LIC લાવ્યું બાળકો માટે ખાસ પ્લાન, 150 રૂપિયાની બચત કરીને પોતાના લાડલાને બનાઓ લખપતિ

LIC લાવ્યું બાળકો માટે ખાસ પ્લાન, 150 રૂપિયાની બચત કરીને પોતાના લાડલાને બનાઓ લખપતિ
અમે LICની નવી ચિલ્ડ્રન્સ મની બેક યોજના વિશે વાત કરી રહ્યા છીએ.

અમે LICની નવી ચિલ્ડ્રન્સ મની બેક યોજના વિશે વાત કરી રહ્યા છીએ.

  • Share this:
    દેશની સૌથી મોટી જીવન વીમા કંપની ' જીવન વીમા નિગમ' (LIC) ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રોકાણની ઘણી સ્કીમ આપે છે. જેમાં ગ્રાહકોને સારું વળતર મળે છે. એલઆઈસી પાસે આવી જ એક યોજના છે, જે બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અમે LICની નવી ચિલ્ડ્રન્સ મની બેક યોજના વિશે વાત કરી રહ્યા છીએ.

    ચાલો જાણીએ આ સ્કીમની વિશેષ સુવિધાઓ ...



    >> આ વીમો મેળવવા માટે લઘુતમ વય 0 વર્ષ છે.
    >> વીમો લેવાની મહત્તમ વય 12 વર્ષ છે.
    >> તેની ન્યૂનતમ રકમ 10,000 રૂપિયા છે.
    >> મહત્તમ વીમા રકમ પર કોઈ મર્યાદા નથી.
    >> પ્રીમિયમ વેવર બેનિફિટ રાઇડર-વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

    પરિપક્વતાનો સમયગાળો - એલઆઈસીની નવી ચિલ્ડ્રન્સ મની બેક પ્લાનની કુલ અવધિ 25 વર્ષ છે.

    મની બેક હપતો- આ યોજના હેઠળ, બાળક જ્યારે 18 વર્ષ, 20 વર્ષ અને 22 વર્ષનો હોય ત્યારે એલઆઇસી વીમા રકમની બેઝિક સમ ઇન્સ્યોર્ડનનો 20-20% ચૂકવે છે.

    મોટી દુર્ઘટના ટળી! વડોદરામાં મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં લાગી વિકરાળ આગ, કોઇ જાનહાની નહીં

    પોલિસી ધારકના 25 વર્ષ પૂરા થાય ત્યારે બાકીના 40 ટકા ચુકવણી કરવામાં આવશે. આ ઉપરાંત, બધા બાકી બોનસ ચૂકવવામાં આવશે.

    મેચ્યોરિટી બેનિફિટ - પોલિસી પરિપક્વતા સમયે (જો વીમા કંપની પોલિસીના ગાળા દરમિયાન મૃત્યુ પામે નહીં) પોલિસી ધારકને બાકીની રકમનો બાકીનો 40% બોનસ સાથે મળશે.

    ખતરાની ઘંટી! ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસનાં વધી રહ્યાં છે દર્દીઓ પરંતુ ઇન્જેક્શનની અછત

    ડેથ બેનિફિટ - પોલીસીની અવધિ દરમિયાન પોલીસીધારકની મૃત્યુ થાય તો, વીમા રકમ ઉપરાંત, સરળ રીવર્ઝનરી બોનસ અને છેલ્લો અતિરિક્ત બોનસ આપવામાં આવે છે. મૃત્યુ લાભ કુલ પ્રીમિયમ ચુકવણીના 105 ટકાથી ઓછો રહેશે નહીં.
    Published by:Kaushal Pancholi
    First published:May 20, 2021, 09:36 IST

    ટૉપ ન્યૂઝ