પેટ્રોલનાં પગલે ડુંગળી! દોઢ મહિનામાં ભાવ બે-ગણો થયો, આ કારણે વધે છે ભાવ
પેટ્રોલનાં પગલે ડુંગળી! દોઢ મહિનામાં ભાવ બે-ગણો થયો, આ કારણે વધે છે ભાવ
પ્રતીકાત્મક તસવીર
Onion price: પેટ્રોલ-ડીઝલની કિંમતો (Petrol-Diesel Price) રેકોર્ડ સ્તર પર પહોંચી છે ત્યારે ડુંગળી (Onion) પર ધીમે ધીમે હવે પેટ્રોલ-ડીઝલના કદમ પર ચાલવા લાગી છે, દિલ્હીમાં છૂટક કિંમત 75 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી.
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price) સામાન્ય લોકોને હવે ખરેખર રડાવી રહી છે. બીજી તરફ ગરીબોની કસ્તુરી કહેવામાં આવતી ડુંગળી (Onion)નાં ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ચર્ચા જાગી છે કે મોંઘવારીઓ ખરેખર હરણફાળ ભરી છે ત્યારે સામાન્ય લોકો જાય તો ક્યાં? દિલ્હી (Delhi)માં ડુંગળીનો છૂટક ભાવ 75 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે જથ્થાબંધ ભાવ 50 રૂપિયા આસપાસ સ્થિર છે. છેલ્લા દોઢ મહિનામાં દિલ્હીમાં ડુંગળીનો ભાવ ડબલ થઈ ગયો છે. એશિયાની સૌથી મોટી મંડી લાસલગાંવ (lasalgaon onion market)માં ડંગળીના ભાવમાં બે દિવસમાં પ્રતિ ક્વિન્ટલ 1,000 રૂપિયાનો વધારો થયો છે.
મીડિયા અહેવાલ પ્રમાણે લાસલગાંવ મંડીમાં ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવમાં છેલ્લા બે દિવસમાં 970 રૂપિયા જેટલો વધારો થયો છે. આ ભાવ હાલ 4200-4500 પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રના નાસિક શહેરના લાસલગાંવ ખાતેથી આખા દેશમાં ડુંગળીની નિકાસ થાય છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે નાસિકમાં ડુંગળીના પાકને ખૂબ નુકસાન થયું હતું. આ જ કારણે આ વર્ષે નાસિકમાં ડુંગળીનું ઉત્પાદન ઘટ્યું છે. આ જ કારણે ડુંગળીની આવક ઘટી છે. જેના પગલે દેશના અનેક શહેરોમાં ડુંગળીના ભાવમાં વધારો થયો હતો.
શનિવારે લાસલગાંવ ખાતે ડુંગળીનો સરેરાશ ભાવ 4250-4551 પ્રતિ ક્વિન્ટલ નોંધાયો હતો. વેપારીઓનું કહેવું છે કે વરસાદને પગલે ડુંગળીની કિંમતમાં વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે ખરીફ પાકના ઓછા ઉત્પાદનને કારણે ભાવ વધી રહ્યો છે. વેપારીઓના મતે આગામી દિવસોમાં ડુંગળીનો ભાવ હજુ પણ વધી શકે છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં આજકાલ સફેદ અને લાલ ડુંગળીની મબલખ આવક થઈ રહી છે. આ ડુંગળી જ્યારે બજારમાં આવે છે ત્યારે તેનો છૂટક ભાવ પ્રમાણમાં ઓછો હોય છે. જેની સરખામણીમાં નાસિકની ડુંગળીનો ભાવ વધારે હોય છે. સ્થાનિક સ્તરે ઉત્પાદન થતી ડુંગળી કરતા લોકો નાસિકની ડુંગળી ખરીદવાનું વધારે પસંદ કરતા હોય છે. આ જ કારણ છે કે નાસિકની ડુંગળીનો ભાવ વધારે રહતો હોય છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર