Home /News /business /આ ખબર સાંભળવા તો કાન તરસી ગયા, હવે ફરીથી આવશે LICના શેરોમાં તેજી, જાણો કેટલે પહોંચશે ભાવ?
આ ખબર સાંભળવા તો કાન તરસી ગયા, હવે ફરીથી આવશે LICના શેરોમાં તેજી, જાણો કેટલે પહોંચશે ભાવ?
licનો શેર ભરશે ઊંચી ઉડાન
વર્ષ 2023માં પહેલા બે કારોબારી સત્રો દરમિયાન એસઆઈસીના શેરોમાં 5 ટકાની તેજી જોવા મળી છે અને આગળ પણ આ શેરમાં તેજી કાયમ રહેવાની આશા છે. સારા બિઝનેસ આઉટલુકને જોતા બ્રોકરેજ ફર્મે એસઆઈસીને બાય રેટિંગ આપી છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી વીમાં કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેર નવા વર્ષે રોકાણકારોને તગડી કમાણી કરાવી શકે છે. વર્ષ 2023માં પહેલા બે કારોબારી સત્રો દરમિયાન એસઆઈસીના શેરોમાં 5 ટકાની તેજી જોવા મળી છે અને આગળ પણ આ શેરમાં તેજી કાયમ રહેવાની આશા છે. સારા બિઝનેસ આઉટલુકને જોતા બ્રોકરેજ ફર્મે એસઆઈસીને બાય રેટિંગ આપી છે.
સ્થાનિક બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ કોટક ઈન્સ્ટીટ્યૂશનલ ઈક્વિટીઝના અનુસાર, નાણાકીય વર્ષ 2022માં 37 ટકા APE બજાર હિસ્સેદારીની સાથે એલઆઈસીએ તેનું કવરેજ શરૂ કર્યુ છે. બ્રોકરેજ ફર્મના અનુસાર, ઈન્ડિયન લાઈફ ઈન્શ્યોરન્સ સેક્ટરમાં કંપનીનો દબદબો કાયમ છે.
નોંધનીય છે કે, નકારાત્મક સેકન્ડરી માર્કેટ સેન્ટિમેન્ટના કારણે એલઆઈસીના શેર ડિસ્કાઉન્ટ ભાવે ખૂલ્યા હતા. જો કે, લાંબાગાળામાં આ શેર નફો કરાવી શકે છે.
જાણો શું કહે છે એક્સપર્ટ
માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે, આવનારા દિવસોમાં કંપનીના શેરની કિંમત વધી શકે છે અને રોકાણકારોને ફાયદો થઈ શકે છે. બ્રોકરેજ ફર્મ એલઆઈસીના શેરો પર બુલિશ છે અને તેને ખરીદલાની સલાહ આપી છે. આવનારા દિવસોમાં કંપનીના શેરની કિંમત વધી શકે છે અને રોકાણકારોને ફાયદો થઈ શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે, એક મહિનામાં એલઆઈસીના શેર 1000 રૂપિયાની ઉપર જઈ શકે છે.
કોટક સિક્યોરિટીઝના પ્રમાણે, કંપનીની VIBમાં સતત સુધારો થઈ રહ્યો છે. સાથે જ માર્જિન પણ સારું થઈ રહ્યુ છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે, કંપનીની યોજના સતત વીમા બિઝનેસને વધારવાની છે. બેંક ઈન્શ્યોરન્સ મોડલમાં બેંક અને વીમા કંપની મળીને ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ વેચે છે. બ્રોકરેજ ફર્મના અનુસાર, એલઆઈસીએ પ્રાઈવેટ પીયર્સને શેર આપવા છતાય નાણાકીય વર્ષ 2022માં વ્યક્તિગત ઈપીઈમાં સતત 37 ટકા બજાર ભાગીદારી કાયમ રાખી છે. તેની વિશાળ એજન્સી ફ્રેન્ચાઈઝી તેની સફળતાની આધારશીલા બની છે.
કંપનીના શેર બીએસઈ પર 81.80 રૂપિયાના ડિસ્કાઉન્ટ એટલે કે 8.62 ટકાના ઘટાડાની સાથે 867.20 રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટ થયા હતા. એનએસઈ પર એલઆઈસીના શેર 77 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયા. એનએસઈ પર કંપનીના શેર 8.11 ટકાના ઘટાડાની સાથે 972 રૂપિયા પર લિસ્ટ થયા હતા. જ્યારે તેનું પ્રાઈસ બેન્ડ 949 રૂપિયા સુધી ગયું હતું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર