ન્યૂઝ 18 ગુજરાતી: LIC તમામ વર્ગને ધ્યાનમાં રાખીને પૉલિસી તૈયાર કરે છે. આવી જ એક પૉલિસી છે જીવન શિરોમણિ. આ પૉલિસી સુરક્ષાની સાથે બચતની પણ ખાતરી આપે છે. આ પૉલિસી નૉન લિંક્ડ પ્લાન છે, જેમાં ઓછામાં ઓછા રૂપિયા એક કરોડની ગેરંટી મળે છે. સમ એશ્યોર્ડ એ ધનરાશિ છે, જે વીમાં કંપનીઓ દ્વારા ગ્રાહકોને ચોક્કસપણે આપવામાં આવે છે.
LIC પાસે તમારા જીવનને સુરક્ષિત કરવા માટે અનેક સારી પૉલિસી છે. આ પૉલિસી વિશે બહુ ઓછા લોકો જાણે છે. અમે આપને LICની આ પ્રકારની એક પૉલિસી વિશે માહિતી આપી રહ્યા છીએ જે સુરક્ષાની સાથે બચતની પણ ખાતરી આપે છે. એલઆઈસીની જીવન શિરોમણિ યોજના (ટેબલ નંબર 847) એલઆઈસી દ્વારા વર્ષ 2017માં 19મી ડિસેમ્બરના રોજ શરૂ કરવામાં આવી હતી.
આ યોજના નૉન-લિંક્ડ, મર્યાદિત પ્રીમિયમ પેમેન્ટ મની બેન્ક યોજના છે. આ યોજના બજારની સાથે જોડાયેલા લાભ ધરાવતી યોજના છે. આ યોજના એ લોકો માટે તૈયાર કરાયેલી છે જેમની નેટવર્થ ઉંચી છે. 3 વૈકલ્પિક રાઇડર્સ ધરાવતી આ યોજનામાં વીમા કવરનો પણ સમાવેશ થાય છે.
મૃત્યુ બાદ આર્થિક સહયોગ મળે છે
એલઆઈસીની જીવન શિરોમણિ યોજનાના ધારકની જો અચાનક મૃત્યુ થાય તો તેમના પરિજનનો આર્થિક સહયોગ મળે છે. આ યોજનામાં વીમાધારક જીવિત હોય ત્યારે ચોક્કસ વળતર આપવામાં આવે છે. આ પૉલિસી જ્યારે મેચ્યોર થઈ જાય ત્યારે પણ ચોક્કસ રકમ આપવામાં આવે છે.