SBI ક્રેડિટ કાર્ડને YONO સાથે લિંક કરો, આ સુવિધાઓ મળશે

News18 Gujarati
Updated: April 7, 2019, 8:39 AM IST
SBI ક્રેડિટ કાર્ડને YONO સાથે લિંક કરો, આ સુવિધાઓ મળશે
પ્રતિકાત્મક તસવીર

એસબીઆઈ દ્વારા પોતાની મોબાઇલ એપ્લિકેશન YONO સાથે ક્રેડિટ કાર્ડ લિંક કરનારા ગ્રાહકો માટે વિશેષ સુવિધા શરૂ કરી છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા દ્વારા તેમના ગ્રાહકો માટે નવી સુવિધા શરૂ કરી છે. એસ.બી. આઈ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સુવિધા મુજબ જે ક્રેડિટ કાર્ડ ધારકો તેમના ક્રેડિક કાર્ડને બેન્કની એપ્લિકેશન YONO સાથે લિંક કરશે તેમને કેટલીક વિશેષ સુવિધાઓ આપવામાં આવશે. બેન્કે શરૂ કરેલી આ નવી સુવિધા મુજબ 7 પ્રકારની અલગ અલગ કેટેગરીમાં ફાયદો મળશે.

ઉલ્લેખનીય છે કે એસબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવેલી એપ્લિકેશન  YONO એ જૂની એપ્લિકેશનનું અપડેટેટ વર્ઝન છે, જેમાં ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધા મળે છે. આ એપ્લીકેશન ડેબિટ કાર્ડ અને એકાઉન્ટ હોલ્ડર્સને મોબાઇલ બેન્કિગની તમામ સવલતો આપે છે,જેમાં હવે ક્રેડિટ કાર્ડને લિંક કરવાનો ઑપ્શન પણ શરૂ થયો છે.

જાણો નવી સુવિધા

એસબીઆઈ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે, આ ટ્વીટમાં માહિતી અપાઈ છે કે જે ગ્રાહક ક્રેડિટ કાર્ડ લિંક કરશે તેમને બિલ પેમેન્ટ, પિન મેનેજમેન્ટ, કાર્ડ બ્લૉક,. રિવાર્ડ પોઇન્ટ્સ, અને ચેક રિડિમ કરવા જેવી સુવિધા મળશે.



આવી રીતે લિંક કરાવો
કાર્ડ લિંક કરાવવા માટે તમારે તમારા ફોનમાં એસબીઆઈ YONO એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ ડાઉનલોડ કર્યા બાદ તમારે યૂઝર આઈડી અને પાસવર્ડ નાખવનો રહેશે. ત્યારબાદ Go to Cards પર જઈને તમારે My Credit Card પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ એસબીઆઈ ક્રેડિટ કાર્ડની ડિટેઇલ્સ સબમીટ કરી તમે કાર્ડ લિંક કરાવી શકશો.

 

 
First published: April 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...