Home /News /business /

LIC Q4 results: LICનો નફો ઘટ્યો, જાણો રોકાણકારોને કેટલું મળશે ડિવિડન્ડ?

LIC Q4 results: LICનો નફો ઘટ્યો, જાણો રોકાણકારોને કેટલું મળશે ડિવિડન્ડ?

LIC Q4 net profit tanks 18% to ₹2,371 cr

LIC એ લિસ્ટિંગ પછી પ્રથમ વખત તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીના નફાને મોટો ફટકો પડ્યો હતો. જોકે, આ સમયગાળા દરમિયાન પ્રીમિયમની આવકમાં વધારો થયો છે. કંપનીના બોર્ડે તેના રોકાણકારોને શેર દીઠ રૂ. 1.50નું ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે.

વધુ જુઓ ...
    દેશની સૌથી મોટી જીવન વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) એ માર્ચ ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ)માં કંપનીના નફામાં ઘટાડો થયો છે. શેરબજારમાં લિસ્ટિંગ બાદ કંપનીએ પ્રથમ વખત પરિણામ જાહેર કર્યું છે. એલઆઈસીએ તેના શેરધારકોને ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે.

    LIC દ્વારા સ્ટોક એક્સચેન્જોને આપવામાં આવેલી માહિતી અનુસાર માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 17 ટકા ઘટીને રૂ. 2,409 કરોડ થયો છે. માર્ચ 2021માં કંપનીનો કોન્સોલિડેટેડ નફો રૂ. 2,917.33 કરોડ હતો.

    એલઆઈસીનો સ્ટેન્ડઅલોન ધોરણે ચોખ્ખો નફો 18 ટકા ઘટ્યો છે. માર્ચ 2022 ક્વાર્ટરમાં તે રૂ. 2,372 કરોડ હતો. એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડઅલોન ધોરણે કંપનીનો ચોખ્ખો નફો રૂ. 2,893 કરોડ હતો. નાણાકીય વર્ષ 2021-22 ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં પ્રીમિયમ આવક 18 ટકા વધીને રૂ. 1.44 લાખ કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં આ આવક રૂ. 1.22 લાખ કરોડ હતી.

    આ પણ વાંચો -આજે દેશભરમાં પડી શકે છે પેટ્રોલ-ડીઝલની અછત, 70 હજારથી વધુ પંપ માલિકો કરશે વિરોધ પ્રદર્શન

    આ રાજ્યની માલિકીની જીવન વીમા કંપનીએ તેના રોકાણકારોને શેર દીઠ રૂ. 10ની ફેસ વેલ્યુ સાથે રૂ. 1.50નું ડિવિડન્ડ આપવાનું પણ નક્કી કર્યું છે. કંપનીના બોર્ડે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે બોર્ડના આ નિર્ણયને શેરધારકોની મંજૂરી મળવાની બાકી છે. બજાર બંધ થયા પછી કંપનીના નાણાકીય પરિણામો આવ્યા છે. સોમવારે કંપનીનો શેર BSE પર 1.89 ટકા વધીને રૂ. 837.05 પર બંધ થયો હતો.

    આ પણ વાંચો -ગમે ત્યારે આવી શકે છે આર્થિક સમસ્યા, અહીં જાણો કઈ રીતે તૈયાર રાખવું ઇમરજન્સી ફંડ

    IPOની અત્યાર સુધીની ઇશ્યૂ કિંમતથી LICના શેર 15 ટકા સુધી ઘટ્યા છે. તેનું લિસ્ટિંગ 17 મેના રોજ કરવામાં આવ્યું હતું. આ આઈપીઓ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ઈશ્યુ હતો. સરકારે આ કંપનીમાં તેનો 3.5 ટકા હિસ્સો વેચીને આશરે રૂ. 21,000 કરોડ એકત્ર કર્યા હતા.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: LIC News

    આગામી સમાચાર