વિજય માલ્યાએ સરકારને ફરી કરી અપીલ - મારી વિનંતી માનો, બધું દેવું પાછું લઇ લો

News18 Gujarati
Updated: May 14, 2020, 11:57 AM IST
વિજય માલ્યાએ સરકારને ફરી કરી અપીલ - મારી વિનંતી માનો, બધું દેવું પાછું લઇ લો
દેશભરની અનેક બેંકોથી પૈસા લઇને ભાગી ચૂકેલા દારૂના વેપારી વિજય માલ્યા (Vijay Mallya)ને ભારત પાછો લાવવામાં આવશે. માલ્યા વિરુદ્ધ મુંબઇમાં કેસ દાખલ હોવાથી તેની તપાસ હવે અહીં થશે. વિજય માલ્યા ભારત પરત લાવવા પર ભારતની આર્થિક રાજધાની તેવી મુંબઇમાં પણ ગતિવિધિ તેજ કરવામાં આવી છે. જાણકારી મુજબ માલ્યાને મુંબઇની આર્થર રોડ જેલ (Arther Road Jail)ના બેરેક નંબર 12માં રાખવામાં આવશે. વળી માલ્યાને લાવવાની ખબર પર જેલની સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી છે. જેલ પરિસરની અંદર બેરેકમાં માલ્યાને ટાઇટ સિક્યોરિટી સાથે રાખવામાં આવશે.

"કાશ. આ સમયે નાણાં મંત્રી મારી વાત સાંભળતા. " - વિજય માલ્યા

  • Share this:
દારૂના વેપારી વિજય માલ્યા (Vijay Mallya)એ સરકારથી 100 ટકા દેવું ચૂકવવાનો પ્રસ્તાવ સ્વીકાર કરી તેમની વિરુદ્ધ ચાલી રહેલા કેસ બંધ કરવાની અપીલ કરી છે. વિજય માલ્યાએ એક ટ્વિટમાં કહ્યું કે કોવિડ 19 રાહત પેકેજ માટે સરકારને અભિનંદન. તે જેટલી ઇચ્છે તેટલી કરન્સી પ્રિન્ટ કરી શકે છે. પણ મારા જેવા એક નાનકડા કોન્ટ્રીબ્યૂટરની અપીલ તેમણે સ્વીકારવી જોઇએ. હું સરકારી બેંકોની લોનને 100 ટકા પાછી આપવા માંગુ છું. મને કેમ આ રીતે નજર અંદાજ કરવામાં આવી રહ્યો છે. કોઇ શરત વગર મારા પૈસા પાછા લો અને કેસ બંધ કરો.

માલ્યાને ભારતથી ભગેડું જાહેર કરવામાં આવ્યો છે. તે માર્ચ 2016થી બ્રિટનમાં છે. તેની બ્રિટનના સ્કૉટલેન્ડ યાર્ડે 18 એપ્રિલ 2018ના રોજ ધરપકડ કરી હતી. ત્યારથી તે જમાનત પર છે. બ્રિટનના ગૃહ વિભાગે ભારતીય તપાસ એજન્સીઓની માંગણી પણ તેની પ્રત્યાપર્ણની મંજૂરી આપી છે. જો કે માલ્યા હાલ કાયદાકીય રીતે આના વિરુદ્ધ પ્રયાસો કરી રહ્યા છે. પણ તેમને સફળતા નથી મળી.


ગત મહિને એપ્રિલમાં લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં લોર્ડ જસ્ટિસ સ્ટીફન ઇર્વિન અને જસ્ટિસ એલિઝાબેથ લાઇંગની બે સદસ્યોની બેંચે ભારત પ્રત્યાર્પણ વિરુદ્ઘ દાખલ કરેલી અરજીને ફગાવી હતી. મની લોન્ડ્રિંગ કેસમાં વિજય માલ્યાને ભારત પ્રત્યાર્પણની વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી નાખી હતી. ઉલ્લેખનીય છે કે ભારતમાં અનેક બેંકથી માલ્યાએ કંપની કિંગફિશર એરલાઇન્સ દ્વારા 9000 કરોડ રૂપિયા ઉધારે લીધા હતા. અને નાણાંકીય અપરાધ મામલે હાલ તે વોન્ટેડ છે.

આ પહેલા વિજય માલ્યાએ 31 માર્ચના રોજ ટ્વિટમાં લખ્યું હતું કે હું બેંકોથી સતત તેમના તમામ પૈસા ચૂકવવાની ઓફર કરી રહ્યો છું. ન તો બેંક પૈસા લેવા તૈયાર છે ના જ ED સંપત્તિને છોડવા તૈયાર છે. કાશ. આ સમયે નાણાં મંત્રી મારી વાત સાંભળતા.
First published: May 14, 2020, 11:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading