Home /News /business /Lipstick Effect in Economy: લિપસ્ટિક અને અંડરવેરના વેચાણ આકંડા જણાવે છે કે અર્થતંત્રમાં મંદી આવશે કે તેજી!

Lipstick Effect in Economy: લિપસ્ટિક અને અંડરવેરના વેચાણ આકંડા જણાવે છે કે અર્થતંત્રમાં મંદી આવશે કે તેજી!

જાણીને નવાઈ લાગશે પણ બજારમાં તેજી આવશે કે મંદી લિપસ્ટિક અને અંડરવેરના સેલ્સ આકંડા કરે છે આગાહી

Lipstick Effect In Stock Market: એક્સપર્ટનું માનવું છે કે જ્યારે માર્કેટમાં મંદી આવે છે ત્યારે અથવા કોઈ બીજા પ્રકારના દબાણ વચ્ચે મહિલાઓ મોંઘી ચીજવસ્તુઓ પરના ખર્ચને ઘટાડે છે. તેઓ એવી વસ્તુઓ પર ખર્ચ વધારે છે જે તેમના બજેટ પર ખરાબ અસર નાખ્યા વગર તેમના મૂડને વધુ સારો કરવામાં મદદરુપ બને.

વધુ જુઓ ...
  મુંબઈઃ ઈકોનોમીમાં મંદી (Reccession in Economy) આવશે કે તેજી અને હાલ તેની સ્થિતિ કેવી છે તે સમજવા માટે આમ તો અર્થશાસ્ત્રીઓ (Economist) જુદા જુદા અનેક આંકડાઓ અને ટ્રેન્ડની મદદ લેતા હોય છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે લિપસ્ટિક (Lipstick) અને અંડરવેર (Underwear)ના વેચાણના આંકડા દ્વારા પણ ઈકોનોમીની સ્થિતિ અને તેની દિશા-દશા અંગે જાણકારી મળે છે, પરંતુ આ સત્ય છે. તેને માર્કેટમાં લિપસ્ટિક ઈફેક્ટ (Lipstick Effect) તરીકે ઓળખવામાં આવે છે.

  Stock Market Expert's Views: શેરબજારમાં તેજી અને વિદેશી રોકાણકારો પરત ફરતા હવે તમારે શું કરવું જોઈએ?

  લિપસ્ટિક ઈફેક્ટ વૈશ્વિક ઈકોનોમીમાં ઘણીવાર જોવા મળે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જ્યારે ઈકોનોમીમાં મંદી આવે છે ત્યારે અથવા કોઈ બીજા પ્રકારનું દાબણ હોય છે ત્યારે મહિલાઓ મોંઘી ચીજવસ્તુઓ પર ખર્ચ ઘટાડે છે. પરંતુ તેઓ એવી વસ્તુઓ પર ખર્ચ વધારે છે જે તેમના બજેટ પર ખરાબ અસર પાડ્યા વગર તેમના મૂડને વધુ સારો કરવામાં મદદરુપ બને. લિપસ્ટિક તેવી જ એક વસ્તુ છે. આ કોન્સેપ્ટને લિપસ્ટિક ઈફેક્ટ કહેવામાં આવે છે. હાલમાં જ અમેરિકામાં સેન્સેસ બ્યુરોએ રિટેલ સેલ્સના આંકડા જાહેર કર્યા છે. જે મુજબ જુલાઈમાં રિટેલ સેલ્સ સ્થિર રહ્યો છે. તેનો અર્થ છે કે મોંઘવારીની અસર અમેરિકન લોકોના બજેટ પર પડી રહી છે. જીડીપીમાં કન્ઝ્યુમર સ્પેન્ડિંગની બે તૃતિયાંશ ભાગીદારી છે.

  લિપસ્ટિક ઈફેક્ટ સૌથી પહેલીવરા 2001માં મંદી દરમિયાન ચર્ચામાં આવી હતી. આ ત્યારે જોવા મળી હતી જ્યારે ઈકોનોમીમાં ખરાબ સ્થિતિ વચ્ચે પણ લિપસ્ટિકના વેચાણમાં વધારો થયો હતો. તેની પહેલા 1929 અને 1993ની મહામંદી સમયે પણ આવું જ જોવા મળ્યું હતું. તેને લિપસ્ટિક ઈન્ડેક્સ નામ આપવામાં આવ્યું હતું. આ થિયરી મુજબ ઈકોનોમીની હાલત અને કોસ્મેટિક્સના વેચાણ વચ્ચે વિપરીત સંબંધ છે.

  Money tips: શું તમે મેળવવા માંગો છો ફાઇનાન્શિયલ ફ્રીડમ? તો આજથી જ આ રીતે કરો બચતનું પ્લાનિંગ

  હાલ લિપસ્ટિક ઈફેક્ટ દેખાઈ રહી છે

  NPDના એનાલિસ્ટ નતાલિયા બામ્બિઝા મુજબ 2022ના પહેલા ક્વાર્ટરમાં લિપસ્ટિકનું વેચાણ એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટર દરમિયાન 28 ટકા વધ્યું છે. એક્સપર્ટસ અમેરિકા સહિત દુનિયાના અનેક મોટા દેશોમાં હાઈ ઇન્ફ્લેશનની અસર લોકોના બજેટ પર પડવાની વાત કહી ચૂક્યા છે.

  એક્સપર્ટનું કહેવું છે કે અંડરવેરના વેચાણનો પણ સંબંધ ઈકોનોમીની સ્થિતિ સાથે છે. અમેરિકામાં 2008માં મંદી આવી હતી. ત્યારે અમેરિકન કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વના પ્રમુખ એલેન ગ્રીનસ્પેને કહ્યું હતું કે અંડરવેરના વેચાણથી હાલની ઈકોનોમીનો અંદાજો લગાવી શકાય છે. તેમણે કહ્યું હતું કે મંદી દરમિયાન પુરષ નવા અંડરવેર ખરીદવાના બંધ કરે છે. તેનું કારણ એ છે કે અંડરવેર તો જાહેરમાં દેખાતા નથી. એટલે લોકો એવા જ કપડાઓ પર ખર્ચ કરે છે જે દેખાય છે.

  Hot Stocks: જ્યુબિલન્ટ ફૂડવર્કસ, યુનાઇટેડ બ્રુઅરીઝ, ICICI પ્રુડેન્શિયલમાં ટૂંકાગાળામાં તગડી કમાણીની શક્યતા

  ઈકોનોમીમાં મંદી આવતા ડેટિંગ વેબસાઈટની કમાણી પણ વધી જાય છે. તેનું કારણ એ છે કે નોકરીઓ ઓછી થતા લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બને છે. તેવામાં તેઓ સમય પસાર કરવા માટે ડેટિંગ વેબસાઈટનો ઉપયોગ કરે છે. 2009માં માર્કેટમાં આવેલા ઘટાડા દરમિયાન મેચ ડોટ કોમના ચોથા ક્વાર્ટરમાં પ્રોફિટ તેના પાછલા સાત વર્ષમાં સૌથી વધુ હતો. મોર્ગન સ્ટેનલીના એનાલિસ્ટ Lauren Schenk કહે છે કે મંદીમાં લોકોને પ્રેમ અને પ્યારની જરુરિયાત પડે છે. તમે સમજી શકો છો કે મુશ્કેલીના સમયમાં આ વસ્તુઓની જરુરિયાત વધી જાય છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Economy, Recession, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन