linkedin કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે એક સપ્તાહની પેઈડ લીવ આપી

linkedin કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે એક સપ્તાહની પેઈડ લીવ આપી
પ્રતિકાત્મક તસવીર

પ્રોફેશનલ સોશ્યલ નેટવર્ક લિંક્ડઈન તેના 15 હજાર 900 કર્મચારીઓને એક અઠવાડિયાની પેઈડ લિવ આપી રહ્યું છે. 5 એપ્રિલ એટલે કે આજથી 15,900 કર્મચારીઓ રજા પર છે.

  • Share this:
નવી દિલ્હીઃ અત્યારના સમયમાં મોટાભાગની કંપનીઓ (company) કર્મચારીઓની છટણી (retrenchment) કરી રહી છે. અત્યારે મહામારીના સમયમાં અનેક લોકો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. આ સમયમાં લિંક્ડઈને (linkedin) કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.

પ્રોફેશનલ સોશ્યલ નેટવર્ક લિંક્ડઈન તેના 15 હજાર 900 કર્મચારીઓને એક અઠવાડિયાની પેઈડ લિવ આપી રહ્યું છે. 5 એપ્રિલ એટલે કે આજથી 15,900 કર્મચારીઓ રજા પર છે. જેથી તે જ્યારે ફરીથી ઓફિસમાં આવીને કામ કરે ત્યારે ભરપૂર ઊર્જા અને જોશ સાથે કાર્ય કરે. કર્મચારીઓને આ પ્રકારે પેઈડ લીવ આપવા પર તેમને ઓફિસમાં વધુ સારુ કામ કરવા માટેનું પ્રોત્સાહન મળે છે.



માઈક્રોસોફ્ટના સ્વામિત્વવાળી કંપની લિંક્ડઈને કર્મચારીઓને એક સપ્તાહ માટે આરામ કરવા માટે કહ્યું છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને એક વીકની પેઈડ લિવ આપવામાં આવી છે. આ સમયગાળા દરમ્યાન લિંક્ડઈનમાં એક કોર ટીમ કાર્ય કરશે. આ સપ્તાહ પૂર્ણ થયા બાદ જ્યારે કર્મચારીઓ ફરીથી કાર્ય શરૂ કરશે, ત્યારે આ કોર ટીમને રજા આપવામાં આવશે.

આ પણ વાંચોઃ-OMG! રૂ.163 એક કિલો ઘોંઘા ખરીદી લાવી ગરીબ મહિલા, રાતો રાત બની ગઈ કરોડપતિ, જાણો શું છે આખી કહાની

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિએ ખેલ્યો ખૂની ખેલ! બેડરૂમમાં બંધ કરી પત્નીની છરીના ઘા મારી કરી હત્યા, ત્રણ પુત્રીઓ બની નિરાધાર

આ પ્રકારે રજા આપવાનો ઉદ્દેશ્ય છે કે કર્મચારીઓ એક ક્વોલિટી સમય પસાર કરે. જેથી કર્મચારીઓ રજામાં તેમનો મૂલ્યવાન સમય પસાર કરી શકે છે.

આ પણ વાંચોઃ-ભાવનગરઃ રૂ.5,000ની ઉઘરાણી મુદ્દે યુવકને જીવતો સળગાવ્યો, સારવારમાં મોત, માથાભારે લાલો અને ભઈલો કાઠી સામે હત્યાનો ગુનો દાખલ

આ પણ વાંચોઃ-સુરતઃ કામરેજનો યુવક મહારાષ્ટ્રની લૂંટેરી દુલ્હનનો બન્યો ભોગ, લગ્ન બાદ રોકડા અને દાગીના લઈ ફરાર

ગયા વર્ષે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે મોટાભાગની ટેકનોલોજીયુક્ત કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી કામ આપ્યું હતું તથા કેટલીક કંપનીઓએ ફરીથી કાર્ય શરૂ કર્યું નથી. જ્યારે ટ્વિટરે અનિશ્ચિત સમય માટે રિમોટ કાર્ય કર્યું છે.



ઉલ્લેખનીય છે કે, માઈક્રોસોફ્ટે 2016માં લિંક્ડઈનને રોકડ $26.2 બિલિયનમાં ખરીદી છે. માઈક્રોસોફ્ટે સોશિયલ નેટવર્કિંગમાં વેપારીકરણને પ્રોત્સાહન આપવા માટે લિંક્ડઈનને ખરીદી છે.
Published by:News18 Gujarati
First published:April 05, 2021, 17:44 pm

ટૉપ ન્યૂઝ