Home /News /business /LIC ગ્રાહકો માટે ખુશખબરી, છૂટ સાથે લેપ્સ પોલિસીને ફરીથી કરી શકો છો શરૂ

LIC ગ્રાહકો માટે ખુશખબરી, છૂટ સાથે લેપ્સ પોલિસીને ફરીથી કરી શકો છો શરૂ

આ કેમ્પેઇન 7 ફેબ્રુઆરીએ શરૂ થઇને 25 માર્ચ 2022 સુધી ચાલશે

LIC Policy - એલઆઈસી લેપ્સ થઇ ચૂકેલી વ્યક્તિગત ઇન્સ્યોરન્સ પોલિસીને (Individual Lapsed Policies) ફરીથી સક્રિય કરવા માટે એક કેમ્પેઇન શરૂ કર્યું છે

    નવી દિલ્હી : જો તમે દેશની સૌથી મોટી ઇન્સ્યોરન્સ કંપની ભારતીય જીવન વીમા નિગમ એટલે એલઆઈસીના (LIC) પોલિસીહોલ્ડર્સ છો તો તમારા માટે સારા સમાચાર છે. જો તમારી એલઆઈસી પોલિસી (LIC Policy) લેપ્સ થઇ ગઈ છે તો તમારી પાસે તેને ફરીથી શરુ કરવાની શાનદાર તક છે. એલઆઈસી લેપ્સ થઇ ચૂકેલી વ્યક્તિગત ઇન્સ્યોરન્સ પોલિસીને (Individual Lapsed Policies) ફરીથી સક્રિય કરવા માટે એક કેમ્પેઇન શરુ કર્યું છે.

    7 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2022 સુધી ચાલશે કેમ્પેઇન

    સાર્વજનિક ક્ષેત્રની ઇન્સ્યોરન્સ કંપની એલઆઈસીએ શનિવારે એક નિવેદનમાં કહ્યું કે પ્રીમિયમ પેમેન્ટ ગાળા દરમિયાન લેપ્સ થઇ ચૂકેલી જે પોલિસીનો મેચ્યોરિટી ગાળો પુરો થયો નથી તેને આ કેમ્પેઇનમાં ફરીથી ચાલુ કરાવી શકાય છે. આ કેમ્પેઇન 7 ફેબ્રુઆરીએ શરૂ થઇને 25 માર્ચ 2022 સુધી ચાલશે.

    આ પણ વાંચો - Free LPG cylinder: પેટીએમ યૂઝર્સ માટે મફતમાં ગેસ સિલેન્ડર મેળવવાની તક, જાણો શું કરવું પડશે?

    ફરીથી રિવાઇવ કરવા પર લાગતા શૂલ્કમાં છૂટ

    ઇન્સ્યોરન્સ કંપનીએ કહ્યું કે કોવિડ-19 મહામારીએ ઇન્સ્યોરન્સ સુરક્ષાની આવશ્યકતા પર ભાર આપ્યો છે અને આ કેમ્પેઇન એલઆઈસીના પોલિસીધારકો માટે પોતાની પોલિસીને ફરીથી રિવાઇવ કરવાની એક સારી તક છે. લેપ્સ થઇ ચૂકેલી પોલિસીને ફરીથી રિવાઇવ કરવા પર લાગતા શૂલ્કમાં છૂટ પણ આપવામાં આવી રહી છે. જોકે ટર્મ પ્લાન અને ઉચ્ચ જોખમવાળી ઇન્સ્યોરન્સ યોજનાઓ પર આ છૂટ મળશે નહીં.

    આ સિવાય પોલિસીને ફરીથી સક્રિય કરવા માટે જરૂરી મેડિકલ રિપોર્ટમાં કોઇ રાહત આપવામાં આવશે નહીં. જોકે સ્વાસ્થ્ય અને સુક્ષ્મ ઇન્સ્યોરન્સ યોજનાઓમાં દેરીથી પ્રીમિયમ ચુકાવવા પર લાગનાર શૂલ્કમાં છૂટ મળશે. આ કેમ્પેઇન અંતર્ગત 5 વર્ષમાં પ્રીમિયમ પેમેન્ટ ના કરેલી પોલિસીને પણ રિવાઇવ કરી શકાય છે. આ કેમ્પેઇન 7 ફેબ્રુઆરીએ શરૂ થઇને 25 માર્ચ 2022 સુધી ચાલશે.

    આ પણ વાંચો - Post Office Scheme: કિસાન વિકાસ પત્ર કેવી રીતે ખરીદી શકાય? કેટલા સમયમાં રોકાણ ડબલ થાય?

    એલઆઈસી આઈપીઓ (LIC IPO) ટૂંક સમયમાં આવશે

    1 ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) બજેટ (Budget 2022) રજુ કર્યું હતું. બજેટ (Union Budget 2022) ભાષણ દરમિયાન નાણા મંત્રીએ આઇપીઓ અંગે જાણકારી આપી હતી. આ સાથે જ LIC નો આઇપીઓ (LIC IPO) ટૂંક સમયમાં આવશે તેવા સંકેત આપ્યા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Lic policy, બિઝનેસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन