LICની મોટી જાહેરાત: હવે મેચ્યોરિટી માટે ડોક્યુમેન્ટ દેશની કોઈપણ બ્રાન્ચમાં જમા કરી શકાશે, જાણી લો પ્રોસેસ

LICની મોટી જાહેરાત: હવે મેચ્યોરિટી માટે ડોક્યુમેન્ટ દેશની કોઈપણ બ્રાન્ચમાં જમા કરી શકાશે, જાણી લો પ્રોસેસ
પ્રતિકાત્મક તસવીર

દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમે(LIC) તેના કરોડો ગ્રાહકોને રાહત આપી છે. જાણીલો આ સેવાથી શું ફાયદો થશે.

  • Share this:
    દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમે(LIC) તેના કરોડો ગ્રાહકોને રાહત આપી છે. હવે ગ્રાહકો એલઆઈસીની મેચ્યોરિટી પોલિસીના પેમેન્ટ માટે દેશના કોઇપણ ખૂણેના એલઆઇસી બ્રાન્ચમાં ડોક્યુમેન્ટ જમા કરાવી શકશે.

    અલબત્ત મેચ્યોરિટી ક્લેમની પ્રોસેસિંગ મુખ્ય બ્રાન્ચ દ્વારા જ થશે. એલઆઇસીના પોલિસી ધારકોને મેચ્યોરિટી માટે દાવો કરવા મહિનાના અંત સુધીમાં દેશની કોઈપણ ઓફીસમાં ડોક્યુમેન્ટ જમા કરાવી શકશે. જે પોલિસી ધારકોની પોલિસી મેચ્યોર થઈ ગઈ છે, તેમના માટે આ ખૂબ રાહતના સમાચાર છે.



    દેશમાં એલઆઇસીની 2000થી વધુ બ્રાન્ચ

    ઉલ્લેખનીય છે કે, દેશમાં એલઆઈસીની 113 વિભાગીય કચેરીઓ છે, જ્યારે 2048 શાખાઓ અને 1526 નાની કચેરીઓ છે. ઉપરાંત ગ્રાહકોની સુવિધા માટે 74 કસ્ટમર ઝોન પણ છે. જ્યાં મેચ્યોરિટી ક્લેમના ફોર્મ્સ પોલિસી ધારકો પાસેથી સ્વીકારવામાં આવશે. ગ્રાહક દ્વારા કોઈપણ LIC શાખામાંથી લેવામાં આવેલી પોલિસીની મેચ્યોરિટી પર ક્લેમ ફોર્મ ક્યાંય પણ સબમિટ કરી શકશે.

    આ પણ વાંચો - સુરત: હવે કિન્નરના Videoએ વિવાદ સર્જ્યો, ભલ-ભલા કિન્નરને યુવતી સમજી થઈ જાય છે ફિદા

    પ્રાયોગિક ધોરણે વ્યવસ્થા ગોઠવાઈ

    ગ્રાહકો માટેની આ સુવિધા પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવી છે. આ સુવિધા આગામી તા. 31 માર્ચના રોજ સમાપ્ત થઈ જશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં એલઆઈસીમાં 29 કરોડથી વધુ પોલિસી ધારકો છે. એલઆઈસી વિશ્વની પ્રથમ નંબરની વીમા કંપની છે. એલઆઈસીમાં રોકાણ કરેલા તેમના નાણાં ક્યારેય ખોવાશે નહીં તેવો લોકોને વિશ્વાસ છે.

    આ પણ વાંચોહોળી ઘરે જ મનાવી પડશે, હોળીના સાર્વજનિક કાર્યક્રમો પર લગાવવામાં આવી રોક

    રોજગારનો વિકલ્પ બની એલઆઇસી

    એલઆઇસી રોકાણની સાથે સામાન્ય લોકો માટે રોજગારનો વિકલ્પ પણ છે. તાજેતરમાં કંપનીએ તેની નવી પોલિસી બચત પ્લસ લોન્ચ કરી હતી. તેમાં સુરક્ષાની સાથે બચતની સુવિધા પણ છે. આ યોજનાનો પાકતી મુદત પાંચ વર્ષની છે.
    Published by:News18 Gujarati
    First published:March 19, 2021, 17:18 pm

    ટૉપ ન્યૂઝ