LICમાં રોજ જમા કરાવો રૂ. 121, દીકરીનાં લગ્ન સમયે મળશે રૂ. 27 લાખ

News18 Gujarati
Updated: June 9, 2019, 11:27 AM IST
LICમાં રોજ જમા કરાવો રૂ. 121, દીકરીનાં લગ્ન સમયે મળશે રૂ. 27 લાખ
આજે અમે આપને LICની એક એવી પોલિસી અંગે જણાવવા જઇ રહ્યાં છીએ જેને LICએ દીકરીનાં લગ્ન માટે બનાવી છે. જેને નામ કન્યાદાન યોજના આપી છે

આજે અમે આપને LICની એક એવી પોલિસી અંગે જણાવવા જઇ રહ્યાં છીએ જેને LICએ દીકરીનાં લગ્ન માટે બનાવી છે. જેને નામ કન્યાદાન યોજના આપી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: દીકરીનાં લગ્ન માટે દરેક મા-બા કેટલાય વર્ષોથી પૈસાની બચત કરતાં હોય છે. તેથી તેનાં લગ્નમાં કોઇ જ કમી ન આવે. દીકરીનાં લગ્નને લઇને મા-બાપની ચિંતા ખર્ચાથી શરૂ થાય છે. ત્યારે દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની LIC એટલે કે લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશને આ માટે એક ખાસ સ્કીમ કાઢી છે. આ સ્કીમ હેઠળ તેમને દીકરીનાં લગ્ન સમયે મળશે 27 લાખ રૂપિયા.

દીકરીનાં ઉજ્જવળ ભવિષ્ય માટે લોકો તેનાં જન્મ સમયે સારી ઇન્વેસ્ટમેન્ટ પોલીસીનું પ્લાનિંગ કરે છે. આજે અમે આપને LICની એક એવી પોલિસી અંગે જણાવીશું જેને LICએ ખાસ દીકરીનાં લગ્નને ધ્યાનમાં રાખીને બનાવી છે. LICએ આ પોલીસનીનું નામ કન્યાદાન યોજના રાખ્યુ છે.



પોલિસીની હાઇલાઇટ પર કરો એક નજર
-પોલિસી લીધા બાદ જો મૃત્યુ થઇ જાય તો પરિવારને આ પોલિસીનું પ્રીમિયમ નથી ભરવાનું હોતું અને દર વર્ષે 1 લાખ રૂપિયા પણ તેને મળે છે.
-25 વર્ષ પૂર્ણ થવા પર પોલિસીનાં નોમિનીને 27 લાખ રૂપિયા અલગથી મળે છે.
Loading...

-આ યોજનામાં 121 રૂપિયા રોજનાં હિસાબે દર મહિને 3600 રૂપિયા પ્રીમિયમ ભરવાનું રહે છે. જો કોઇ તેનાંથી ઓછું પ્રીમિયમ કે તેનાંથી વધુ પ્રીમિયમ ભરવા ઇચ્છે તો તેને તે મુજબનો પ્લાન પણ મળી રહે છે.

આ પણ વાંચો- 2 લાખમાં શરૂ કરો આ ખાસ બિઝનેસ, દર મહિને કમાશો રૂ. 30,000

પોલિસી પર એક નજર
-25 વર્ષ માટે પોલિસી લઇ શકાય છે.
-22 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું રહે છે
-રોજનાં 121 રૂપિયા એટલે કે મહિને આશરે 3600 રૂપિયા ભરવાનાં રહેશે
-વચ્ચે બીમાધારકનું મોત થઇ જાય તો પરિવારને નથી ભરવાનું રહેતું કોઇ પ્રીમિયમ

આ પણ વાંચો-RBIના નિર્ણય બાદ SBIએ આપી ગ્રાહકોને સૌથી ભેટ

અક્સ્માત થવા પર મળશે દર વર્ષે રૂપિયા અને પ્રીમિયમ પણ નહીં ભરવું પડે
જો પોલીસી લીધા બાદ વીમાધારકનું મોત થઇ જાય છે તો પરિવારને આ પોલીસી પર કોઇ પ્રીમિયમ ભરવાનું રહેતું નથી અને દર વર્ષે તેને 1 લાખ રૂપિયા પણ મળે છે. આ ઉપરાંત 25 વર્ષ પૂર્ણ થવા પર પોલિસીનાં નોમિનીને 27 લાખ રૂપિયા અલગથી મળશે. પિતાનાં મોત પર પરિવારને તત્કાળ 10 લાખ રૂપિયા મળશે અને એક્સીડન્ટમાં પિતાનું મોત થઇ જાય તો આ રકમ 20 લાખની થઇ જશે.
First published: June 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...