Home /News /business /

LICના શેરમાં કડાકો: એન્કર રોકાણકારોનો લોક-ઈન પિરિયડ પૂરો થતા વેચવાલીનો માહોલ

LICના શેરમાં કડાકો: એન્કર રોકાણકારોનો લોક-ઈન પિરિયડ પૂરો થતા વેચવાલીનો માહોલ

એલઆઈસીના શેરમાં મોટો કડાકો

LIC Stock crash: એન્કર રોકાણકારો માટે લોક-ઇન પિરિયડ 13 જૂને એટલે કે આજે પૂરો થયો છે. જેના કારણે હવે રોકાણકારો બજારમાં તેમના હાલના શેર વેચી શકશે.

મુંબઈ: ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation)ના શેરમાં 13 જૂનને સોમવારે મોટો કડાકો જોવા મળ્યો છે. શરૂઆતના ટ્રેડ (Trade in Stock market)માં 9.30 વાગ્યે આ શેર 3 ટકાના ઘટાડા સાથે 689 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો હતો. આ દરમિયાન આ શેર (Stock) પોતાના 681.70 રૂપિયાના રેકોર્ડ નીચલા સ્તરને પણ સ્પર્શી ગયો હતો. આ પહેલા LICનો શેર 10 જૂને સતત નવમા દિવસે ઘટ્યો હતો. બીજી તરફ કંપનીના IPOના એન્કર ઈન્વેસ્ટર્સ (Anchor Investors) માટે લોક ઈન પીરિયડ ખતમ થવાથી શેર પર વેચવાલીનું દબાણ વધતુ દેખાઈ રહ્યુ છે. 11:45 વાગ્યે એલઆઈસીનો શેર 4.66 ટકા ઘટીને 676.60 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.

એન્કર રોકાણકારો શેર વેચી શકશે


એન્કર રોકાણકારો માટે લોક-ઇન પિરિયડ 13 જૂને એટલે કે આજે પૂરો થયો છે. જેના કારણે હવે રોકાણકારો બજારમાં તેમના હાલના શેર વેચી શકશે. તેથી આ સ્ટૉકમાં શરૂઆતી કારોબારમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યું છે. IPO પહેલા એન્કર ઈન્વેસ્ટરોએ કંપનીના 5.93 કરોડ શેર 949 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદ્યા હતા. મોટાભાગના એન્કર ઇન્વેસ્ટર્સ ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ હતા. તે ફંડ હવે તેમના 25 ટકાથી વધુનું નુકસાન સહન કરી રહ્યા છે.

IPOમાં સિંગાપોર સરકાર, SBI Mutual Fund, HDFC Mutual Fund અને Axis Mutual Fund સહિતના રોકાણકારોએ ભાગ લીધો છે. એન્કર ઈન્વેસ્ટરોમાં મ્યુચ્યુઅલ ફંડની 99 સ્કીમોએ LICના 4000 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

શેર પર નેગેટિવ સેન્ટિમેન્ટ


કંપનીનું નબળું પ્રદર્શન ચાલુ રહેશે તે પ્રકારના બ્રોકરેજના અભિપ્રાયને કારણે સેન્ટિમેન્ટ નેગેટિવ છે. બ્રોકરેજના જણાવ્યા પ્રમાણે કંપની માટે પોલિસી બિઝનેસ વધારવો પડકારજનક રહેશે અને માર્કેટમાં હાલની વધઘટને કારણે તેની એમ્બેડેડ વેલ્યૂને નુકસાન થાય છે.

આ પણ વાંચો: કેન્દ્રીય કર્મચારીઓ માટે નહીં આવે આઠમું પગાર પંચ

બ્રોકરેજ ફર્મ મેક્વેરી કેપિટલ ઇન્ડિયાએ થોડા સમય પહેલા જ જણાવ્યું હતું કે, એમ્બેડેડ વેલ્યૂમાં અસ્થિરતા ચિંતાનો વિષય છે. બ્રોકરેજ ફર્મ એમ્કે ગ્લોબલ ફાઈનાન્શિયલે (Emkay Global Financial) જીવન વીમા કંપનીના શેર પર હોલ્ડ રેટિંગ જણાવ્યું હતું અને શેર માટે 875 રૂપિયાના ટાર્ગેટ નક્કી કર્યો હતો. એમકે ગ્લોબલે ચાલુ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, અમે LICના માર્કેટની લિડિંગ પોઝિશન અને સારા વેલ્યુએશનની પ્રશંસા કરીએ છીએ, તેમ છતાં અમે તેના કરતા ખાનગી ક્ષેત્રની કંપનીઓને પસંદ કરીએ છીએ. આવી કંપનીઓમાં ગ્રોથ અને નફો વધુ સારા છે.

આ પણ વાંચો: હવે કિસાન સન્માન નિધિનો હપ્તો લેવા માટે નહીં ખાવા પડે બેંકોના ધક્કા

એલઆઈસી શેર લિસ્ટિંગ


દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની LICનો શેર 17મી મેના રોજ શેર બજારમાં લિસ્ટ થયો હતો. જોકે, લિસ્ટિંગના દિવસે જ રોકાણકારો નિરાશ થયા હતા. NSE પર એલઆઈસીનો સ્ટોક 872 રૂપિયા પર અને BSE પર 867.20 રૂપિયાના ભાવે લિસ્ટ થયો હતો. સરકારે LICના આઇપીઓ માટે ઇશ્યૂ કિંમત 949 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, LIC, Share market, Stock market

આગામી સમાચાર