Home /News /business /LICની વીમાધારકોને ઓફર! મોટા ડિસ્કાઉન્ટ સાથે ફરી શરુ કરો બંધ પોલિસી

LICની વીમાધારકોને ઓફર! મોટા ડિસ્કાઉન્ટ સાથે ફરી શરુ કરો બંધ પોલિસી

વીમા કંપની પોલિસીધારકોને લેટ ફી પર 30% સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

LIC લેપ્સ્ડ પોલિસી રિવાઇવલ સ્કીમમાં, વીમાદાતા પોલિસીધારકોને લેટ ફી ચાર્જ પર 30% સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે. ડિસ્કાઉન્ટની ટકાવારી પોલિસીના પ્રકાર અને દરેક ગ્રાહકના LIC પ્રીમિયમ ચુકવણી શુલ્કની મર્યાદા પર આધારિત છે.

LIC revival offer: વીમાધારકો માટે અલગ-અલગ યોજનાઓ માટે અલગ-અલગ પ્રીમિયમ હોય છે. જે સંબંધિત યોજના હેઠળ આપવામાં આવેલા વિકલ્પો અનુસાર ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવી શકે છે. પરંતુ કેટલીકવાર, આપેલ સમયમર્યાદામાં પ્રીમિયમની ચુકવણી ન થવાને કારણે પોલિસી સમાપ્ત થઈ શકે છે. પોલિસીધારક વ્યાજ સાથે પ્રીમિયમ ચૂકવીને પોલિસીને પુનર્જીવિત કરી શકે છે. LIC એ ગ્રાહકો માટે 2023 માટે લેપ્સ્ડ પોલિસી રિવાઇવલ સ્કીમની જાહેરાત કરી છે.

લેટ ફી ચાર્જ પર 30% સુધીની છૂટ


LIC લેપ્સ પોલિસી રિવાઇવલ સ્કીમમાં, વીમા કંપની પોલિસીધારકોને લેટ ફી પર 30% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ડિસ્કાઉન્ટની ટકાવારી પોલિસીના પ્રકાર અને દરેક ગ્રાહકના LIC પ્રીમિયમ ચુકવણી શુલ્કની મર્યાદા પર આધારિત છે. આ યોજના જાન્યુઆરી 2021માં શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:Hot Stocks: બ્રોકરેજ હાઉસે કહ્યું ટૂંકાગાળામાં આ 3 કંપનીઓ આપી શકે છે 11 ટકા રીટર્ન, ચૂકી ન જતાં

LICએ એક ટ્વિટમાં જણાવ્યું છે કે તમારી લેપ્સ થયેલી LIC પોલિસીને ડિસ્કાઉન્ટેડ લેટ ફી સાથે રિવાઇવ કરી શકાય છે. LIC આવા વીમા ધારકોને આ તક હાલમાં આપી રહી છે. LICએ આ માટે 1 ફેબ્રુઆરી 2023 થી 24 માર્ચ 2023 સુધીનો સમયગાળો આપ્યો છે.


LIC કેટલી છૂટ આપી રહી છે


LIC રૂ.1 લાખ સુધીના કુલ પ્રીમિયમ પર લેટ ફીમાં 25% છૂટ આપી રહી છે, જેમાં છૂટની મહત્તમ મર્યાદા રૂ.2500 છે. જ્યારે રૂ.100001 થી રૂ.300000 સુધીના કુલ મળવાપાત્ર પ્રીમિયમ પર 25 ટકાની છૂટ આપવામાં આવી રહી છે. LICને 3 લાખથી વધુના પ્રાપ્ય પ્રીમિયમ પર 30 ટકા રિબેટ સાથે રૂ.3500 સુધીની છૂટ આપવામાં આવી રહી છે.
First published:

Tags: Business news, LIC, LIC Latest update, LIC News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો