Home /News /business /

LIC Portfolio Stocks: FY22માં LICએ આ સ્ટોક્સમાં રોકાણથી કરી મબલખ કમાણી, તમારી પાસે છે આ શેર્સ?

LIC Portfolio Stocks: FY22માં LICએ આ સ્ટોક્સમાં રોકાણથી કરી મબલખ કમાણી, તમારી પાસે છે આ શેર્સ?

એલઆઈસીની કમાણી

LIC Portfolio stocks: ટાટા જૂથની કંપનીઓ ટાટા એલેક્સી-Tata Elxsi (166.96 ટકા વધીને) અને ટાટા પાવર કંપની (121.13 ટકા)એ LICને જોરદાર વળતર આપ્યું હતું.

મુંબઇ. LIC IPO updates: દેશના સૌથી મોટા સંસ્થાકીય રોકાણકારો (institutional investors)માં LICનું નામ સામેલ છે. LIC 9.50 લાખ કરોડ રૂપિયાથી વધુની ઇક્વિટીની માલિકી ધરાવે છે અને તેણે ચાલુ નાણાકીય વર્ષમાં 11 ફેબ્રુઆરી સુધીમાં કેટલાક શેરોમાંથી જંગી વળતર મળ્યું છે. JSW એનર્જી 275 ટકાની તેજી સાથે LICના પોર્ટફોલિયોમાં ટોપ ગેઇનર તરીકે સામે આવી હતી. કંપનીનો શેર 11 ફેબ્રુઆરીના રોજ 340.30 રૂપિયા પર પહોંચી ગયો હતો, જે ગત 1 એપ્રિલ 2021ના રોજ 90.65 રૂપિયા હતો. 31 ડિસેમ્બર, 2021ના રોજ LIC પાસે કંપનીમાં 9.01 ટકા હિસ્સો હતો.

સેલ રેટિંગ

HDFC સિક્યોરિટીઝ દ્વારા JSW એનર્જીને 118 રૂપિયાના ટાર્ગેટ સાથે સેલ રેટિંગ અપાયું છે. કંપનીના શેર 14 ફેબ્રુઆરી 2022ના રોજ 329 રૂપિયા પર ટ્રેડ થયા હતા. HDFC સિક્યોરિટીઝે જાન્યુઆરીમાં રિપોર્ટમાં જણાવ્યું હતું કે, અમારું માનવું છે કે સ્ટોક અયોગ્ય વેલ્યુએશન પર ટ્રેડ કરી રહ્યો છે.

એ જ રીતે ICICI સિક્યોરિટીઝે પણ JSW એનર્જી પર સેલ કોલ આપ્યો છે, સ્ટોકનો ટાર્ગેટ 175 રૂપિયા છે. તેનું કહેવું છે કે, અમે શેર પર સેલ જાળવી રાખીએ છીએ, પરંતુ ટાર્ગેટ ભાવ વધારીને રૂ.175 (અગાઉ રૂ. 156) કરીએ છીએ.

ટાટા એલક્સી અને ટાટા પાવર

બીજી તરફ ટાટા જૂથની કંપનીઓ ટાટા એલેક્સી-Tata Elxsi (166.96 ટકા વધીને) અને ટાટા પાવર કંપની (121.13 ટકા)એ LICને જોરદાર વળતર આપ્યું હતું. LIC 31 ડિસેમ્બર, 2021ના રોજ ટાટા એલેક્સીમાં 1.04 ટકા અને ટાટા પાવર કંપનીમાં 6.53 ટકા હિસ્સો ધરાવે છે.

ટાટા પાવર માટે ટાર્ગેટ

ટાટા પાવરે ગયા અઠવાડિયે 31 ડિસેમ્બરે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.426 કરોડનો નફો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન ગાળામાં નોંધાયેલા રૂ.248 કરોડની સરખામણીએ 71 ટકા વધુ છે. HDFC સિક્યોરિટીઝે ક્વાર્ટર 3ના પરિણામો પછી ટાટા પાવર માટે ટાર્ગેટ વધારીને રૂ. 258 (અગાઉના રૂ. 215 થી) કર્યો હતો અને રેટિંગને 'રિડ્યુસ' થી 'એડ' માં અપગ્રેડ કર્યું હતું.

HDFC સિક્યોરિટીઝે આ બાબતે રિપોર્ટમાં જણાવ્યું હતું કે, અમે નાણાકીય વર્ષ 23ની કમાણીના અંદાજમાં 8 ટકાનો વધારો કરીએ છીએ. જેની પાછળ ઓડિશામાં એટીએન્ડસીની ખોટમાં ઘટાડો, સોલાર બિઝનેસમાં મજબૂત એક્ઝિક્યુશન અને ઓર્ડરની જીત, નવા રિઝોલ્યુશન હેઠળ ગુજરાતને વીજ વેચાણ દ્વારા મુન્દ્રામાં આંશિક ફિક્સ્ડ કોસ્ટ રિકવરી જેવા કારણો જવાબદાર છે.

આઈઆરસીટીસી શેર (IRCTC Stock)

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) અને અદાણી ટ્રાન્સમિશનમાં પણ નાણાકીય વર્ષ 22માં અત્યારસુધીમાં 137 ટકા અને 101 ટકાનો ઉછાળો નોંધાયો છે. ક્વાર્ટર 3માં IRCTCનો ચોખ્ખો નફો 167 ટકા વધીને રૂ.208.80 કરોડ થયો હતો, જે ક્વાર્ટર ગત વર્ષે રૂ.78.08 કરોડ હતો.

GCL સિક્યોરિટીઝના વાઇસ ચેરમેન રવિ સિંઘલે જણાવ્યું હતું કે, IRCTCએ તમામ માપદંડોમાં શાનદાર પરિણામો દર્શાવ્યા છે. રોકાણકારો ડિપ્સ પર ICICIનો શેર ખરીદવાનું વિચારી શકે છે, જેમાં એક વર્ષના સમય સાથે રૂ.1,350નો ટાર્ગેટ ભાવ રાખી શકાય છે.

આ પણ વાંચો: LIC ઇશ્યૂનો 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત

એલઆઈસી આઈપીઓ (LIC IPO)

ઉલ્લેખનીય છે કે, LICએ રવિવારે તેના IPO માટે પોતાનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો હોવાથી LIC દલાલ સ્ટ્રીટ પર ધૂમ મચાવી રહી છે. DRHP અનુસાર, સરકારી માલિકીની વીમા કંપની પાસે ઓફર ફોર સેલ (OFS) દ્વારા ઓફર પર રૂ.10ની ફેસ વેલ્યુના 31.62 કરોડ જેટલા ઇક્વિટી શેર હશે. જે ઇક્વિટી હિસ્સાના 5 ટકા જેટલા થાય છે.

આ પણ વાંચો: IPO માટે LIC પોલિસીધારકોએ આ 5 બાબતોનું અવશ્ય રાખવું જોઈએ ધ્યાન

નોંધનીય છે કે, 1 એપ્રિલથી 50થી 90 ટકા સુધીની વધારો થયો હોય તેવી કંપનીઓમાં ઇન્ડિયન હોટેલ્સ કંપની, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ, ICICI સિક્યોરિટીઝ, ઓઇલ ઇન્ડિયા, રાજેશ એક્સપોર્ટ્સ, GMR ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અદાણી ટોટલ ગેસ, બજાજ ફિનસર્વ, વેદાંતા, ટાટા મોટર્સ, ONGC, કેનેરા બેંક, અદાણી એન્ટરપ્રાઇઝ, ટાઇટન કંપની, એપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ, હિન્ડાલ્કો, કોફોર્જ, ક્રિસિલ, લૌરસ લેબ્સ અને બેંક ઓફ બરોડાનો સમાવેશ થાય છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, LIC, LIC IPO, Stock market, આઇઆરસીટીસી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन