વિટામિન અને મેલેરિયાની દવાઓ સાથે 21 એન્ટિબાયોટિક દવાનાં ભાવ 50% વધશે

News18 Gujarati
Updated: December 16, 2019, 2:45 PM IST
વિટામિન અને મેલેરિયાની દવાઓ સાથે 21 એન્ટિબાયોટિક દવાનાં ભાવ 50% વધશે
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
દિલ્હી : દવાઓનાં વધતા ભાવ સામાન્ય માણસનો માથાનો દુખાવો બની શકે છે. કેન્દ્ર સરકારે (Central Government) 21 Life Saving Medicines એટલે જીવન રક્ષક દવાઓની કિંમતોમાં 50 ટકાની વધોરો કરવાનો નિર્ણય કર્યો છે. આ દવાઓમાં કેટલીક એન્ટિબાયોટિક (Antibiotic), એસ્કૉર્બિક એસિડ (વિટામિન સીની દવાઓ) અને સીરપ પણ સામેલ છે. આ ઉપરાંત બીસીજી વેક્સીન, કૃષ્ઠ રોગ અને કેટલીક દવાઓ મેલેરિયાની સારવારમાં કામ આવે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સેન્ટ્રલ ગવર્મેન્ટની સંસ્થા NPPAએ Drugs Price Control Order 2013નાં પેરોગ્રાફ 19નાં આદેશમાં સંશોધન કરતા કિંમતોમાં વધારાની મંજૂરી આપી છે. આ પહેલા આ નિયમનો ઉપયોગ માત્ર દવાઓની કિંમત ઓછી કરવામાં આવી શકતા હતા.

આ પણ વાંચો : આજથી 24 કલાક મફતમાં NEFTથી પૈસા મોકલી શકાશે, નવો નિયમ લાગૂ

હકીકતમાં ફાર્મા ઇન્ડસ્ટ્રી છેલ્લા બે વર્ષથી દવાઓની Active Pharmaceutical Components (API) કિંમતો વધારવાની માંગ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, દવાઓ બનાવવા માટે મળતો કાચો માલ ઘણો જ મોંઘો થઇ રહ્યો છે. સાથે એ પણ કહેવું છે કે, ચીનમાંથી આયાત કરાતી દવાઓ મોંઘી આવે છે. સરકારનાં આ નિર્ણય પછી ઉત્પાદન પ્રમાણે એપીઆઈની કિંમતોમાં 5થી 88 ટકા સુધીનો વધારો થઇ શકે છે. APIમાં 40થી 80 ટકા ફોર્મ્યૂલેશન કોસ્ટ સામેલ થાય છે. જેમકે, પેરાસિટામોલમાં છેલ્લા ઉત્પાદનની કુલ વેલ્યૂમાં 80 ટકા એપીઆઈનો ભાવ હોય છે.

સરકારનું આ પગલું સામાન્ય દવાઓ જેમકે બીસીજી વેક્સીન, પેંસિલીન, મેલેરિયા અને લેપ્રોસીની દવાઓ, હાર્ટ ફેલિયરને કારણે ફ્લૂડ બ્લિડ અપમાં વપરાતી દવાઓ લીવર સ્કેયરિંગ અને કિડની સંબંધી બીમારીઓવાળી જીવન રક્ષક દવાઓ, વિટામીન સી, એન્ટિબાયોટિક અને એન્ટી એલર્જી દવાઓની કિંમતમાં વધારો કરવામાં આવશે.
First published: December 16, 2019, 2:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading