નવી દિલ્હી: તમારા લાઇફ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ (Life Insurance Premiums)ની રકમ આવતા વર્ષ એટલે કે 2022થી વધી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે રિઇન્શ્યોરન્સ કંપનીઓ આવતા વર્ષથી ચાર્જ વધારવાની છે. જેનો સીધો ભાર વીમા કંપનીઓ તેઓ પોતાના ગ્રાહકો પર નાખી શકે છે. ઉલ્લેખનીય છે કે રિઇન્શ્યોરન્સ એક પ્રકારનો જીવન વીમા કંપનીઓનો વીમો (Insurance plan) હોય છે. જીવન વીમા કંપની (Life insurance companies)ઓ પોતાના અનેક પ્રકારના જોખમોને કવર કરવા માટે રિઇન્શ્યોરન્સ કંપની (Reinsurance companies)ઓને ચાર્જ ચૂકવે છે. પ્રીમિયમની રકમ વધવાની સાથે સાથે વીમો કંપનીઓનો નફો પણ વધી શકે છે. જોકે, આને લઈને પોલિસીની માંગ ઘટી શકે છે. આ વાત એવા સમયે સામે આવી છે જ્યારે વીમો પ્રોડક્ટ્સને લઈને હાલ ખૂબ જાગૃતિ (Awareness about Life Insurance) આવી છે.
40% સુધી વધી શકે છે પ્રીમિયમ
એવા સમાચાર છે કે ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રકમ 20 ટકાથી લઈને 40 ટકા સુધી વધી શકે છે. આવું એ માટે થઈ રહ્યું છે, કારણ કે રિઇન્શ્યોરન્સ કંપનીઓને છેલ્લા ઘણા સમયથી ખૂબ ક્લેઇમ મળી રહ્યા છે, જેનાથી તેમનો ખર્ચ વધ્યો છે. આથી તેઓ પોતાના નુકસાનને કવર કરવા માટે ચાર્જ વધારવા જઈ રહી છે.
અનેક કંપનીઓ પહેલા જ ઇન્ડિયન રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા (Insurance Regulatory and Development Authority of India) સમક્ષ ચાર્જ વધારવાની મંજૂરી માંગી ચૂકી છે. જ્યારે અમુક વીમા કંપનીઓ પ્રીમિયમને ઓછામાં ઓછું રાખવા માટે વૈશ્વિક વીમા કંપનીઓ સાથે પણ વાતચીતમાં છે. પ્રીમિયમમાં વધારો થવાથી વીમા પોલિસીના ઑનલાઇન અને ઑફલાઈન બંને પ્રકારની વીમા પોલિસીના વેચાણ પર અસર થઈ શકે છે.
આ મામલે નિષ્ણાતોનું કહેવું છે કે, "છેલ્લા છ મહિનાથી કિંમત વધારવાની વાત ચાલી રહી છે. હવે તેને ટાળી શકાય તેમ નથી. કોરોનાને પગલે છેલ્લા થોડા મહિનાઓથી ક્લેઇમ વધ્યા છે. જેનાથી રિઇન્શ્યોરન્સ કંપનીઓને નુકસાન ગયું છે. હવે તે પોતાની કિંમત વધારી રહી છે." એક લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના સીઈઓએ આ વાતની પુષ્ટી કરી કે તેમણે પ્રીમિયમની રકમ વધારવા માટે IRDAIને અરજી આપી છે. બહુ ઝડપથી ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ પર નવા દર લાગૂ કરવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર