Home /News /business /Important: 28 ફેબ્રુઆરી પહેલાં પતાવી લેજો આ કામ, નહીં તો દર મહિને મળતી સુવિધાઓ અટકી જશે
Important: 28 ફેબ્રુઆરી પહેલાં પતાવી લેજો આ કામ, નહીં તો દર મહિને મળતી સુવિધાઓ અટકી જશે
આદુની ખેતી કરીને તમે વર્ષમાં ખૂબ મોટી કમાણી કરી શકો છો.
Life Certificate: નિયમ પ્રમાણે, આ વર્ષે તમામ પેંશનભોગીએ 28 ફેબ્રુઆરી સુધીમાં તેમનું જીવન પ્રમાણ પત્ર જમા (Jeevan Pramaan Patra) કરાવવાનું હોય છે. જો તે એમ નથી કતાં તો તેમની પેન્શન સેવા અટકી જશે.
નવી દિલ્હી: જો તમે પણ પેન્શન લો છો તો આ તમારા માટે કામનાં સમાચાર છે. નિયમો અનુસાર, આ વર્ષએ તમામ પેન્શનભોગીઓએ 28 ફેબ્રુઆરી સુધીમાં તેમનું જીવન પ્રમાણ પત્ર જમા (Jeevan Pramaan Patra) કરાવવાનું હોય છે. જો તે એમ નથી કતાં તો તેમની પેન્શન સેવા રોકાઇ જશે. આપને જણાવી દઇએ કે, લાઇફ સર્ટિફિકેટ (Life Certificate) ને જમા કરાવ્યાં બાદ આપની પેન્શન વધુનાં સમય માટે ચુકવવામાં આવે છે.
કેન્દ્ર સરકારે પેંશનર્સ માટે લાઇફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણ પત્ર જમા કરાવવાની અંતિમ તિથિ વધારીને 28 ફેબ્રુઆરી 2022 સુધી કીર દીધી છે. દર વર્ષે જીવન પ્રમાણ પત્ર જમા કરાવવા માટે સામાન્ય ડેડલાઇન 30 નવેમ્બર હોય છે. પણ કોરોના કાળને ધ્યાનમાં રાખીને પેંશનભોગીઓ માટે આ ડેડલાઇન વધારીને 28 ફેબ્રુઆરી કરવામાં આવી હતી.
પોર્ટલ પર કરી શકો છો જમા- આપ જીવન પ્રમાણ પોર્ટલ https://jeevanpramaan.gov.in/ પર આપનું લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો. આ માટે આપે પહેલાં પોર્ટલથી જીવન પ્રમાણ એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ ઉપરાંત UDAI દ્વારા માન્ય ફિંગરપ્રિન્ટ ડિવાઇઝ હોવી જોઇએ. જે બાદ સ્માર્ટફોન દ્વારા ઇમેલ આઇડી અને એપમાં જણાવવામાં આવેલાં સ્ટેપ્સ પ્રમાણે આપ ઘરે બેઠા જીવન પ્રમાણ પત્ર જમા કરાવી શકો છો.
ઘર બેસીને જમા કરાવો લાઇફ સર્ટિફિકેટ-પેંશન અને પેંશનભોગી કલ્યાણ વિભાગ મુજબ, પેંશનભોગી 12 સાર્વજનિક ક્ષેત્રથી બેંકનાં ડોરસ્ટેપ બેંકિગ અલાયન્સ કે પોસ્ટ ઓફિસની ડોરસ્ટેપ સેવાનો ઉપયોગ કરી ડિજિટલ જીવન પ્રમાણ પત્ર જમા કરાવવા માટે જીવન પ્રમાણ પત્ર જમા કરાવી શકો છો.
આ બેંક આપે છે સર્વિસ- ભારતીય બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્રા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન બેંક. ઓવરસીસ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યૂકો બેંક અને યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા પણ શામેલ છે.
આપ વેબસાઇટ (doorstepbanks.com કે પછી www.dsb.imfast.co.in/doorstep/login), કે 'ડોરસ્ટેપ બેંકિંગ' મોબાઇલ એપ્લિકેશન, કે પછી ટોલ ફ્રી નંબર (18001213721 या 18001037188) પર કોલ કરીને બેંકની ડોરસ્ટેપ સેવા બૂક કરાવી શકો છો.
ઇન્ડિયા પોસ્ટે શરૂ કરી સર્વિસ- ઇન્ડિયા પોસ્ટે ટ્વિટ કરીને આ વાતની માહિતી આપી છે કે, સિનિયર સિટિઝન સહેલાઇથી તેમનાં એરિયાની નજીકની પોસ્ટ ઓફિસનાં કોમન સર્વિસ સેન્ટર (CAC)થી જીવન પ્રમાણ સેવાઓનો ફાયદો ઉઠાવી શકો છો. વિભાગની અધિકારિક વેબસાઇટ અનુસાર, ભારત સરકાર પેંશનભોગી યોજના માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવવાની સમસ્યાનું સમાધાન કાઢવાં ઇચ્છે છે.જેથી પ્રમાણ પત્રને સહેલાઇથી મેળવી શકાય.
ક્યાં કરી શકો છો અરજી?- અરજી માટે મોબાઇલ નંબર 7738299899 પર SMS મોકલી નજીકનાં જીવન પ્રમાણ કેન્દ્ર પર અપડેટ કરી શકો છો. SMSમાં JPL <પિન કોડ> લખવાનો રહેશે. અને આપનાં વિસ્તારની આસપાસનાં કેન્દ્રની સૂચી મળી જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર