LICની લિમિટેડ ઓફર, બંધ થયેલી પોલીસી આવી રીતે કરો શરૂ

News18 Gujarati
Updated: September 10, 2018, 8:06 AM IST
LICની લિમિટેડ ઓફર, બંધ થયેલી પોલીસી આવી રીતે કરો શરૂ
આ ઓફરનો લાભ આપ 15 ઓક્ટોબર સુધી જ લઇ શકો છો. LICએ ટ્વટિર પર આ વાતની માહિતી આપી છે

આ ઓફરનો લાભ આપ 15 ઓક્ટોબર સુધી જ લઇ શકો છો. LICએ ટ્વટિર પર આ વાતની માહિતી આપી છે

  • Share this:
જો આપની પાસે LICની કોઇ પોલિસી છે જે બંધ થઇ ચૂકી છે જે આપ ફરી એક વખત ચાલુ કરાવવા ઇચ્છો છો તો હવે આપ તે આસાનીથી કરાવી શકો છો.

ભારતની સૌથી મોટી બીમા કંપની લાઇફ ઇંશ્યોરન્સ કોર્પોરેશન (LIC)ની કોઇ પોલીસી તમારી પાસે છે તો આ ખબર તમારે જાણવી જરૂરી છે. કારણ કે LIC તેનાં કસ્ટમર્સ માટે લિમિટેડ સમય સીમા માટે એક ફેસિલિટી આપવા જઇ રહ્યું છે. જે આપનાં પણ કામમાં આવી શકે છે.

જો આપની પાસે LICની કોઇ પોલીસી છે. જે બંધ થઇ ગઇ છે અને આપ તેને ચાલુ કરાવવા ઇચ્છો છો તો આ કામ આપ ખુબજ સહેલાઇથી કરી શકો છો. પણ આ ઓફરનો લાભ આપ 15 ઓક્ટોબર સુધી જ લઇ શકો છો. LICએ ટ્વટિર પર આ વાતની માહિતી આપી છે.




શું છે LICની રિવાઇવલ પોલીસી?
રિવાઇવલનો અર્થ છએ કે બંધ વીમા પોલીસીને ચાલુ કરાવવી.. પોલીસીધારક માટે એક જીવન વીમા પોલીસી ખરીદવાનું મુખ્ય કારણ એ છે કે જ્યારે અચાનક મૃત્યુ થાય તો તેમનાં ગયા બાદ પરિવારને નાણાકીય મદદ મળી રહે. પણ આ સમયે પ્રીમિયમ ન ભરવાને કારણે આપની પોલીસીની યોજના વિફળ થઇ શખે છે અને સંપૂર્ણ પ્રયાસ વ્યર્થ જઇ શકે છે.

જો આપ પોલીસી અમાઉન્ટ પે કરવાનો મોડ વાર્ષિક, અર્ધ વાર્ષિક કે ત્રણ માસિક છે તો LIC તમને માત્ર 30 દિવસની અવધી આપે છે અને જો મહિનાની છે તો માત્ર 15 દિવસ. જો કોઇ પોલીસીનું પ્રીમિયમ છ મહિના કે તેથી વધુ સમય માટે ભરવામાં ન આવે તો પોલીસી સમાપ્ત થઇ જાય છે એટલે કે પોલીસી Lapse થઇ જાય છે.

આ 5 ઓપ્શન હેઠળ બંધ અને લેપ્સ થયેલી પોલીસી ચાલુ કરાવી શકાય છે.

  1. સામાન્ય પુનર્ચલન (Ordinary Revival): સામાન્ય યોજના હેઠળ LIC પોલીસીનાં તમામ ચુકવવવામાં ન આવેલા પ્રીમિયમની લમ્પસમ અમાઉન્ટ પર હાલનાં વ્યાજદરની ચુકવણી બાદ તેને રિન્યૂ કરી શકાય છે. હાલમાં વ્યાજદર 9.5% વાર્ષિક છે.


