LIC NPS Fund: ત્રણ વર્ષમાં મળ્યું તગડું વળતર, જાણો તમે કેવી રીતે કમાણી કરી શકો

LIC NPS Fund: ત્રણ વર્ષમાં મળ્યું તગડું વળતર, જાણો તમે કેવી રીતે કમાણી કરી શકો
પ્રતીકાત્મક તસવીર

ટિયર-2 એનપીએસ એકાઉન્ટે (Tier-II NPS Accounts) છેલ્લા ત્રણ વર્ષમાં બે અંકમાં વળતર આવ્યું છે. જેમાં સૌથી ટોચ પર LIC પેન્શન ફંડ અને બીજા નંબર પર એચડીએફસી પેન્શન ફંડ મેનેજર છે.

  • Share this:
    મુંબઈ: ગત ત્રણ વર્ષમાં સરકારી સિક્યોરિટિઝ ફંડ્સમાં લગભગ તમામ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS - National Pension System) Tier-II એ બે આંકડામાં વળતર આપ્યું છે. આ ત્રણ વર્ષમાં સાત પેન્શન ફંડ મેનેજરે 11.01 ટકાથી લઈને 13.5 ટકા વાર્ષિક વળતર આપ્યું છે. જ્યારે બેંચમાર્ક CCIL સૉવરેન બૉન્ડ (CCIL Sovereign Bond) અને 10 વર્ષના ગિલ્ટ મ્યુચ્યુઅલ ફંડે (Guild Mutual Fund) 10.78 ટકા વળતર આવ્યું છે.

    એલઆઈસી પેન્શન ફંડ એક નંબર પર યથાવત



    Tier-II સેગમેન્ટમાં એલઆઈસી પેન્શન ફંડ (LIC Pension Fund) પ્રથમ નંબર પર અડીખમ છે. ત્રણ વર્ષમાં તેમાં 13.5 ટકા રિટર્ન મળ્યું છે. Value Researchનાં આંકડામાં આ અંગે જાણકારી આપવામાં આવી છે. એલઆઈસીની નજીક જ HDFC પેન્શન ફંડ (HDFC Pension Fund) છે. એચડીએફસી પેન્શન ફંડે 11.7 ટકા વળતર આપ્યું છે.

    પાંચ વર્ષની મુદતમાં એલઆઈસી પેન્શન ફંડે સૌથી વધારે વળતર આપ્યું છે. આ મુદતમાં એલઆઈસી પેન્શન ફંડે 11.88 ટકા વળતર આપ્યું છે. આ રિટર્ન સાથે તે તમામ પ્રકારના એનપીએસ ફંડ અને મ્યુચ્યુઅલ ફંડથી આગળ નીકળી ગયું છે.

    એનપીએસ ટિયર-2 એકાઉન્ટ જ કેમ?

    60 વર્ષની ઉંમરમાં પાકતી મુદત વાળા નિવૃત્તિ એકાઉન્ટ એનપીએસ ટિયર-1થી અલગ એનપીએસ ટિયર-2માં અનેક સુવિધા છે. જોકે, આ એક રોકાણ એકાઉન્ટ હોવાથી તમે તમારી જરૂરિયાત પ્રમાણે પૈસા કાઢી પણ શકો છો. જોકે, સરકારી કર્મચારીઓને બાદ કરી દઈએ તો ટિયર-2 એકાઉન્ટ પર ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80C પ્રમાણે કોઈ ટેક્સ લાભ મળતો નથી. એક બેસિસ પોઈન્ટથી ઓછો એક્સપેન્સ રેશિયો રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આગામી વર્ષે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી તરફથી નવા પેન્શન ફંડ મેનેજર પસંદ કરવામાં આવ્યા બાદ પણ આ લાગૂ રહેશે. ઇક્વિટી સ્કિમ માટે 0.09 ટકા વધારેમાં વધારે પ્રસ્તાવિત ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફી અને 0.03 ટકા ઇન્ટરમીડિયરીઝ ચાર્જ સાથે મ્યુચ્યુઅલ ફંડ અને ફાઇનાન્સિયલ ઇન્ટ્રૂમેન્ટની સરખામણીમાં એનપીએસ સૌથી રસ્તો વિકલ્પ બની રહેશે.

    ટિયર-2 એનપીએસ એકાઉન્ટમાં રોકાણ કેવી રીતે કરશો

    ટિયર-2 એકાઉન્ટમાં રોકાણ કરવા માટે તમારે ફરજિયાત પણે ટિયર-1 રિટાયરમેન્ટ એકાઉન્ટ ખોલવું પડશે. નવું એકાઉન્ટ ઓછામાં ઓછા 1000 રૂપિયા સાથે ખોલી શકાય છે, જેમાં ભવિષ્યમાં ઓછામાં ઓછું 250 રૂપિયાનું યોગદાન આપવું જરૂરી છે. આ વૉલેન્ટરી એકાઉન્ટ હોવાથી તેમાં દર વર્ષે રોકાણ કરવું જરૂરી નથી. આ માટે તમે સાતમાંથી કોઈ એક પેન્શન ફંડ મેનેજરની પસંદગી કરી શકો છો.

    એવું જરૂરી નથી કે તમે એ જ પેન્શન મેનેજરની પસંદગી કરો જેની તમે ટિયર-1 એકાઉન્ટ માટે કરી છે. ઇન્વેસ્ટમેન્ટના નિયમ ટિયર-1 જેવા જ હશે. 50 વર્ષથી ઓછી ઉંમરના સબ્સક્રાઇબર્સને ઇક્વિટી એસેટ ક્લાસમાં 75 ટકા એક્સપોઝર મળશે. વૈકલ્પિક રૂપે તમે તમારું રોકાણને મેનેજ કરવા માટે ઑટો ચૉઇસ ઇન્વેસ્ટમેન્ટ વિકલ્પ પસંદ કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:January 07, 2021, 10:00 am

    ટૉપ ન્યૂઝ