર્વિસ 25Mbps છે. અમેરિકા જે વિકસિત અર્થવ્યવસ્થા છે ત્યાં પણ 90Mbps છે. જોકે જિયો ફાઇબર સો ટકા ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ છે જે 100Mbpsથી શરુ થઈને 1 Gbps સુધી જશે.

આટલું જ નહીં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જિયો ફાઇબર વાળા ગ્રાહકો માટે વેલકમ ઓફર પ્રમાણે ઘણી જાહેરાત કરી છે. જિયો ફાઇબર સેવા પ્રમાણે ગ્રાહકોને સૌથી ઓછો 699 રુપિયાનો પ્લાન મળશે. જ્યારે સૌથી વધારે 8499 રુપિયાનો પ્લાન છે. 699 રુપિયાના પ્લાનમાં 100 Mbpsની સ્પીડ મળશે. જેમાં 100 જીબી ડેટા સાથે 5 જીબી વધારાના ડેટા મળશે. આ સિવાય ભારતમાં ક્યાંય પણ ફ્રી વોઇસ કોલિંગની સુવિધા મળશે. ટીવી વીડિયો કોલિંગ કોન્ફ્રેસિંગ (1200 રુપિયા પ્રતિ વર્ષ) પર મળશે.

આ પણ વાંચો - FREE કોલિંગ અને 1 GBPS ઇન્ટરનેટ સ્પીડ, Jio ફાઇબરમાં છે આવા પ્લાન

- જો તમારા મગજમાં એ વાત ચાલી રહી છે કે મંથલી જિયો ફાઇબર ડેટા પ્લાન ખતમ થવા પર શું થશે? તો અમે તમને જણાવી દઈએ કે મહીનો પુરો થયા પહેલા તમારો જિયો ફાઇબર ડેટા ખતમ થઈ જાય તો તમે વધારાનો 40GB ડેટાનો બૂસ્ટર પ્લાન રિચાર્જ કરી શકો છો.

- જો પાયલોટ પ્રોગ્રામ પ્રમાણે તમે જિયો ફાઇબરનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે અલગથી રજિસ્ટ્રેશન કરાવવાની જરુર રહેશે નહીં.
Loading...

JIOFIBER સર્વિસ સાથે જોડાયેલી સેવાઓ

1. અલ્ટ્રા હાઇ સ્પીડ બ્રોડબેન્ડ (1 જીબીપીએસ સુધી)
2. મફત ઘરેલું વોઇસ કોલિંગ, કોન્ફ્રેંસિંગ અને ઇન્ટરનેશનલ કોલિંગ
3. ટીવી વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ
4. એન્ટરટેઇનમેન્ટ ઓટીટી એપ્સ
5. ગેમિંગ
6. હોમ નેટવર્કિંગ
7. ડિવાઇસ સિક્યોરિટી
8. વર્ચુઅલ રિયાલિટીનો અનુભવ
9. પ્રીમિયમ કન્ટેટ પ્લેટફોર્મ

- જિયો દ્વારા કરેલી ઘોષણા મતે જિયો ફાઇબર સાથે જિયો 4K સેટ ટોપ બોક્સ મળશે. જે ફક્ત તમારા પારંપિરક ટ્રેડિશનલ કેબલનું કામ નહીં કરે પણ તેમાં તમને વીડિયો કોન્ફ્રેંસિંગ, એપ્સનો એક્સેસ, ઓનલાઇન ગેમિંગ વગેરે ફિચર મળશે.
First published: September 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...