મૅસેજમાં આવતી અજાણી લિંક પર ક્લિક ન કરો, તમારી મહેનતની કમાણીને સાચવો

જેમ જેમ સયય બદલાઈ રહ્યો છે, તેમ તેમ ટેકનૉલૉજી પણ ઘણું પરિવર્તન આવી રહ્યું છે. બદલાતી ટેકનૉલૉજી સાથે ઑનલાઇન ફ્રોડથી કેવી રીતે બચવું જાણો ઉપાય

News18 Gujarati
Updated: February 12, 2019, 11:04 AM IST
મૅસેજમાં આવતી અજાણી લિંક પર ક્લિક ન કરો, તમારી મહેનતની કમાણીને સાચવો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: February 12, 2019, 11:04 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી: જેમ જેમ સયય બદલાઈ રહ્યો છે, તેમ તેમ ટેકનૉલૉજી પણ ઘણું પરિવર્તન આવી રહ્યું છે. ટેકનૉલૉજીના જેટલા ફાયદા છે, એટલા જ ગેરફાયદા છે. ટેકનૉલૉજીની મદદથી જ પાછલા દિવસોમાં ઑનલાઇન છેત્તરપિંડીના બનાવો વધી ગયા હતા. આ સ્થિતિમાં હવે તમારા એકાઉન્ટની સુરક્ષા જાળવવી અગત્યની બાબત છે. જાણો કેવી રીતે ઑનલાઇન છેત્તરપિંડીથી તમારા બેન્ક એકાઉન્ટની સુરક્ષિત રાખી શકાય.

મૅસેજે દ્વારા લાલચ
છેત્તરપિંડીનો સૌથી સરળ ઉપાય એસએમએસ છે. મોબાઇલ પર લિંક મોકલી અને તમને લલચામણી સ્કિમ આપવામાં આવે છે. આ સ્કિમ પર તમે ક્લિક કરશો તો શક્ય છે, કે તમારા પૈસા એકાઉન્ટમાંથી બાદ થઈ જાય.

કેવી રીતે બચવું ?
- ઑનલાઇન શોપિંગ કરતા સમયે તમે જે કંપનીને પેમેન્ટ કરો છો, તેની ટર્મ્સ એન્ડ કન્ડિશનન સંપૂર્ણપણે વાંચવી જોઈએ

- જો ઈ-મેઇલના માધ્યમથી કોઈ તમને શંકાસ્પદ ઑફર મોકલે તો તેને તાત્કાલિક બ્લોક કરો.
Loading...

- તમારી બૅન્ક ડિટેલ્સ કોઈ સાથે શેર ન કરો. ઈ-મેઇલ દ્વારા કોઈ પણ બેન્ક કે સંસ્થા તમારા ખાતનો પાસવર્ડ, એટીએમ નંબર કે બેન્ક એકાઉન્ટ નંબર નથી પૂછતી.

- તમારા કમ્પ્યુટર, લૅપટોપ, મોબાઇલ ફોન અને ટેબ્લેટને સારી ગુણવત્તાના એન્ટિવાઇરસથી સુરક્ષિત કરો અને સોફ્ટવેરના અપડેટ્સને નિયમિત પણે ચેક કરતા રહો.

- ઑફિસના કમ્પ્યુટર અથવા પબ્લિક કમ્પ્યુટર પરથી ક્યારેય બેન્ક એકાઉન્ટ ખોલવું નહીં. અને જો મજબૂરીમાં ખોલવું પડે તો તાત્કાલિક લોગઆઉટ કરી અને ફરીથી એક વખત તપાસ કરી લેવી.
First published: February 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...