દેણામાં ડૂબેલી બેંકને ખરીદવાની તૈયારીમાં LIC, પોલિસી ધારકોને થશે અસર?

News18 Gujarati
Updated: June 28, 2018, 6:09 PM IST
દેણામાં ડૂબેલી બેંકને ખરીદવાની તૈયારીમાં LIC, પોલિસી ધારકોને થશે અસર?

  • Share this:
ભારતીય જીવન વીમા નિગમ એલઆઇસી પર આજે દેશના 25 કરોડથી વધુ લોકો વિશ્વાસ કરે છે, વીમા ક્ષેત્રે અનેક કંપની કામ કરતી ઇન્ડસ્ટ્રીઝ મોટી છે, પરંતુ 62 વર્ષ બાદ પણ LIC નંબર વન પર સ્થિત છે. જો કે LIC દેણામાં ડૂબેલી આઇડીબીઆઇ બેંકને ખરીદવાની તૈયારી કરી રહી છે, જો આ ડીલ થઇ તો LIC સાથે જોડાયેલા કરોડો લોકો પર તેની અસર દેખાશે.

સામાન્ય માણસને શું થશે અસર ?

ભારતીય જીવન વીમા નિગમે આઇડીબીઆઇ બેંક ખરીદવાની તૈયારી દર્શાવી છે, આ ડીલથી 25 કરોડ નાગરિક માટે ચિંતાનો વિષય બની શકે છે. કારણ કે આ આઇડીબીઆઇનો એનપીએ અથવા ગેર-અમલી સંપત્તિ સરકારી બેંકોમાં સૌથી વધુ છે, એવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડીલની અસર LICની પોલિસી પર પડી શકે છે. જો એવું થયું તો તેની સીધી અસર પોલિસી ધારકો પર પડશે. જો કે જોવાનું રહ્યું કે દેણાંમાં ડૂબેલી બેંકને ખરીદવાનો નિર્ણય LIC માટે કેટલો ફાયદાકારણ રહેશે. અને પોલિસીધારકોને કેટલો લાભ થઇ શકે છે.

ભારતીય સંસદે 1956માં લાઇફ ઇંશ્યોરન્સ કોર્પોરેશન એક્ટ પાસ કર્યું, આ એક્ટ પાસ થયા બાદ 1 સપ્ટેમ્બર 1956માં ભારતીય જીવન વીમા નિગમ નામથી કંપની શરૂ થઇ હતી. 1956થી દેશની અર્થવ્યવસ્થાની સાથે સાથે વીમા ક્ષેત્રે અનેક ઉતાર-ચડાવ આવ્યા, પરંતુ LIC આજે દેશની સૌથી ભરોસાલાયક કંપની બનીને ઉભરી છે. વીમા કારોબારમાં LIC આજે પણ 69 ટકા હિસ્સો ધરાવે છે, નાણાકીય વર્ષ 2017-18માં LICએ નવો વેપાર શરૂ કર્યો તેમાં પણ 8 ટકા ગ્રોથ હાંસલ કર્યો.

LICની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે કંપનીની દેશભરમાં 2048 શાખા કાર્યરત છે. 113 ડિવિઝનલ ઓફિસ છે. 8 જોનલ કાર્યાલય છે, 1381 સેટેલાઇટ ઓફિસ અને કોર્પોરેટ ઓફિસ છે, દેશભરમાં ફેલાયેલા નેટવર્કની મદદથી LIC દરેક પ્રકારના વીમા દેશના સામાન્ય નાગરિકોને ઉપલબ્ધ કરાવે છે.

LIC સામાન્ય નાગરિક માટે એક ભરોસાલાયક વીમા કંપની જ નહીં, પરંતુ રોજગારી પૂરી પાડતી કંપની છે. લોકોનો વિશ્વાસ તેના કારણે વધે છે. 2008માં આવેલી મંદીની વાત કરીએ તો આ સમયે મોટાભાગની કંપની પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી હતી, પરંતુ LIC એજન્ટોની ભરતી કરી રહી હતી. 2008થી 2010 વચ્ચે અન્ય ખાનગી કંપનીઓમાં 9.5 લાખ એજન્ટ્સ હતા, જ્યારે LIC પાસે આ દરમિયાન 11.31 લાખ એજન્ટ્સ હતા.
First published: June 28, 2018, 6:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading