Home /News /business /

LICની ખાસ પૉલિસી, રૂ.1000 જમા કરાવો અને મળશે 1 લાખ રૂપિયા

LICની ખાસ પૉલિસી, રૂ.1000 જમા કરાવો અને મળશે 1 લાખ રૂપિયા

પ્રતિકાત્મક તસવીર

એલઆઇસી ન્યૂ મની બેક યોજના (25 વર્ષ) અંગે જણાવીશું. આ એક નૉન લિંક્ડ લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે ગેરંટી રિટર્ન અને બોનસ આપે છે.

    ન્યૂઝ18ગુજરાતીઃ LIC વિામા ક્ષેત્રની સૌથી મોટી કંપની છે. એલઆઇસી તાજેતરમાં અનેક એવા પ્લાન લાવી છે. જેના વિશે ઓછા લોકોને ખબર હશે. આજે અમે તમને એલઆઇસી ન્યૂ મની બેક યોજના (25 વર્ષ) અંગે જણાવીશું. આ એક નૉન લિંક્ડ લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે ગેરંટી રિટર્ન અને બોનસ આપે છે. આ યોજનામાં તમારે માત્ર 20 વર્ષો સુધી પ્રીમિયમ ભરવું પડશે. જ્યારે તમારી પૉલિસી (lic policy) 25 વર્ષો સુધી ચાલું રહેશે.

    આ યોજના 13થી 45 વર્ષની ઉંમર વચ્ચેની વ્યક્તિ દ્વારા 25 વર્ષની નિશ્ચિત સમય માટે લઇ શકાય છે. આમ પૉલિસીધારકોને જીવિત રહેવા સુધી વીમાની રાશિના 15 ટકા પેમેન્ટ પ્રત્યેક 5 વર્ષના અતમાં કરવામાં આવે છે. બાકીની 40 ટકા વીમાની રકમનું પેમેન્ટ સિંપલ રિવર્સનરી બોનસ તથા ફાઇનલ એડિશન બોનસની સાથે યોજનાના અંતમાં કરવામાં આવે છે.

    આ પણ વાંચોઃ-અહીં પૈસા લગાવનારનો એક રૂપિયો પણ નહીં ડૂબે, મળશે વધારે ફાયદો

    એલઆઇસી ન્યૂ મની બેક યોજના (25 વર્ષ)ના ફિચર્સઃ (lic policy new money)

    - 20 વર્ષના સમયુ સુધી મની બેક યોજના
    - વીમા રાશીના 15 ટકા પેમેન્ટ પૉલિસીધારકોને સર્વાઇવલ ભાગના રૂપમાં દરેક 5માં, 10માં, 10માં અને 20માં વર્ષના અંત સુધી કરવામાં આવશે.
    -આ અંતર્ગત એલઆઇસી દુર્ઘટના મૃત્યુ અને વિકલાંગતા લાભ રાઇડર એક વિકલ્પના રૂપમાં ઉપલબ્ધ છે.

    આ પણ વાંચોઃ-પોતાના વખાણ લખીને પતિથી ટ્વીટ કરાવે છે પ્રિયંકા ચોપરા? નિકની ઉડી મજાક

    LIC ન્યૂ મની બેક પૉલિસી થકી મળનારા વિવિધ લાભ

    મૃત્યુ લાભઃ જો પૉલિસી સમયમર્યાદા અંતર્ગત પૉલિસીધારકનું મૃત્યુ થાય છે તો તેના નૉમિનીને મૃત્યુ લાભના રૂપમાં મૃત્યુ ઉપર મિલળનારા વીમા રકમની સાથે સિંપલ રિવર્સનરી બોનસ તથા ફાઇનલ એડિશન બોનસનું પણ પેમેન્ટ કરવામાં આવે છે.

    સર્વાઇવલ લાભઃ પૉલિસી ધારક જીવીત રહેવા ઉપર આ પ્રકારના લાભ પ્રાપ્ત થશે

    - પાંચ વર્ષના અંતે વીમાની 15 ટકા રકમ
    - 10 વર્ષના અંતે વીમાની રકમ 15 ટકા રકમ
    - 15 વર્ષના અંતે વીમાની 15 ટકા રકમ
    - 20 વર્ષના અંત વીમાની 20 ટકા રકમ
    - યોજના 25 વર્ષ સુધી પૉલિસી અવધિના અંત સુધી ચાલુ રહેશે

    આ પણ વાંચોઃ-પોતાના વખાણ લખીને પતિથી ટ્વીટ કરાવે છે પ્રિયંકા ચોપરા? નિકની ઉડી મજાક

    ટેક્સ લાભઃ વર્તમાન આવક વેરા ધારા 80Cના નિયમો અંતર્ગત જીવન વીમાના અંતર્ગત ભરવામાં આવતી પ્રીમિયમને અધિકતમ 1,50,000 રૂપિયાની છૂટ આપવામાં આવી છે.

    લૉનઃ જો તમારી પૉલિસીએ સરેન્ડર વેલ્યૂ પ્રાપ્ત કરી લીધી છે તો આ યોજના અંતર્ગત લોનની સુવિધાનો લાભ ઉઠાવી શકશો. લોનની રાશી તથા એના ઉપર લાગનારું વ્યાજ દર સમય સમય ઉપર બદલતું રહેશે. આ જાણકારી તમને એલઆઇસીની નજીકની ઓફિસમાં જઇને સમય સમય પર લેવી પડશે.
    Published by:ankit patel
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन