LICએ પોલિસી ધારકોને આપ્યો આ ખાસ ચાન્સ, મળશે લાભ

News18 Gujarati
Updated: March 25, 2019, 12:57 PM IST
LICએ પોલિસી ધારકોને આપ્યો આ ખાસ ચાન્સ, મળશે લાભ
LICએ પોલિસી ધારકોને આપ્યો આ ખાસ ચાન્સ

LICએ તેના ગ્રાહકો માટે સ્પેશિયલ રિવાઇવલ કેમ્પેઇનની શરૂઆત કરી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ તેના ગ્રાહકો માટે સ્પેશિયલ રિવાઇવલ કેમ્પેઇન (Special Revival Camp)ની શરૂઆત કરી છે. આ કેમ્પેઇનમાં કંપની એ ગ્રાહકોને પોલિસી ફરી શરૂ કરાવવાનો મોકો આપી રહી છે, જેમણે કોઇ કારણસર લાંબા સમયથી પોલિસીનું પ્રીમિયમ ભર્યું નથી અને પ્રીમિયમ ન ભરવાને લીધે તેમની પોલિસી લેપ્સ થઇ ગઇ છે. કંપનીએ આ માટે 30 માર્ચ, 2019 સુધીનો સમય નક્કી કર્યો છે.

રિવાઇવલ માટે આપવી પડશે એમાઉન્ટ

LICના રિવાઇવલ કેમ્પેઇનમાં તે પોલિસી હોલ્ડર્સને બેનિફિટ મળશે જેમણે પોતાની પોલિસી સરેન્ડર નથી કરી. જો કે, આ માટે પોલિસી હોલ્ડર્સને થોડી એમાઉન્ટ પણ આપવી પડશે.

લેટ ફીસ પર કન્સેશન

LICની બંધ થઇ ગયેલી પોલિસીને ફરી શરૂ કરાવવા માટે ચલાવવામાં આવી રહેલાં આ કેમ્પેઇનમાં લેટ ફીસ પર કન્સેશન પણ મળી રહ્યું છે.

 આ પણ વાંચો: SBI ગ્રાહકો વોટ્સએપ મેસેજથી સાવધાન, નહીં તો લાગશે લાખોનો ચૂનો

ડેથ પર મળશે આર્થિક મદદ

LICએ ટ્વિટ કરીને એ વાતને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે, પોલિસીને રિવાઇલ કરવાથી ગ્રાહકોને ડેથ બેનિફિટ્સ પણ મળશે. એટલે કે પોલિસીધારકનું અચાનક મૃત્યુ થાય તો નોમિનીને નાણાં મળશે.

જો કે, પ્રીમિયમ નહીં ભરો તો પોલિસી બંધ થઇ જશે. જે બાદ પોલિસીધારકને મળનારા બેનિફિટ્સ નહીં મળે. સ્પેશિયલ રિવાઇવલમાં કોઇ પોલિસીને માત્ર એક વખત જ ફરી શરૂ કરી શકાય છે. જો કે, આના માટે જરૂરી છે કે આ પોલિસીને લેપ્સ થયાને 3 વર્ષથી વધુ સમય ન થયો હોય.
First published: March 25, 2019, 12:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading