નવી દિલ્હી: એલઆઈસીનો આઈપીઓ (LIC IPO) બુધવારે ખુલ્યો છે. એલઆઈસીના આઈપીઓની ખૂબ લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. મહિનાઓ પહેલા તેનો પ્રચાર શરૂ થઈ ગયો હતો. રિટેલ રોકાણકારો (Retail investors), પૉલિસીધારકો (LIC Policyholders) અને કર્મચારીઓના ડિસ્કાઉન્ટથી આ આઈપીઓ ખૂબ જ આકર્ષક બની ગયો છે. જોકે, આરબીઆઈ તરફથી અચાનક કરવામાં આવેલી એક જાહેરાત આઈપીઓની ચમક ઝાંખી પાડી દીધી છે.
બુધવારે બપોરે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) રેપો રેટમાં 0.40 ટકા વધારો કરવાની જાહેરાત કરી હતી. જે બાદમાં સેન્સેક્સ 1,300 પોઇન્ટ તૂટી ગયો હતો. બીજી તરફ એલઆઈસીના આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 125 રૂપિયાથી ઘટીને 85 રૂપિયા પર આવી ગયું હતું. જે બાદમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ 60 રૂપિયા સુધી પહોંચી ગયું છે. એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમ 125 રૂપિયાથી ઘટીને 60 રૂપિયા થઈ ગયું છે.
પ્રથમ દિવસે 67 ટકા ભરાયો આઈપીઓ
એલઆઈસીનો આઈપીઓ પ્રથમ દિવસે 67 ટકા ભરાયો હતો. પ્રથમ દિવસે લગભગ તમામ કેટેગરીમાં સારી એવી અરજીઓ મળી હતી. જોકે, રિટેલ રોકાણકારોને હિસ્સો સંપૂર્ણ ભરાયો ન હતો. પૉલિસીધારકો માટે અનામત હિસ્સો અને કર્મચારીઓ માટે અનામત હિસ્સો પ્રથમ દિવસે જ સંપૂર્ણ ભરાઈ ગયો હતો.
જો તમે આઈપીઓ માટે બીડ નથી કરી તો તમે 9મી મે સુધી કરી શકો છો. એટલે કે અરજી કરવા માટે તમારા પાસે પૂરતો સમય છે. જો તમે રિટેલ રોકાણકાર કે પછી કર્મચારી છો તો તમને 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જો તમે પૉલિસીધારક છો તો તમને 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
હાલ ગ્રે માર્કેટમાં એલઆઈસીના શેર પર 60 રૂપિયા પ્રીમિયમ ચાલી રહ્યું છે. માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે પ્રતિ શેર 60 રૂપિયાનું પ્રીમિયમ ઓછું નથી. બીજી તરફ રિટેલ રોકાણકારો, કર્મચારીઓ અને પૉલિસીધારકોને ઇશ્યૂ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટને જો પ્રીમિયમ સાથે જોડી દેવામાં આવે તો એક શેર પર 100 રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. એલઆઈસીના આઈપીઓનું 17મી મેના રોજ લિસ્ટિંગ થશે.
આ રીતે જો તમને શેરનો લૉટ અલોટ થાય છે તો તમને ઓછામાં ઓછો 100 રૂપિયાનો ફાયદો મળશે. 15 શેરના એક લોટની વાત કરીએ તો તમને આઇપીઓમાં 1,500 રૂપિયાનો ફાયદો મળી શકે છે. એટલે કે તમને ફક્ત 8-9 દિવસમાં જ સારો એવો ફાયદો મળી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર