Home /News /business /

LIC Q3 Results: ત્રીજા ત્રિમાસિક દરમિયાન એલઆઈસીને બમ્પર નફો, IPO પહેલા નફો વધીને રૂ. 235 કરોડ થયો

LIC Q3 Results: ત્રીજા ત્રિમાસિક દરમિયાન એલઆઈસીને બમ્પર નફો, IPO પહેલા નફો વધીને રૂ. 235 કરોડ થયો

એલઆઈસી આઈપીઓ

LIC December profit: ગત નાણાકીય વર્ષના નવ મહિના દરમિયાન એલઆઈસીને 7.08 કરોડ રૂપિયાનો નફો થયો હતો. આ વર્ષે આ સમયગાળા દરમિયાન નફો 1642.78 કરોડ રૂપિયા થયો.

    મુંબઇ. LIC IPO Updates: આઈપીઓ (Initial public offering) જાહેર કરવાની તૈયાર કરી રહેલી એલઆઈસી (LIC IPO)એ નાણાકીય વર્ષ 2022ના ડિસેમ્બર ત્રિમાસિકનું પરિણામ જાહેર કર્યું છે. દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીનો નફો (LIC Q3 results) ત્રીજા ત્રિમાસિક દરમિયાન 234.91 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. વીમા કંપનીની વેબસાઇટ પ્રમાણે એક વર્ષ પહેલા ડિસેમ્બર ક્વાર્ટરમાં LICનો નફો 0.91 કરોડ રૂપિયા હતો. 31 ડિસેમ્બર 2021ના રોજ પૂર્ણ થયેલા 9 મહિના દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો 1642.78 કરોડ રૂપિયા થયો છે. ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન નફો 7.08 કરોડ રૂપિયા હતો.

    IPO લાવવાની તૈયારી કરી રહેલી વીમા કંપનીને વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન ઇન્વેસ્ટમેન્ટ વેચીને 29,102 કરોડ રૂપિયાનો નફો થયો હતો. કંપનીનો જે નફો છે તેમાં મોટું યોગદાન ઇક્વિટી અસેટ્સ અને ઇન્વેસ્ટમેન્ટ વેચવાથી છે. 31 માર્ચ, 2021ના રોજ પૂર્ણ થયેલા વર્ષમાં વીમા કંપનીને કુલ 46,187 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો.

    આ કારણે ચોખ્ખા નફામાં થયો વધારો

    નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પૉલિસીમાં ફેરફારને પગલે એલઆઈસીને આટલો વધારે નફો થયો છે. એલઆઈસીએ ફંડ્સ રીડિસ્ટ્રિબ્યૂશન પૉલિસીમાં ફેરફાર કર્યો છે, જેના પગલે નફામાં ઝડપથી ઉછાળો આવ્યો છે. જો નવ મહિનાના શુદ્ધ નફાની વાત કરીએ તો એલઆઈસીનો ચોખ્ખો નફો એપ્રિલ-ડિસેમ્બર 2021 દરમિયાન 232 ગણો વધ્યો છે.

    આ પણ વાંચો: એલઆઈસીના કર્મચારીઓ અને પૉલિસીધારકો કેટલા પૈસા લગાવી શકશે? 

    એપ્રિલ-ડિસેમ્બર 2020 દરમિયાન એલઆઈસીનો ચોખ્ખો નફો 7.08 કરોડ રૂપિયા હતો. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં 1642.78 કરોડ રૂપિયાનો નફો થયો છે. આ પહેલા LICએ 25મી જાન્યુઆરીના રોજ જણાવ્યું હતું કે કંપનીને નાણાકીય વર્ષ 221-22ના પ્રથમ છ મહિનામાં 1437 કરોડ રૂપિયાનો કરને બાદ કરતા નફો (PAT) થયો છે. એક વર્ષ પહેલા આ જ સમયગાળા દરમિયાન PAT 6.14 કરોડ રૂપિયા હતો.

    આ પણ વાંચો: શું લોકો LIC IPO માટે બજારમાંથી પૈસા કાઢી રહ્યા છે? જાણો બજાર નિષ્ણાતનો જવાબ

    આઈપીઓ આવતા વર્ષ સુધી ટળી શકે

    બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે એલઆઈસીનો આઈપીઓ ચાલુ નાણાકીય વર્ષમાં આવે તેવી શક્યતા નહિવત છે. થોડા દિવસ પહેલા નાણા મંત્રી નિર્મલા સીતારમણે એક ઇન્ટરવ્યૂમાં એવો સંકેત આપ્યો હતો કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધથી આંતરરાષ્ટ્રીય બજારની હાલત બગડે છે તે આઈપીઓની તારીખ અંગે ફરીથી વિચારણા કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે સરકારે પહેલા જાહેરાત કરી હતી કે એલઆઈસીનો આઈપીઓ માર્ચ, 2022 સુધી બજારમાં લિસ્ટ થઈ જશે. જોકે, રશિયા-યુક્રેન યુદ્ધને પગલે બજારની સ્થિતિ બગડી જતાં સરકાર આઈપીઓ ટાળી રહી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, LIC IPO

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन