Home /News /business /LIC policy: 1,302 રૂપિયા પ્રીમિયમ આપીને મળશે 27.60 લાખ રૂપિયા, જાણો પોલિસી અંગે તમામ વિગત
LIC policy: 1,302 રૂપિયા પ્રીમિયમ આપીને મળશે 27.60 લાખ રૂપિયા, જાણો પોલિસી અંગે તમામ વિગત
પ્રતીકાત્મક તસવીર: Shutterstock
LIC Jeevan Umang: આ પોલિસીને 90 દિવસથી લઈને 55 વર્ષની ઉંમર સુધીના લોકો ખરીદી શકે છે. આ એક એન્ડોમેન્ટ પ્લાન છે. જેમાં લાઇફ કવરની સાથે સાથે પાકતી મુદ્દતે એક સામટી રકમ મળે છે.
નવી દિલ્હી: જો તમે પણ એલઆઈસી પોલિસીમાં (LIC Policy) રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આજે અમે તમને એક આવી જ પોલિસી અંગે જણાવીશું. એલઆઈસી જીવન ઉમંગ (LIC Jeevan Umang) એક સંપર્ણ જીવ વીમા યોજના છે. જીવન ઉંમગ પોલિસી અનેક રીતે બીજી સ્કીમથી અલગ છે. આ પોલિસીને 90 દિવસથી લઈને 55 વર્ષની ઉંમર સુધીના લોકો ખરીદી શકે છે. આ એક એન્ડોમેન્ટ પ્લાન છે. જેમાં લાઇફ કવરની સાથે સાથે પાકતી મુદ્દતે એક સામટી રકમ મળે છે.
પોલિસીની પાકતી મુદ્દતે એક ચોક્કસ રકમ (Fixed Income) દર વર્ષે તમારા ખાતામાં આવશે. બીજી તરફ પોલિસીધારકના મૃત્યુ બાદ તેના પરિવારના લોકોને અથવા નૉમિનીને એક સાથે રકમ મળશે. આ સ્કીમની ખાસિયત એવી છે કે તેમાં 100 વર્ષ સુધી સુરક્ષા કવચ મળે છે.
મળશે 27.60 લાખ રૂપિયાની રકમ
LIC Jeevan Umangમાં જો તમે દર મહિને 1302 રૂપિયાનું પ્રીમિયમ ભરો છો તો એક વર્ષમાં આ રકમ 15,298 રૂપિયા થાય છે. જો આ પોલિસી 30 વર્ષ સુધી ચલાવવામાં આવે તો કુલ રકમ વધીને આશરે 4.58 લાખ રૂપિયા થાય છે. તમારા તરફથી કરવામાં આવેલા રોકાણ પર કંપની 31માં વર્ષથી દર વર્ષે 40 હજાર રૂપિયા વળતર આપશે. જો તમે 31 વર્ષથી 100 વર્ષ સુધી દર વર્ષે 40 હજાર રૂપિયાનું વળતર મેળવો છો તો આ રકમ આશરે 27.60 લાખ રૂપિયા થાય છે.
આ પોલિસી અંતર્ગત રોકાણકારોનું દુર્ઘટનાથી મોત કે પછી વિકલાંગ થવા પર ટર્મ રાઇડરનો લાભ પણ મળે છે. બજારના જોખમોનો આ પોલિસી પર કોઈ પ્રભાવ નથી પડતો. જોકે, આ પોલિસી પર LICના નફા અને નુકસાનની અસર ચોક્કસ પડે છે. ઇન્કમટેક્સ સેક્શન 80C હેઠળ આ પોલિસી ધારકોને ટેક્સમાં છૂટ મળે છે. જો કોઈ જીવન ઉમંગ પોલિસી (LIC Jeevan Umang Policy) લેવા માંગે છે તો તેણે ઓછામાં ઓછી બે લાખની રકમનો વીમો લેવો જરૂરી છે.
LICએ તમામ પોલિસી હોલ્ડર્સ માટે જાહેર કરી જરૂરી સૂચના, ફટાફટ કરો ચેક
જો તમે પણ LICનો જીવન વીમો લીધો છે તો આ સમાચાર આપના માટે ખૂબ જ કામના છે. ભારતીય જીવન વીમા નિગમે (Life Insurance Corporation of India- LIC) પોતાના તમામ પોલિસી હોલ્ડર્સને ટ્વીટ કરી જરૂરી સૂચના આપી છે. મૂળે, પોલિસીની સાથે પેન કાર્ડને લિંક (PAN link with LIC policy) કરવી જરૂરી છે. એલઆઇસીએ (LIC) પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર આ વાતની જાણકારી આપી છે. નોંધનીય છે કે, સરકારે PAN અને આધાર લિંક કરવાની છેલ્લી તારીખ વધારીને 31 માર્ચ, 2022 કરી દીધી છે. કંઈક આવો જ નિયમ માર્કેટ રેગ્યુલેટર SEBIએ પણ નક્કી કર્યો છે અને રોકાણકારોને પોતાના PANને Aadhaar સાથે લિંક કરવા માટે કહ્યું છે. આ રીતે LICએ પણ PAN-Aadhaar Link કરવા માટે કહ્યું છે. (વાંચો વધુ વિગત...)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર