LIC IPO: નવેમ્બરમાં SEBIની પાસે આઈપીઓ માટે દસ્તાવેજ જમા કરાવશે LIC

એલઆઈસી આઈપીઓ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

નાણાં મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યા અનુસાર એલઆઈસી (LIC) નવેમ્બરમાં સેબી (SEBI)ની પાસે આઈપીઓ માટે દસ્તાવેજ જમા કરાવવાની યોજના કરી રહ્યું છે.

  • Share this:
    નવી દિલ્હી: દેશમાં મોટા પ્રમાણમાં IPO બજાર આવી રહ્ય છે. એક પછી એક, ઘણી કંપનીઓ તેમનો IPO લાવી રહી છે. હવે દેશની સૌથી મોટી વીમા કંપની LIC નવેમ્બરમાં દેશના બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસે IPO માટે દસ્તાવેજો રજૂ કરશે. નાણાં મંત્રાલયના (Finance Ministry) એક અધિકારીએ આ માહિતી આપી. તેથી એલઆઈસીને દેશના ઇતિહાસમાં સૌથી મોટો IPO કહેવામાં આવી રહ્યો છે.

    અધિકારીએ કહ્યું કે, અમારો હેતુ ચાલુ નાણાકીય વર્ષમાં જ આઈપીઓ લાવવાનો છે. અમે આ માટે કડક સમય મર્યાદા નક્કી કરી છે. DRHP નવેમ્બરમાં દાખલ કરવામાં આવશે.

    સરકારે ગયા મહિને ગોલ્ડમેન સૈશ (ઇન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો હતો. નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ આઈપીઓના સંચાલન માટે 10 મર્ચન્ટ બેન્કર્સની નિમણૂક કરવામાં આવી છે. અન્ય બેન્કર્સ જેમની પસંદગી કરવામાં આવી છે તેમાં એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, બોફા સિક્યોરિટીઝ, જેપી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ICICI સિક્યોરિટીઝ લિ. અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિ. સમાવેશ થાય છે.

    ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધીમાં થશે લિસ્ટિંગ

    સિરિલ અમરચંદ મંગળદાસને IPO ના કાનૂની સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકાર ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં LIC ને લિસ્ટેડ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

    આ પણ વાંચો: ગુજરાતની સરકારી કંપની સહિતના આ 5 શેરે સપ્ટેમ્બરમાં 100% સુધી વળતર આપ્યું, ચેક કરો લિસ્ટ

    સરકારે એલઆઈસીની મૂળ કિંમત નક્કી કરવા માટે એક્ચ્યુઅરિયલ કંપની મિલિમેન એડવાઇઝર્સ એલએલપી ઇન્ડિયાની નિમણૂક કરી છે. સરકાર વિદેશી રોકાણકારોને દેશની સૌથી મોટી વીમા કંપનીમાં હિસ્સો ખરીદવા માટે પણ વિચારણા કરી રહી છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ જુલાઈમાં LI ના IPO ને મંજૂરી આપી હતી.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:kuldipsinh barot
    First published: