Home /News /business /

Tigor iCNG and Tiago iCNG Launch: ટાટા મોટર્સે ટિયાગો અને ટિગોરના CNG વર્ઝન કર્યાં લોંચ, કિંમત રૂ. 6,09,900થી શરૂ

Tigor iCNG and Tiago iCNG Launch: ટાટા મોટર્સે ટિયાગો અને ટિગોરના CNG વર્ઝન કર્યાં લોંચ, કિંમત રૂ. 6,09,900થી શરૂ

ટાટા ટિગોર સીએનજી

Tata Tigor CNG and Tata Tiago CNG launch: ટાટા મોટર્સે અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને લખ્યું છે કે ટિયાગો આઈસીએનજી અને ટિગોર આઈસીએનજી કારને આવતીકાલે લોંચ કરવામાં આવશે. આ ઇવેન્ટ ભારતીય સમય પ્રમાણે 11:30 વાગ્યે શરૂ થશે.

    નવી દિલ્હી: જેની રાહ જોવામાં આવી રહી હતી તે ઘડી આવી ચૂકી છે. ટાટા મોટર્સ (Tata Motors) પોતાની બે કારના સીએનજી વર્ઝન (Tata Motors CNG series) લોંચ કર્યાં છે. પહેલા એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે ટાટા મોટર્સ ફક્ત ટિયાગો (Tata Tiago Car) કારનું સીએનજી વર્ઝન લોંચ કરશે. પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ટાટા મોટર્સ ટાટા ટિયાગો (Tata Tiago iCNG) અને ટાટા ટિગોર (Tata Tigor iCNG) બંને કારના સીએનજી વર્ઝન લોંચ કરી રહી છે.

    ટાટાએ વિકસિત કરી iCNG ટેક્નોલોજી

    ટાટાએ બંને કાર માટે iCNG ટેક્નોલોજી વિકસિત કરી છે. ટાટાનો દાવો છે કે સીએનજી વર્ઝનમાં સુરક્ષા સાથે કોઈ જ બાંધછોડ કરવામાં આવી નથી. સીએનજી કાર લોંચ કરતા ટાટા મોટર્સે જણાવ્યું હતું કે, અમારા માટે યૂઝર્સની સુરક્ષા પ્રથમ નંબર પર છે. આ સાથે જ કંપનીએ દાવો કર્યો છે કે iCNG કારમાં સુરક્ષા ઉપરાંત કારના પર્ફોર્મન્સ સાથે પણ કોઈ બાંધછોડ કરવામાં આવી નથી.

    કારના ફીચર્સ:

    - ટિગોર સીએનજી અને ટિયાગો સીએનજી કારને સીધી સીએનજી ફ્યૂઅલ પર સ્ટાર્ટ કરી શકાશે.
    - કારને એક ફ્યૂઅલમાંથી બીજા ફ્યૂઅલમાં શિફ્ટ કરવાની જરૂર નહીં પડે.
    - કારમાં કેટલું ફ્યૂઅલ છે તેની માહિતી રિયલ ટાઇમ મળી શકશે.
    - ટાટા ટિયાગો અને ટિગોર iCNG કાર એક એક નવા કલર સાથે કુલ પાંચ-પાંચ કલરમાં આવશે.
    - ટાટા Tiago iCNG કુલ ચાર વેરિઅન્ટમાં આવશે. જેમાં XE, XM, XT અનં XZ+ મૉડલનો સમાવેશ થાય છે.
    -ટાટા Tigor iCNG કુલ બે વેરિઅન્ટમાં આવશે. જેમાં XZ અને XZ+ મૉડલનો સમાવેશ થાય છે.

    બંને કારની કિંમત:

    ટાટા ટિગાયો iCNG :

    1) XE - Rs 6,09,900
    2) XM- Rs 6,39,900
    3) XT- Rs 6,69,900
    4) XZ+- Rs 7,52,900

    ટાટા ટિગોર iCNG :

    1) XZ - Rs 7,69,900
    2) XZ+ - Rs 8,29,900



    ટાટા મોટર્સ પહેલા મારુતિ સુઝુકીની નવી સેલેરિયોનું CNG મૉડલ લૉંચ

    ટાટા મોટર્સ પહેલા દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki)એ સુખદ સમાચાર આપ્યા છે. મારુતિ સુઝુકીએ સોમવારે પોતાની અપડેટેડ સેલેરિયો (Celerio) કારનું સીએનજી વર્ઝન લોંચ કર્યું છે. નવી સેલેરિયો ગત વર્ષે નવેમ્બર મહિનામાં લોંચ કરવામાં આવી હતી. મારુતિ સુઝુકીની નવી સેલેરિયોને ભારતમાં હાલ સૌથી વધારે માઇલેજ આપતી કાર કહેવામાં આવે છે. પેટ્રોલમાં પણ શાનદાર માઇલેજ આપતી સેલેરિયોને હવે સીએનજી વર્ઝનમાં લોંચ કરવામાં આવતા આ કારની ખરીદી કરવા માંગતા લોકો માટે સોના સાથે સુગંધ ભળી હોવા જેવું થયું છે. મારુતિએ દાવો કર્યો છે કે છેલ્લા પાંચ વર્ષમાં કંપનીના સીએનજી વાહનોના વેચાણમાં 22 ટકાનો વધારો થયો છે. મારુતિ સુઝુકી દેશમાં ફેક્ટરી ફિટેડ સીએનજી કાર રજૂ કરવાના કેસમાં સૌથી આગળ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CNG, Tata motors, કાર

    આગામી સમાચાર