નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકારી કંપનીઓ માટે નવી પોલિસી આવશે

રાહત પેકેજના છેલ્લા હપ્તાની જાહેરાત કરતાં નાણા મંત્રીએ કહ્યું કે, સરકાર ગરીબોની આર્થિક મદદ કરી રહી છે

રાહત પેકેજના છેલ્લા હપ્તાની જાહેરાત કરતાં નાણા મંત્રીએ કહ્યું કે, સરકાર ગરીબોની આર્થિક મદદ કરી રહી છે

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister of India Narendra Modi) દ્વારા 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની વિસ્તૃત જાણકારી આપવા માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) ફરી પ્રેસ કોન્ફરન્સ કરી. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, લેન્ડ, લેબર, લિક્વિડિટી અને લો પર ફોકસ રહેશે. દેશમાં જરૂરિયાતમંદો સુધી અનાજ પહોચાડાયું. નાણા મંત્રીએ મોટી જાહેરાત કરતાં કહ્યું કે, મનરેાગ હેઠળ સરકાર 40000 કરોડ રૂપિયા વધારાન ફાળવશે. તેનાથી લગભગ 300 કરોડ પર્સનલ ડેઝ જનરેટ કરવામાં મદદ મળશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે વધુમાં કહ્યું કે, સરકારી કંપનીઓ માટે નવી પોલિસી આવશે.

  રાહત પેકેજના છેલ્લા હપ્તામાં શું છે ખાસ?

  નાણા મંત્રીએ કહ્યું કે, MGNREGAમાં વધુ 40,000 કરોડ રૂપિયા આપીશું. શિક્ષામાં ડિજીટલ સુવિધાઓનો વ્યાપ વધારીશું. ઓનલાઈન ક્લાસ માટે 12 નવી ચેનલો શરૂ થશે. E-Class તાત્કાલિક શરૂઆત કરવામાં આવ્યા છે. HRD મંત્રાલયે લાઇવ ક્લાસની વ્યવસ્થા ઊભી કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ટેકનીક દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ક્લાસ માટે 12 નવી ચેનલ શરૂ થશે. ઈ-સંજીવની ટેલી કન્સ્લટન્સીની શરૂઆત કરવામાં આવી છે.  લગભગ 30 કરોડ લોકોના ખાતામાં નાણા પહોંચાડ્યા

  નાણા મંત્રીએ કહ્યું કે, ગરીબોને આર્થિક મદદ કરવામાં આવી રહી છે. જનધનના 20 કરોડ લોકોનાં ખાતામાં નાણા મોકલ્યા છે. 8.91 કરોડ ખેડૂતોના ખાતામાં બે-બે હજાર રૂપિયા મોકલ્યા છે. કન્સ્ટ્રક્શન શ્રમિકોને 50.35 કરોડ રૂપિયાની મદદ કરી. મહિલાઓના ખાતામાં 10 હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યા. 12 લાખથી વધુ EPFO ખાતાધારકોને લાભ થયો છે.

  નિર્મલા સીતારમણે કહેલા મહત્વના મુદ્દા

  - મહિલાઓના ખાતામાં `10,000 કરોડ જમા કરાવ્યા
  - રાજ્યોને રેલવે ચલાવવાની અપીલ કરાઈ
  - જનધનના 20 કરોડ ખાતાધારકોને પૈસા મોકલાયા
  - 8.91 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલાયા
  - ઉજ્જવલા યોજનામાં ગરીબોને મફતમાં સિલિંડર
  - બિલ્ડિંગ અને કન્સટ્રક્શન વર્કરને મદદ અપાશે
  - સંકટ-મહામારી વચ્ચે ભારત આગળ આવશે
  - PM ગરીબ કલ્યાણ પેકેજના પૈસા મોકલાયા
  - આગામી 3 મહિના સુધી પૂરતું અનાજ ઉપલબ્ધ કરાવીશું
  - વૈશ્વિક પડકારથી લડવાની ક્ષમતા લાવીશું
  - આત્મનિર્ભર ભારત આજના સમયની જરૂરિયાત છે
  - ટેકનિક દ્વારા પૈસા તરત જરૂરિયાતમંદોને આપ્યા

  નોંધનીય છે કે નાણા મંત્રી અત્યાર સુધી આ પેકેજના ચાર ચરણોની જાહેરાત કરી ચૂક્યા છે. શનિવારે જાહેર કરતાં ચોથા ચરણના રાહત પેકેજમાં એવિએશન સહિત અનેક સેક્ટર્સ માટે જાહેરાત કરવામાં આવી હતી.

  શનિવારે જાહેર થયો ચોથો હપ્તો – સ્પેસના ક્ષેત્રમાં ભારતે છેલ્લા અનેક વર્ષમાં સારું કામ કર્યું છે. ખાનગી ક્ષેત્રને ભાગીદારીની તક આપવામાં અવશે. ખાનગી સેક્ટર ઇસરોની સુવિધાઓ લઈ શકશે. નવા ગ્રહોની શોધ કે અંતરિક્ષ યાત્રામાં ખાનગી ક્ષેત્ર વધીને આગળ આવશે, આ આપણો પ્રયાસ રહેશે. 30 ટકા કેન્દ્ર અને 30 ટકા રાજ્ય સરકારો વાયબિલિટી ગેપ ફન્ડિંગમાં આપશે. પરંતુ બાકી ક્ષેત્રમાં 20-20 ટકા જ રહેશે. તેના માટે લગભગ 8100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે.

  પાવર સેક્ટરમાં કેટલાક ફેરફાર થશે. વપરાશકર્તાઓને તેના અધિકાર, પર્યાપ્ત વીજળી હશે, વીજળી કંપનીઓનું નુકસાન વપરાશકર્તાઓને નહીં સહન કરવો પડે. વીજળી ઉત્પાદનને વધારવામાં આવશે. પાવર જનરેશન કંપનીઓમાં પ્રતિસ્પર્ધા વધશે. તેની પસંદગી પણ તે જ આધાર પર હશે, જેનાથી સારી સુવિધાઓ આપી શકે. યૂનિયન ટેરેટરીમાં પાવર ડિસ્કોમનું ખાનગીકરણ પહેલા થશે. જણાવ્યા વગર વીજળી કપાઈ જાય છે તો કંપની પર દંડ લાગશે.

  આ પણ વાંચો, કોરોના વોરિયર્સને રિલાયન્સની સલામ, નીતા અંબાણીએ કહ્યું, ‘આપણે સાથે મળી લડાઈ જીતીશું’

  આ પણ વાંચો, 161 દેશોના GDPથી ઘણું મોટું છે ભારતનું કોરોના બચાવનું આર્થિક રાહત પેકેજ
  Published by:Mrunal Bhojak
  First published: