લૉકડાઉનઃ RBI ગવર્નરે વ્યાજ દરોમાં 0.75%નો ઘટાડો કર્યો, ઓછી થશે આપની EMI

રેપો રેટમાં ઘટાડાનો ફાયદો હોમ, કાર કે અન્ય પ્રકારની લોન સહિત અનેક પ્રકારની ઈએમઆઈ ભરનારા કરોડો લોકોને મળવાની આશા છે

રેપો રેટમાં ઘટાડાનો ફાયદો હોમ, કાર કે અન્ય પ્રકારની લોન સહિત અનેક પ્રકારની ઈએમઆઈ ભરનારા કરોડો લોકોને મળવાની આશા છે

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) ના કારણે દેશમાં 21 દિવસનું લૉકડાઉન (Nationwide Lockdown) છે. એવામાં અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે. લોકોને રાહત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત મોટી જાહેરાતો કરી રહ્યા છે. બીજી તરફ આજે રિઝર્વ બેંકે (RBI) અપેક્ષા મુજબ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. રેપો રેટના આ ઘટાડો આરબીઆઈ ઈતિહાસનો સૌથી મોટી ઘટાડો છે.

  રેપો રેટમાં ઘટાડાનો ફાયદો હોમ, કાર કે અન્ય પ્રકારની લોન સહિત અનેક પ્રકારની ઈએમઆઈ ભરનારા કરોડો લોકોને મળવાની આશા છે.


  આ પણ વાંચો, કોરોના સંકટ વચ્ચે SBIએ કરી મોટી જાહેરાત, ઘરે બેઠા હવે ફોન પર મળશે આ જરૂરી સુવિધાઓ

  રિઝર્વ બેંકે આશા મુજબ રેપો રેટમાં 75 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ રેપો રેટ 5.15થી ઘટીને 4.45 ટકા પર આવી ગયો છે. નોંધનીય છે કે, ગત બે સમીક્ષા બેઠકમાં આરબીઆઈએ રેપો રેટને લઈને કોઈ નિર્ણય નહોતો લીધો. તેની સાથે જ આરબીઆઈએ રિવર્સ રેપો રેટમાં પણ 90 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરતાં 4 ટકા કરી દીધો છે.

  આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે, કોરોના વાયરસના કારણે કેશ ફ્લોમાં આવેલા પડકારનો સામનો કરવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. કેશ રિજર્વ રેશિયો માં 100 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરીને 3 ટકા કરી દેવામાં આવ્યો છે. તે એક વર્ષની અવધિ માટે કરવામાં આવ્યો છે.

  આ પણ વાંચો, નોટોથી ફેલાઈ શકે છે કોરોના! સરકારની સલાહ, લોકો ડિજિટલ લેવડ-દેવડ કરે


  Published by:Mrunal Bhojak
  First published: