Home /News /business /તમારે કેટલી રકમનું અને કેવું વીમા કવચ લેવું જોઈએ? આ મેથડથી કરો નક્કી

તમારે કેટલી રકમનું અને કેવું વીમા કવચ લેવું જોઈએ? આ મેથડથી કરો નક્કી

કોરોનાએ વીમાનું મહત્ત્વ સમજાવ્યું.

How to decide Life insurance:તમારા મોતના કિસ્સામાં તમારા પરિવારને આર્થિક સહાયતા મળી રહે તે લાઇફ ઇન્શ્યોરન્સ (Life insurance) સુનિશ્ચિત કરે છે.

નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે અનેક લોકોના જીવ ગયા છે. મહામારીએ ઘણા પરિવાર બરબાદ કર્યા છે. લોકો ભયના ઓથાર હેઠળ જીવે છે. પરંતુ મહામારીનું એક ઉજળું પાસું એ છે કે, લોકો પોતાના આરોગ્ય (Health awareness) તરફ વધુ ધ્યાન આપવા લાગ્યા છે અને દરેક વ્યક્તિનો વીમો (Insurance) હોવા જ જોઈએ તેવું પણ સમજી ગયા છે. આપણને કે કુટુંબીજનોને અસર થઈ શકે તેવી કોઈ કમનસીબ ઘટના વિશે વિચારવાનું ટાળવું તે સ્વાભાવિક હોય છે. આપણે બધું સકારાત્મક વિચારીએ છીએ. પરંતુ વીમાનો હેતુ આપણને આર્થિક નુકસાનના જોખમથી બચાવવાનો છે.

તમારા મોતના કિસ્સામાં તમારા પરિવારને આર્થિક સહાયતા મળી રહે તે લાઇફ ઇન્શ્યોરન્સ (Life insurance) સુનિશ્ચિત કરે છે. આ આવક પરિવારના સભ્યોને રેગ્યુલર ખર્ચની સાથે આર્થિક હેતુઓ માટે રોકાણ અને સંચય કરવામાં મદદ કરે છે. લાઇફ ઇન્શ્યોરન્સ કવર ન હોય તેવા કિસ્સામાં દરેક આર્થિક પાસાઓ પર અસર થાય છે.

વીમાની જરૂરિયાતની ગણતરી

લાઇફ ઇન્શ્યોરન્સ કવરની જરૂરિયાતની ગણતરી કરવા માટે વિવિધ માપદંડ છે. મોટાભાગે તે તમારી વાર્ષિક આવકના મલ્ટીપલ તરીકે ગણાય છે. અલબત્ત હાલની વય, નિવૃત્તિની વય, આવક અને દર વર્ષે આવકમાં અપેક્ષિત વૃદ્ધિના આધારે વીમા રકમ પર નક્કી કરવાની ઇન્કમ રિપ્લેસમેન્ટની પદ્ધતિ શ્રેષ્ઠ છે.

આ પણ વાંચો: 'લગ્નના ચાર દિવસ પછી પણ પત્ની પાસે આવવા દેતી ન હતી, મને ગુસ્સો આવી ગયો અને...'

તમારે કેવું ઇન્શ્યોરન્સ કવર લેવું જોઇએ? આ પદ્ધતિથી કરો ગણતરી

1) ટેક હોમ સેલેરીમાંથી તમારા અંગત ખર્ચને બાદ કરીને તમે તમારા પરિવાર માટે ઘરની માસિક આવકમાં કેટલો હિસ્સો આપો છો તેની ગણતરી કરો.

2) વાર્ષિક પગાર વધારો ધ્યાનમાં રાખી નિવૃત્તિની વય સુધીમાં થનારી કુલ આવકની ગણતરી કરો.

3) તમારી નિવૃત્તિ સુધી તમે જે આવકની અપેક્ષા રાખી રહ્યા છો, તેનું વર્તમાન મૂલ્ય શોધો. પરિવારના વિથડ્રોવ માટે દર મહિને કે વર્ષે જો આ કુલ આવક ઓછા જોખમ ધરાવતા વિકલ્પોમાં રોકવામાં આવી છે? તે પણ ધ્યાનમાં લો.

કોઈપણ બાકી લોનની રકમ વીમા કવરમાં જોડી દેવામાં આવે છે. લોન લેનારની ગેરહાજરીના કિસ્સામાં લોન ચૂકવવાની જવાબદારી કુટુંબના સભ્યો પર હોય છે. અત્યારના ઇન્શ્યોરન્સ કવર અને બચત-રોકાણને ઉપરની રકમથી બાદ કરીને જે ટોટલ મળે તેટલું ઇન્શ્યોરન્સ કવર લેવું જોઈએ.

શા માટે ટર્મ પ્લાન બેસ્ટ છે?

ઇન્શ્યોરન્સ ખરીદવાનો હેતુ પોતાની જાતને સુરક્ષિત કરવાનો હોય છે, મૂડીરોકાણ કરવાનો નહીં. તેથી સામાન્ય રીતે એન્ડોવમેન્ટ અથવા મની બેક પોલિસીના સ્થાને ટર્મ ઇન્શ્યોરન્સ લેવો સારો વિકલ્પ માનવામાં આવે છે. પોલિસી પુરી થાય ત્યાં સુધી જીવિત હોવ તો ટર્મ પ્લાનમાં મની બેક પોલિસીનો લાભ ન મળે. જોકે, તેના પ્રીમિયમ પણ ઓછામાં ઓછા છે.

આ પણ વાંચો: Zomato IPO 16મી જુલાઈના રોજ થશે બંધ, IPO ભરવો કે નહીં તે અંગે નિષ્ણાતોએ આપી આ સલાહ

જો તમારી નોકરીમાં ટ્રાવેલિંગનું પ્રમાણ વધુ હોય તેવા કિસ્સામાં જીવન વીમા સાથે એક્સિડન્ટ કવર પણ લેવું હિતાવહ છે. તેના માટે વધુ ખર્ચ થતો નથી. ગંભીર બીમારીના કિસ્સામાં આર્થિક સ્થિતિ વણસી શકે છે, જેથી ગંભીર બીમારી માટે વીમો પણ સારો વિકલ્પ છે. આવા વીમામાં વીમા ધારકને તાત્કાલિક રકમ ચૂકવાય છે. 35થી 55 જેટલી બીમારીઓને આવરી લેવાય છે. બીમારીઓ પોલીસીના નિયમને આધીન હોય છે. ઉપરાંત ગંભીર બીમારીના કિસ્સામાં જીવન વીમા કવર ચાલુ રહે છે અને ફ્યુચર પ્રીમિયમ માફ કરવામાં આવે છે.

આ પણ વાંચો: પોલીસ મથકમાં ભોજન માણી રહેલો આ વ્યક્તિ કોઈ ગુનેગાર નથી! વાત જાણીને તમે પણ પોલીસના વખાણ કરતા થાકશો નહીં

તમારે અથવા તમારા પરિવારને કમનસીબે કોઈ ઘટનામાં આર્થિક તકલીફનો સામનો ન કરવો પડે તે માટે ઇન્શ્યોરન્સ મજબૂત ઢાલની જેમ કામ કરે છે. વીમો ના હોય તો ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. લાઇફ ઇન્શ્યોરન્સ પર્સનલ ફાઇનાન્સનો અભિન્ન હિસ્સો હોવાથી તમારા ઇન્શ્યોરન્સ કવરને રિચેક કરતું રહેવું જોઈએ. (Harshad Chetanwala- Moneycontrol)
First published:

Tags: Insurance, LIC, Life Insurance, Money

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन