હવે 40 લાખ સુધીનું ટર્નઓવરને GSTના દાયરામાંથી મુક્તિઃ અરુણ જેટલી

હવે 40 લાખ સુધીનું ટર્નઓવરને GSTના દાયરામાંથી મુક્તિઃ અરુણ જેટલી
બેઠકમાં અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ-મકાનો પર GST દર ઘટાડીને 5 ટકા કરવાનો વિચાર થઈ શકે છે

બેઠકમાં અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ-મકાનો પર GST દર ઘટાડીને 5 ટકા કરવાનો વિચાર થઈ શકે છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: નાના વેપારીઓને મોટી રાહત મળી છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં GST રજિસ્ટ્રેશનનો દાયરો વધારવા પર સહમતિ સધાઈ ગઈ છે. હવે 40 લાખ રૂપિયા સુધી વાર્ષિક ટર્નઓવર પર રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે. આપને જણાવી દઈએ કે આ પહેલા ગયા સપ્તાહે જીએસટી પર મંત્રીઓની એક સમિતિએ રજિસ્ટ્રેશન માટે વાર્ષિક ટર્નઓવરની મર્યાદા વધારવાની સહમતિ દર્શાવી હતી.

  જીએસટી કાઉન્સિલે કંપોજિશન સ્કીમની મર્યાદા વધારવાની ઔપચારિક મંજૂરી આપી. કંપોઝિશન સ્કીમની મર્યાદા 1.5 કરોડ રૂપિયા કરવાની મંજૂરી મળી, સ્કીમ પર ફેરફાર 1 એપ્રિલ 2019થી લાગુ થશે.  પહેલા 20 લાખ સુધીના ટર્ન ઓવરને જીએસટીમાંથી મુક્તિ હતી. નોર્થ-ઇસ્ટ અને હિલ સ્ટેશનમાં આ મર્યાદા 10 લાખ હતી. જૂનું સ્ટ્રક્ચર ચાલુ જ રહેશે. જેમાં બે પ્રકારની મુક્તિ રહેશે. નવો સ્લેબ 40 લાખ રહેશે. નોર્થ-ઇસ્ટ અને હિલ સ્ટેટ માટે આ મર્યાદા 20 લાખ રહેશે. 20 લાખની મર્યાદા વાળા રાજ્યને એવો વિકલ્પ અપાશે કે તેઓ આ મર્યાદા 40 લાખ કરવા માંગતા હોય તો કરી શકશે.

  બેઠકમાં લેવાયા મોટા નિર્ણય

  જીએસટી રજિસ્ટ્રેશનનો દાયરો વધારવાની સહમતિ બની. હવે રુ. 40 લાખ વાર્ષિક ટર્નઓવર પર રજિસ્ટ્રેશન કરાવવું નહીં પડે. હાલ 20 લાખ રૂપિયા સુધીના બિઝનેસવાળા માટે જીએસટીમાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી નથી. આપને જણાવી દઈએ કે નાણા રાજ્યમંત્રી શિવપ્રતાપ શુક્લની અધ્યક્ષતામાં ગયા સપ્તાહે મળેલી સમિતિની બેઠકમાં તેની મંજૂરી મળી ગઈ હતી.

   આ પહેલા જીએસટી કાઉન્સિલે 22 ડિસેમ્બરે પોતાની અગાઉની બેઠકમાં 28 ટકા ટેક્સ સ્લેબને વધુ તર્કસંગત બનાવતા 26 વસ્તુઓ તથા સેવાઓ પર ટેક્સના દર ઓછા કરી દીધા હતા. નાણા મંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતાવાળી જીએસટી પરિષદની આ 32મી બેઠક છે. જીએસટી કાઉન્સિલમાં રાજ્યના નાણા મંત્રી સામેલ છે.

  આ પણ વાંચો, હવે NPSમાંથી ત્રણ વખત રકમ ઉપાડી શકાશે, જાણો કેમ મળી આવી સુવિધા

   
  Published by:News18 Gujarati
  First published:January 10, 2019, 11:16 IST

  ટૉપ ન્યૂઝ