Home /News /business /30 જૂન પહેલા તમારા PANને કરો આધાર સાથે લિંક, નહીં તો થશે મોટું નુક્સાન
30 જૂન પહેલા તમારા PANને કરો આધાર સાથે લિંક, નહીં તો થશે મોટું નુક્સાન
પીઆઈબી ફેક્ટ ચેકે સલાહ આપી છે કે તેઓ ઇમેઇલ્સ / SMSનો જવાબ ન આપે
જો તમે તેને 1 જુલાઈ અથવા તેના પછી આધાર અને પાન લિંક કરો છો, તો તમારે 1000 રૂપિયા ચૂકવવા પડશે. આવી સ્થિતિમાં તમારી પાસે આ કામ માટે 2 દિવસ છે. 2 દિવસ પછી તમારે બમણો દંડ ભરવો પડશે. તમે ડબલ પેનલ્ટી સાથે 31 માર્ચ, 2023 સુધી પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરી શકો છો.
જો તમે હજુ સુધી તમારા આધારકાર્ડને PAN કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો આ કામ ઝડપથી કરો. વાસ્તવમાં ઓછા દંડ સાથે આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2022 છે. જો તમે 30 જૂન અથવા તે પછી લિંક કરો છો, તો તમારે ફક્ત 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી બાજુ, જો તમે તેને 1 જુલાઈ અથવા તેના પછી આધાર અને પાન લિંક કરો છો, તો તમારે 1000 રૂપિયા ચૂકવવા પડશે. આવી સ્થિતિમાં તમારી પાસે આ કામ માટે 2 દિવસ છે. 2 દિવસ પછી તમારે બમણો દંડ ભરવો પડશે. તમે ડબલ પેનલ્ટી સાથે 31 માર્ચ, 2023 સુધી પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરી શકો છો.
સૌ પ્રથમ આવકવેરા વિભાગની નવી વેબસાઇટ https://www.incometax.gov.in/iec/portal પર જાઓ.
નીચેની તરફ આધાર લિંક પર ક્લિક કરો.
તમારું સ્ટેટસ જોવા માટે Click Here પર ક્લિક કરી તમારી આધાર અને પાનકાર્ડની વિગતો દાખલ કરો.
જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે, તો તમારું પાનકાર્ડ આધાર નંબર સાથે લિંક થયેલું બતાવશે.
જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક નથી તો તમારે https://www.incometaxindiaefiling.gov.in/home પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ લિંક આધાર પર ક્લિક કરો.
તે પછી વિગતો ભરો. આ રીતે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે.
આધારને લિંક ન કરવાના ઘણા ગેરફાયદા પણ છે. તમારું પાનકાર્ડ કામ કરવાનું બંધ કરી શકે છે. આ ઉપરાંત જ્યારે પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે, ત્યારે તમે મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક્સમાં રોકાણ કરી શકશો નહીં. બેંક ખાતું ખોલાવવામાં પણ મુશ્કેલી આવશે. તેથી આવા ઘણા નુકસાનથી બચવા માટે તમારે 30 જૂન સુધીમાં આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું જોઈએ. જો તમે પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક નહીં કરો, તો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશો નહીં. આ સાથે તમારું રિફંડ પણ અટકી શકે છે, કારણ કે તમારું પાનકાર્ડ આવકવેરા કાયદા હેઠળ અમાન્ય ગણાશે. આધારકાર્ડ ને જેટલું બને તેટલું જલ્દી પાનકાર્ડ સાથે લિંક કરી દો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર