Home /News /business /LIC Saral Pension: વાર્ષિક દર ઓછા પણ વિશ્વાસને કારણે યોજના પર વિચારણા કરી શકાય

LIC Saral Pension: વાર્ષિક દર ઓછા પણ વિશ્વાસને કારણે યોજના પર વિચારણા કરી શકાય

પ્રતીકાત્મક તસવીર.

LIC Saral Pension: સરળ પેન્શન યોજના બે વિકલ્પ સાથે આવે છે. જેમાં ખરીદ કિંમતના 100 ટકા વળતર સાથે લાઈવ વાર્ષિક (annuity) અને લાસ્ટ સર્વાઇવરના મોત પર ખરીદ કિંમતના 100 ટકા વળતર સાથે જોઈન્ટ લાઇફ લાસ્ટ સર્વાઇવર વાર્ષિક (annuity)નો સમાવેશ થાય છે.

વધુ જુઓ ...
    મુંબઈ: ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા સમયાંતરે વીમા કે બચતને લગતી પોલિસીના પ્લાન જાહેર કરવામાં આવે છે. હાલ આવી યોજનાઓનો લાખો લોકો લાભ લઇ રહ્યા છે. ત્યારે LICએ સરળ પેન્શન તત્કાળ વાર્ષિકી (annuity) પ્લાન જાહેર કર્યો છે. આ પ્રકારના સ્ટાન્ડર્ડાઇઝ પ્લાન અન્ય સંસ્થાઓને પણ આપવા પડશે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAI દ્વારા વીમા કંપનીઓ માટે 1 એપ્રિલથી જીવન (Life insurance) અને સ્વાસ્થ્ય વીમા (Health insurance) શ્રેણીમાં અન્ય સ્ટાન્ડર્ડાઇઝ પ્રોડક્ટને અનુરૂપ આવા પ્લાન તૈયાર કરવાનું ફરજિયાત કર્યું હતું. મેક્સ લાઇફ, ટાટા એઆઈએ લાઇફ અને એગોન લાઇફ જેવી કંપનીઓ દ્વારા આવી પ્રોડક્ટ પહેલા જ લોન્ચ કરી દેવાઈ હતી. આવા પ્લાનમાં વીમા ધારકો માટે સુવિધાઓ અને ક્લોઝર સમાન છે. પણ વાર્ષિકી (annuity) કંપનીઓ નક્કી કરે છે.

    આ પણ વાંચો: ટોક્યો ઓલિમ્પિકમાંથી શીખો કેવી રીતે થઈ શકે વ્યક્તિગત નાણાકીય આયોજન! 

    વાર્ષિકી (annuity) કેવી રીતે કાર્ય કરશે?

    એકવાર અમુક નિશ્ચિત રકમ ચૂકવી તત્કાલ વાર્ષિકી (annuity) પ્લાન ખરીદવાથી તમને આજીવન વાર્ષિક, ત્રિમાસિક કે અર્ધવાર્ષિક અવધિમાં નિયમિત પેન્શન મળે છે. વીમા કંપનીને આ પ્રકારે રકમ આપવા માટે તમારે સંચિત નિવૃત્તિ કોષનો ઉપયોગ કરવો પડશે. જેને ખરીદી માટે ચૂકવેલી કિંમત તરીકે ઓળખાય છે. ત્યારબાદ વીમા કંપનીઓ અગાઉથી નક્કી થયેલા દર મુજબ આજીવન પેન્શન આપવાનું વચન આપે છે. ટર્મ ઇન્શ્યોરન્સ પોલિસી ધારકના જલ્દી મૃત્યુના જોખમને કવર કરે છે. જ્યારે વાર્ષિકી (annuity) તેનાથી વિપરીત વ્યક્તિના લાંબી વયના જોખમને કવર કરે છે.

    આ પણ વાંચો: કોવિડ સ્કોલરશીપ: HDFC બેંકની સ્કોલરશીપ કેવા વિદ્યાર્થીઓને મળી શકે? અરજી કેવી રીતે કરવી? 

    સરળ પેન્શન પ્લાન શું છે?

    સરળ પેન્શન યોજના બે વિકલ્પ સાથે આવે છે. જેમાં ખરીદ કિંમતના 100 ટકા વળતર સાથે લાઈવ વાર્ષિક (annuity) અને લાસ્ટ સર્વાઇવરના મોત પર ખરીદ કિંમતના 100 ટકા વળતર સાથે જોઈન્ટ લાઇફ લાસ્ટ સર્વાઇવર વાર્ષિક (annuity)નો સમાવેશ થાય છે. પ્રથમ વિકલ્પ હેઠળ પોલિસીધારકને તેના જીવન દરમિયાન પેન્શન મળે છે. તેના મૃત્યુ પછી ખરીદ કિંમત નોમીની કે વારસદારને આપવામાં આવે છે. બીજા વિકલ્પમાં પોલિસીધારકના મૃત્યુ બાદ તેના પતિ કે પત્નીને અથવા કાયદેસર વારસને ખરીદ કિંમત આપવામાં આવે છે. કેન્સર કે કિડની ફેઈલ થઈ હોય તેવા કિસ્સામાં પોલિસી સરેન્ડર કરવાનો વિકલ્પ પણ મળે છે. આ ઉપરાંત લોનની સુવિધા પણ મળે છે. આમ તો બધી જ વિશેષતા સમાન છે. માત્ર રિટર્ન રેટ ખાસ કારણ છે. હાલ કંપનીઓ દ્વારા 4.6-6.2 ટકા રિટર્ન મળે છે. જે વ્યક્તિની ઉંમર અને રોકવામાં આવેલી રકમ પર આધારિત છે.

    આ પણ વાંચો: 12.90 રૂપિયાના આ શેરે રોકાણકારોને કર્યાં માલામાલ! 1 લાખ રૂપિયાના બની ગયા 6 લાખ રૂપિયા!




    LIC અને અન્ય કંપનીઓના પ્લાન વચ્ચે અંતર

    વીમા કંપનીઓની વાર્ષિકી (annuity)ની સરખામણી કરતા ખ્યાલ આવે છે કે, મોટાભાગની કંપની LIC કરતા વધુ સારા દર ઓફર કરે છે. દા.ત. કોઈ 50 વર્ષની વ્યક્તિ રૂ. 10 લાખનું રોકાણ કરી પ્રથમ વિકલ્પ પસંદ કરે તેવા કિસ્સામાં ટાટા એઆઈએ લાઇફનો વાર્ષિક દર ખૂબ વધુ છે. તે LICના રૂ. 51,050ની સરખામણીએ રૂ. 61,200નું વાર્ષિક પેન્શન આપવાનું વચન આપે છે. પણ LIC અને અન્ય વીમા કંપનીઓના વાર્ષિક (annuity) દર વચ્ચેનું અંતર વધુ ઓછું છે.

    આ બાબતે લેડર 7 ફાઇનાન્શિયલ એડવાઇઝરીના સ્થાપક સુરેશ સદગોપન કહે છે કે, LICને ઘણા લોકો વિશ્વસનીય બ્રાન્ડ તરોકે જુએ છે. LIC પોતાની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરે છે અને વળતર અંગે સમાધાન કરવામાં વાંધો નહીં થાય. એટલે કે તમારો નિર્ણય તમારા માટે સૌથી મહત્વપૂર્ણ હોય તેવા પેરામીટર પર તે આધારીત રહેશે. એલઆઈસી પાસે ક્લેમની ચૂકવણીનો લાંબા સમયનો ટ્રેક રેકોર્ડ છે અને લોકોએ તેના પર વિશ્વાસ મુક્યો છે. બીજી તરફ જો રિટર્ન વધુ મહત્વનું હોય ત્યારે તમે અન્ય કંપનીઓ તરફ નજર દોડાવી શકો છો. આવા રિટર્ન વાર્ષિક હોવાથી રિટર્નમાં મામુલી અંતરથી ફર્ક પડતો નથી.

    આ પણ વાંચો: SBI, HDFC સહિત બેંકોની ખાસ ઑફર, છ મહિનાની FD કરીને કરો મોટી કમાણી

    વાર્ષિક પ્લાન હેઠળ વીમા ધારકને લાંબી અવધીમાં પેઆઉટ કરવાનું રહે છે. જેથી રિટર્ન પણ સીમિત હોય છે. લેડરઅપ વેલ્થ મેનેજમેન્ટના મેનેજીંગ ડિરેક્ટર રાઘવેન્દ્ર નાથ અનુસાર, રિટર્ન ઓછું હોવાની સાથે વાર્ષિક (annuity) પેઆઉટની પ્રકૃતિ અવરોધક બને છે. 10 વર્ષ વાદ રૂ. 50,000ના પેન્શનનું મૂલ્ય આજની સરખામણીએ ઓછું હશે. પરંતુ ફુગાવો એડજસ્ટ કરતી વાર્ષિકી (annuity) ઓફર થતી નથી. છતાં પણ નિવૃત્તિ બાદ તે પેન્શનધારકો માટે નિશ્ચિત આવકનો સ્ત્રોત છે. જે લોકોની માસિક આવક રૂ. 60,000થી રૂ.70,000 હોય તેમણે આ વિકલ્પ પસંદ કરવો જોઈએ. અલબત ઊંચી આવક ધરાવતા લોકો માટે આ સારો વિકલ્પ નથી.

    આ પણ વાંચો: જીવન વીમો: પત્ની અને બાળકોને સરળતાથી ક્લેમ મળી રહી તે માટે આ એક કામ જરૂર કરો

    કઈ બાબતો ધ્યાનમાં લેવી

    વાર્ષિકી (annuity) આજીવન આવકનો સ્ત્રોત છે. આ ઉપરાંત પતિ કે પત્નીને પણ આવક મળી શકે છે. જેથી નિવૃત્તિમાં તે સારો વિકલ્પ બની શકે છે. અત્યારે આવી આવક પર ટેક્સ લગાવવામાં આવે છે. આ ઉપરાંત ફુગાવા સાથે જોડાયેલા વિકલ્પ ઓછા હોવાની વાત પણ નિરાશાજનક છે. જો માત્ર ઓછો દર હોવા છતાં વર્ષીકીનું ઉપયોગનું મૂલ્ય અને અન્ય વીમા કંપનીઓના મૂલ્યાંકન કરવામાં આવે તો LIC અન્ય ઘણી કંપનીઓ કરતા આગળ છે. જીવન વીમા ક્લેમની જેમ જ વીમા કંપનીની ક્ષમતા અને લાંબા ગાળે વળતર આપવાની ઈચ્છા નિર્ણાયક માપદંડ છે. (PREETI KULKARNI, Moneyconrol.com)
    First published:

    Tags: Health insurance, LIC, Life Insurance, Pension