2. વિશેષ પુનર્ચલન (Special Revival): જો કોઇ પોલિસી ધારક લમ્પ સમ તમામ પ્રીમિયમની ચૂકવણી કરવામાં અસમર્થ છે તો તે આ વિશેષ રિવાઇવલ યોજના હેઠળ તેની પોલીસીને રિન્યૂ કરાવી શકે છે. આ યોજનામાં પ્રારંભ થવાની તિથિને આગળ-પાછળ વધારી શખાય છે અને પોલીસીધારક તેમની ઉંમર (REVIVALનાં સમયે) પ્રમાણે ફક્ત એક પ્રીમિયમ ચુકવવાનું રહે છે. તે સાથે જ વિશેષ REVIVAL યોજના હેઠળ LIC પોલીસીનાં REVIVAL માટે નિમ્નલિખિત શરતને પૂર્ણ કરવી પણ જરૂરી છે.

સંપૂર્ણ પોલીસી અવધિમાં વિશેષ પુનર્ચલન (Special Revival) ફક્ત એક વખત કરવામાં આવી શકે છે.
-વિશેષ REVIVAL ફક્ત ત્રણ વર્ષની અંદર LAPSE થતી પોલિસી માટે જ અનુમતિ આપવામાં આવે છે.
-પોલિસીમાં કોઇ સરેન્ડર વેલ્યૂ ન લેવી જોઇએ, આ ઓપ્શન પોલિસીનાં પ્રારંભ થવાની તારીખથી 3 વર્ષની અંદરમાં ઉપયોગ લેવામાં આવે છે.

 

3. હફ્તા દ્વારા પુનર્ચલન (Installments Revival): જો પોલિસીધારક લમ્પસમ તમામ પ્રીમિયમની ચુકવણી કરવામાં અસમર્થ છે તો તે તેની પોલીસીને રિવાઇવલ કરવા માટે આ યોજનાનો ઉપયોગ કરી શકે છે. આ યોજના હેઠળ તે તુરંત જરૂરી રાશિની ચુકવણી કરીને પોલીસી રિન્યુ કરી શકે છે.

-વાર્ષિક પદ્ધતિથી ચુકવણીમાં, વાર્ષિક પ્રીમિયમનો અડધો ભાગ
-છ મહિના મોડમાં, એક છ માસિક પ્રીમિયમ
-ત્રિમાસીક મોડ પર પર ચુકવણીમાં, 2 ત્રિમાસીક પ્રીમિયમ
-માસિક ચુકવણીમાં, 6 મહિના પ્રીમિયમ, બાકી વધેલું પ્રીમિયમ ઇન્સ્ટોલમેન્ટમાં બે વર્ષની અંદર ચુકવવામાં આવે છે. જરૂરી છે તો પોલીસીની અવધી અનુસાર નિયમિત પ્રીમિયમ DGH અને મેડિકલ રિપોર્ટની સાથે આપવામાં આવશએ.

4. ઉત્તરજીવિતા બેનિફિટ કમ રિવાઇવલ સ્કીમ- (Survival Benefit cum- Revival Scheme): MONEY બેંકનાં કિસ્સામાં મની બેંક ટાઇપ પોલિસીને MONEY બેંક (SB)નો ઉપયોગ કરી રિવાઇવલ કરી શકાય છે.

5. લોન-સહ-પુનર્ચલન યોજન (Loan Cum-Revival Scheme): જો પોલીસી REVIVAL તિથિ પર સરેન્ડર વેલ્યૂ પ્રાપ્ત કરી લે છે તો આ પોલીસી પર ઋણ લઇ શકાય છે. તથા ઋણને પોલીસીને ચાલૂ કરવામાં ફણ ઉપયોગ કરી શકાય છે. જો ઋણ REVIVAL રાશિથી ઓછુ હોય તો, પોલીસીધારકને બાકીની રકમ ચુકવવાની રહે છે. જો રિવાઇવલની રકમ લોન અમાઉન્ટથી ઓછી હોય તો બાકીની રકમની ચુકવણી LIC પોલીસીધારકને કરે છે.
First published: September 10, 2018, 8:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading