Home /News /business /

LIC IPO: આઈપીઓમાં મૂડી લગાવતા પહેલા આ પાંચ વાત જરૂરથી ધ્યાનમાં રાખો, નહીં થાય નુકસાન

LIC IPO: આઈપીઓમાં મૂડી લગાવતા પહેલા આ પાંચ વાત જરૂરથી ધ્યાનમાં રાખો, નહીં થાય નુકસાન

એલઆઈસીનો આઈપીઓ

LIC IPO updates: આઇપીઓને સબ્સક્રાઇબ કરતા પહેલા કંપની દ્વારા દાખલ કરાયેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (Draft Red Herring Prospectus) એટલે કે આરએચપીનો અભ્યાસ કરવો જોઇએ.

  મુંબઇ. Upcoming IPOs: આખરે એલઆઈસીના આઈપીઓ (LIC IPO)ની જાહેરાત થઈ ગઈ છે. આવતા અઠવાડિયે એટલે કે ચોથી મેથી નવમી મે સુધી એલઆઈસીનો આઈપીઓ ભરી શકાશે. સરકાર આઈપીઓ મારફતે એલઆઈસીમાં પોતાનો 3.5 ટકા હિસ્સો વેચશે. વિવિધ રિપોર્ટ્સ પ્રમાણે એલઆઈસીના આઈપીઓ પહેલા ભારતમાં અનેક નવા ડીમેટ ખાતા (Demat accounts) ખુલ્યા છે. એટલે કે અનેક લોકો એલઆઈસીના આઈપીઓમાં રોકાણ માટે મન બનાવી ચૂક્યા છે. અહીં એક વાત નોંધવી રહી કે, એક રિટેલ રોકાણકારે આઈપીઓમાં રોકાણ કરતી વખતે કેટલિક વિગતો તપાસવી (Things to know before applying for IPO) જોઈએ. એક વાત યાદ રાખો કે આઈપીઓમાં જેટલો ફાયદો થવાની શક્યતા છે એટલી જ નુકસાનની પણ શક્યતા રહેલી છે.

  આઇપીઓને સબ્સક્રાઇબ કરતા પહેલા કંપની દ્વારા દાખલ કરાયેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (Draft Red Herring Prospectus) એટલે કે આરએચપીનો અભ્યાસ કરવો જોઇએ. તેનાથી કંપનીનો ગ્રોથ ભવિષ્યમાં કેવો રહેશે તેનો અંદાજ લગાવી શકાય છે. કોઇ પણ આઇપીઓને સબ્સક્રાઇબ કરતા પહેલા અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, જેથી ભવિષ્યમાં તમે રોકાણ કરેલી રકમથી નફો કમાઇ શકો છો. નીચે જાણો IPO ભરતા પહેલા કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

  1) લાંબા ગાળાનો લાભ જોઈએ છે કે લિસ્ટિંગ ગેન? (Long term investment or listing gain)


  કોઈપણ આઇપીઓને સબ્સ્ક્રાઇબ કરતા પહેલા એક રોકાણકાર તરીકે પહેલા જ નક્કી કરી લો કે તમે તેના પર લિસ્ટિંગ ગેઈનનો ફાયદો લેવા માંગો છો કે તેમાં લાંબા સમય માટે રોકાણ કરી રહ્યા છો. ક્યારેક અમુક શેરોના કેસમાં એવું થાય છે કે, લિસ્ટિંગ ગેઈન ખૂબ વધુ મળે છે, પરંતુ જરૂરી નથી કે આગળ જતા પણ તેમાં તેજી જળવાઇ રહે.

  2) કંપની નાણાનો ઉપયોગ કઈ રીતે કરશે? (Use of money)


  આઇપીઓ માટે ફાઇલિંગ કરતી સમયે કંપની પ્રોસ્પક્ટમાં તેની જાણકારી પણ આપે છે કે, આઇપીઓ દ્વારા એકઠા કરાયેલા ફંડનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવશે. તે ધ્યાન રાખો કે કંપની પોતાનું દેણું ચૂકવવા માટે ફંડ એકઠું કરી રહી છે કે પોતાની ક્ષમતાને વધારવા માટે. સામાન્ય રીતે જો કંપની પોતાની કેપેસિટી વધારવા માટે ફંડ એકઠું કરી રહી છે, તો તેના ગ્રોથની સંભાવના વધુ હોય છે.

  3) કોઈનાથી પ્રભાવિત થયા વગર કરો નિર્ણય (Decision making)


  જો કોઇ કંપનીનો આઇપીઓ ખુલી રહ્યો છે, તેમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા અને રાધાકિશન દમાનીની ભાગીદારી છે તો રોકાણકારો તેના પ્રત્ય વધુ આકર્ષિત થાય છે. તેમની ભાગીદારીથી પ્રભાવિત થઈને રોકાણનો નિર્ણય ન લેવો જોઇએ. પરંતુ કંપનીના તમામ પ્રમોટર વિશે પણ જરૂરી જાણકારી મેળવવી જોઇએ.

  આ પણ વાંચો: ગ્રે માર્કેટમાં એલઆઈસીના શેરના ભાવમાં વધારો

  4) બીજી કંપની સાથે સરખામણી કરો (Comparison)


  આઇપીઓ માટે કંપનીનું વેલ્યુએશન કેટલું નક્કી થયું છે, તેનું પણ ધ્યાન રાખવું જોઇએ. તેની ઇન્ડસ્ટ્રીમાં સામેલ અન્ય કંપનીઓની તુલના પણ અવશ્ય કરવી જોઇએ. જે કંપનીની આઇપીઓ સબ્સસ્ક્રીપ્શન ઓફર આવી છે, તેનો P/E(પ્રાઇઝ ટૂ અર્નિંગ્સ) રેશિયો, P/B(પ્રાઇઝ ટૂ બૂક) રેશિયો, D/E(ડેટ ટૂ અર્નિંગ્સ) રેશિયો જરૂર તપાસી લેવો. તે જેટલો ઓછો હશે એટલું સારું રહેશે. જોકે દરેક ઇન્ડસ્ટ્રી માટે તેના માપદંડો અલગ છે કે આ રેશિયો કેટલો હોવો જોઇએ.

  આ પણ વાંચો: શું તમે LICના કર્મચારી કે પૉલિસીધારક છો? જાણો આઈપીઓમાં તમને કેટલો ફાયદો મળશે? 

  5) કંપનીના ફન્ડામેન્ટલ પર આપો ધ્યાન (Fundamentals of Company)


  ઘણા ટ્રેડર્સ/રોકાણકાર કોઇ પણ આઇપીઓ માટે સબ્સક્રાઇબ કરતા પહેલા ગ્રે માર્કેટના પરીણામ તપાસે છે. તેનાથી તેમને આઇપીઓ સબ્સક્રીપ્શન માટે નક્કી કરાયેલ કિંમત પર કેટલો નફો મળી શકે છે, તેનો અંદાજ લગાવે છે. જોકે આ રણનિતી માત્ર ઓછા સમય માટે કરાયેલા રોકાણ માટે અસરકારક સાબિત થઇ શકે છે, પરંતુ જો લાંબા સમય માટે રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો, તો તેનો નિર્ણય કંપનીના ફંડામેન્ટલના આધાર પર લેવો જોઇએ.
  Published by:Vinod Zankhaliya
  First published:

  આગામી સમાચાર