મોબાઈલને આધાર સાથે લિંક કરવું હવે એકદમ સરળ થઈ ગયું છે. યુનીક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ (UIDAI)નવી રીતે આધારને સિમ સાથે લીંક કરવાનો ટેલિકોમ કંપનીઓના પ્લાનને મજૂંરી આપી દીધી છે. હવે આપ વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) ઈન્ટરેક્ટિવ વોઈસ રિસ્પોન્સ (આઈવીઆરએસ) અને એપથી સિમકાર્ડને આધાર સાથે લીંક કરી શકો છો. આધારને મોબાઈલ નંબર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી છે.
યુઆઈડીએઆઈના સીઈઓ અજય ભૂષણ પાંડેએ કહ્યું કે આનાથી લોકોને ટેલિકોમ આઉટલેટ પર જવાની જરૂર નહીં પડે પરંતુ શરત એ રહેશે કે તેમનો મોબાઈલ નંબર પહેલા જ આધાર કાર્ડ સાથે જોડાયેલો હોય.
ટેલિકોમ કંપનીઓએ રજૂ કર્યું નવું મોડલ
યુનીક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ ટેલિકોમ કંપનીઓ તરફથી રજૂ કરવામાં આવેલ મોડલ સ્વિકારી લેવામાં આવ્યું હતું. આમાં આધારથી રજૂ કરવામાં આવેલ સિમ કાર્ડના રી-વેરીફીકેશન માટે વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી જેવા વિકલ્પોને સામેલ કરવામાં આવ્યાં છે.
આ છે સિમને આધાર સાથે લીંક કરવાના નવી રીતો
-એસએમએસથી ઓટીપી
-ઈન્ટરેક્ટિવ વોઈસ રિસ્પોન્સ સિસ્ટમ
-મોબાઈલ એપ્સ
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Adhar card, Link