હવે એક મિનીટમાં ભરી શકશો LICનું પ્રિમીયમ, આવી છે સરળ રીત

News18 Gujarati
Updated: November 23, 2018, 7:42 AM IST
હવે એક મિનીટમાં ભરી શકશો LICનું પ્રિમીયમ, આવી છે સરળ રીત
પેટીએમએ 30થી વધુ વીમા કંપનીઓ સાથે કરાર કરી લીધો છે. હવે ગ્રાહક સરળતાથી પોતાના વીમા પ્રિમીયમની ચૂકવણી કરી શકશે.

પેટીએમએ 30થી વધુ વીમા કંપનીઓ સાથે કરાર કરી લીધો છે. હવે ગ્રાહક સરળતાથી પોતાના વીમા પ્રિમીયમની ચૂકવણી કરી શકશે.

  • Share this:
ભારતીય જીવન વીમા નિગમ લિમીટેડ (એલઆઈસી)ના પોલીસી ગ્રાહકો માટે ખુશખબરી છે. હવે તમે તમારી પોલીસીનું પ્રિમિયમ માત્ર એક મિનીટમાં ઓનલાઈન ભરી શકશો. આ સાથે પીટીએમએ એલઆઈસી સાથે એક કરાર કર્યો છે. આ સાથે 30થી વધુ કંપનીઓ સાથે પણ કરાર કર્યો છે.

પેટીએમએ 30થી વધુ વીમા કંપનીઓ સાથે કરાર કરી લીધો છે. હવે ગ્રાહક સરળતાથી પોતાના વીમા પ્રિમીયમની ચૂકવણી કરી શકશે. જે મહત્વની કંપનીઓ સાથે પેટીએમે કરાર કર્યો છે તેમાં એલઆઈસી, રિલાયન્સ લાઈફ, એસબીઆઈ લાઈફ, આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ લાઈફ, એચડીએફસી લાઈફ, મેક્સ લાઈફ, કેનરા એચએસબીસી લાઈફ, ટાટા એઆઈએ, આદિત્ય બિરલા સન લાઈપ, સ્ટાર હેલ્થ અને શ્રીરામ લાઈફ પ્રમુખ છે.

પીટીએમના સીઈઓ કિરણ વાસીરેડ્ડીએ કહ્યું છે કે, આપણા દેશમાં વીમા પ્રિમીયમની ચુકવણી મોટાભાગે કેશમાં થાય છે. અમે ઈચ્છીએ છીએ કે, પેટીએમ દ્વારા લોકો કોઈ પણ પરેશાની વગર સરળતાથી ચુકવણી કરવાનો અનુભવ લે.
First published: November 22, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading