Home /News /business /PAN AADHAR Link: સાવચેત રહેજો નહિ તો પાન કાર્ડ નકામું બની જશે, ઈન્ક્મ ટેક્ષે આપી આ માહિતી
PAN AADHAR Link: સાવચેત રહેજો નહિ તો પાન કાર્ડ નકામું બની જશે, ઈન્ક્મ ટેક્ષે આપી આ માહિતી
આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આવકવેરા અધિનિયમ, 1961 મુજબ, તમામ પાન ધારકો માટે PAN ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31.3.2023 છે. જો PAN ને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો PAN નિષ્ક્રિય થઈ જશે.
PAN AADHAR Link: આવકવેરા વિભાગનું કહેવું છે કે 31.3.2023 પછી, જો PANને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો PAN નિષ્ક્રિય થઈ જશે. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ.
PAN AADHAR Link: પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે ઘણી તારીખો લંબાવવામાં આવી છે. જો તમે અત્યાર સુધી આ મહત્વપૂર્ણ કામ ન કર્યું હોય તો પણ તમારી પાસે તક છે. આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આવકવેરા અધિનિયમ, 1961 મુજબ, તમામ પાન ધારકો માટે PAN ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31.3.2023 છે. જો PAN ને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો PAN નિષ્ક્રિય થઈ જશે.
પાન આધાર લિંક કરવાની તારીખ વધુ લંબાવવામાં આવી નથી. આવકવેરા વિભાગનું કહેવું છે કે 31 માર્ચ 2023 સુધીમાં પાન આધાર લિંક કરવું ફરજિયાત છે. જો તમે આમ નહીં કરો તો પાન કાર્ડ રદ ગણવામાં આવશે.
- આવકવેરા વિભાગની વેબસાઇટ https://www.incometax.gov.in/iec/portal પર જાઓ. આ પછી, આધાર લિંકનો વિકલ્પ પસંદ કરો.
- Click Here પર ક્લિક કરો અને PAN કાર્ડની વિગતો દાખલ કરો. જો તમને આધાર સાથે PAN કાર્ડ લિંક દેખાય છે, તો તમારું PAN અને આધાર લિંક છે. જો તે ત્યાં દેખાઈ રહ્યું છે, તો તમારે તેની સાથે લિંક કરવાની જરૂર પડશે.
- https://www.incometaxindiaefiling.gov.in/home વેબસાઈટ પર જાઓ અને આધાર લિંકનો વિકલ્પ પસંદ કરો. આ પછી તમારી પાસે આધારની વિગતો માંગવામાં આવશે, ત્યારબાદ તમે OTP વિકલ્પ પસંદ કરો.
- આ પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને એન્ટર કરો. લેટ ફી ચૂકવ્યા પછી, તમારું PAN અને આધાર લિંક થઈ જશે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર